ફ્લાઇટમાં વિલંબને કારણે ફણસનો છોડ ખરાબ થઇ ગયો, હવે એરલાઇને ખેડૂતને રૂ. 90,000 ચૂકવવા પડશે

ફ્લાઇટમાં વિલંબને કારણે એક ખેડૂતનો ફણસનો છોડ ખરાબ થઇ ગયો હતો, જેના કારણે તેણે ગ્રાહક કોર્ટનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે કોર્ટને જાણ કરી હતી કે માત્ર આ છોડને લાવવા માટે તે કોચીથી મલેશિયા થઈને ઇન્ડોનેશિયા ગયો હતો. જોકે, ફ્લાઇટમાં વિલંબને કારણે તે ઘરે પાછો ફર્યો ત્યાં સુધીમાં છોડ નકામો થઈ ગયો હતો. આના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ તેને માનસિક વેદના પણ થઈ. ખેડૂતે કોર્ટમાં તેની ફ્લાઇટ ટિકિટ અને અન્ય બિલ રજૂ કર્યા હતા, ત્યારબાદ કોર્ટે એરલાઇન કંપનીને ખેડૂતને ₹90,750 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, આ કેસ કેરળના પલક્કડ જિલ્લાના એક ખેડૂત સાથે સંબંધિત છે જે હાઇબ્રિડ છોડની ખેતી કરે છે અને તેનું કામ સંશોધન કરવાનું પણ છે. ઓગસ્ટ 2025માં, તે તેના ખેતર માટે એક દુર્લભ હાઇબ્રિડ ફણસનો છોડ ખરીદવા માટે ઇન્ડોનેશિયા ગયો હતો. તે પહેલા કોચીથી મલેશિયાના કુઆલાલંપુર ગયો અને પછી ઇન્ડોનેશિયા ગયો. તેની પરત યાત્રા માટે, તેણે મેદામ-કુઆલાનામુથી કુઆલાલંપુર માટે એરએશિયાની ફ્લાઇટ બુક કરી.

jackfruit1
epicurious.com

પોતાની ફ્લાઇટ પકડવા માટે તે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તે ઘણા કલાકો મોડી પડશે. કુઆલાલંપુરથી ખેડૂતે કોચીની ફ્લાઇટ પણ પકડવાની હતી; પહેલી ફ્લાઇટના આગમન અને બીજી ફ્લાઇટના પ્રસ્થાન વચ્ચે ત્રણ કલાકનો તફાવત હોવા છતા મેદામ-કુઆલાનામુની ફ્લાઇટ એટલી મોડી પડી હતી કે તેની કોચીનું ફ્લાઇટ છૂટી ગઇ. તેણે વૈકલ્પિક વ્યવસ્થા માટે કુઆલાલંપુરના અધિકારીઓને અપીલ કરી. તે જે છોડ લઈ જઈ રહ્યો હતો તે ખૂબ જ નાજુક હતો, અને ખાસ સંભાળ માટે તે વધારાના પૈસા ચૂકવવા પણ તૈયાર હતો. જોકે, અધિકારીઓએ તેને જાણ કરી કે કોચીની આગામી ફ્લાઇટ ત્રણ દિવસ પછી છે.

ખેડૂતનો આરોપ છે કે અધિકારીઓ તેને ખોટું બોલ્યા. બીજા જ દિવસે કુઆલાલંપુરથી કોચી માટે એરએશિયાની ફ્લાઇટ મળી ગઇ. જોકે, તેઓ કોચી પહોંચ્યા ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું; ફણસનો છોડ ખરાબ થઇ ગયો હતો અને હવે તેને ઉપયોગ કરી શકાતો નહોતો. પોતાની ફરિયાદમાં, ખેડૂતે જણાવ્યું હતું કે આમ થવાથી તેની આટલી લાંબી અને થકવી નાખુનારી મુસાફરીનો હેતુ નિષ્ફળ ગયો. તેણે મુસાફરી, રહેવા અને ભાડા પર ખૂબ ખર્ચ કર્યો હતો, જેમાં તેણે સહન કરેલી માનસિક વેદનાનો સામનો કર્યો તે અલગ. તેણે, પલક્કડમાં જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં કેસ દાખલ કર્યો.

modi2
indianexpress.com

ખેડૂતની દલીલો સાંભળ્યા પછી કોર્ટે એરએશિયાને નોટિસ ફટકારીને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવા કહ્યું હતું. જોકે, કંપનીનો કોઈ પ્રતિનિધિ કોર્ટમાં હાજર થયો નહીં, કે તેમણે નોટિસનો કોઈ જવાબ રજૂ કર્યો નહીં. પરિણામે, કોર્ટને એકતરફી રીતે આ મામલામાં આગળ વધવાની ફરજ પડી.

ખેડૂતે કોર્ટમાં મુસાફરી સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કર્યા. તેની તપાસ કર્યા પછી કમિશને તારણ કાઢ્યું કે એરલાઇનની સેવામાં ખામી હતી. એવામાં, કમિશને એરલાઇનને ખેડૂતને કુલ ₹90,750 ચૂકવવાનો આદેશ આપ્યો, જેમાં ટિકિટ ભાડા માટે ₹30,750, મુસાફરી અને હોટેલ ખર્ચ માટે ₹25,000, નબળી સેવા માટે વળતર તરીકે ₹25,000 અને કેસ ખર્ચ માટે ₹10,000નો સમાવેશ થાય છે.

કમિશને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે સંપૂર્ણ ચૂકવણી 45 દિવસની અંદર કરવામાં આવે. આમ કરવામાં નિષ્ફળતા રહેશે તો ખેડૂતને સંપૂર્ણ રકમ ન મળે ત્યાં સુધી દર મહિને ₹500 વ્યાજ વસૂલવામાં આવશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.