ભાજપના કોર્પોરેટરે પાર્કમાં આફ્રિકન ફૂટબોલ કોચને જાહેરમાં ધમકાવતા કહ્યું, 'એક મહિનામાં હિન્દી શીખો નહિતર...'

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં, પૂર્વ દિલ્હીના પટપડગંજ (વોર્ડ નંબર 197)ના BJP કાઉન્સિલર રેણુ ચૌધરી એક પબ્લિક પાર્કમાં વિદેશી ફૂટબોલ કોચને જાહેરમાં ધમકી આપતા અને તેના પર બૂમો પાડતા જોવા મળ્યા હતા. આ વિવાદની હકીકત એ છે કે, ભારતમાં રહેતા હોવા છતાં, એ વિદેશી નાગરિકે હજુ સુધી હિન્દી શીખી ન હતી. કાઉન્સિલરે કોચને અલ્ટીમેટમ આપ્યું હતું, અને ધમકી પણ આપી હતી કે, જો તે એક મહિનાની અંદર હિન્દી નહીં શીખે તો પાર્ક છીનવી લેવામાં આવશે.

BJP Councillor
indiatoday.in

વાયરલ વીડિયોમાં, રેણુ ચૌધરી સ્થાનિક રહેવાસીઓ અને બાળકોને તાલીમ આપી રહેલા આફ્રિકન કોચ સાથે આક્રમક રીતે વાત કરતી જોવા મળે છે. તે બૂમ પાડીને વાત કરતા કહે છે કે, 'તમે મારી વાત પ્રત્યે ગંભીર છો જ નહીં, તમે આ સાંભળીને પણ કઈ કહેતા નથી, તમે હિન્દી કેમ નથી શીખ્યા?' તે આજુ બાજુમાં ઉભેલા લોકોને કહે છે કે, 'જો આ માણસ આગામી એક મહિનાની અંદર હિન્દી નહીં શીખે, તો તેને પાર્કમાં ઘુસવા જ નહીં દેવાનો.' કાઉન્સિલરે ખૂબ જ કઠોર શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું, 'જો તમે અહીંથી પૈસા લઈ રહ્યા છો, તો મોઢેથી હિન્દી બોલતા પણ શીખો.'

વિવાદ ફક્ત ભાષા પૂરતો જ મર્યાદિત નહોતો. વીડિયોના બીજા ભાગમાં, કાઉન્સિલર કોઈ પર આંગળી ચીંધતા અને ચેતવણી આપતા જોવા મળે છે કે પાર્ક કોઈપણ સંજોગોમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં બંધ કરી દેવો જોઈએ. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જો પાર્કમાં કોઈ 'ગુનાહિત પ્રવૃત્તિ' થાય છે, તો ત્યાં હાજર લોકો તેના માટે જવાબદાર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાઉન્સિલરે લગભગ આઠ મહિના પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ સ્થાનિક રહેવાસીઓની વિનંતી પર, તેમણે કોચને તાલીમ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

BJP Councillor
freepressjournal.in

વીડિયો વાયરલ થતાંની સાથે જ લોકોએ BJP કાઉન્સિલરના વર્તનની આકરી ટીકા કરી. સોશિયલ મીડિયા યુઝર્સે તેને 'શરમજનક કૃત્ય' અને 'ગુંડાગીરી' ગણાવી. એક યુઝરે લખ્યું કે, 'આવા કાર્યો કરીને, તે બિન-હિન્દીભાષી રાજ્યોમાં હિન્દીભાષીઓ સાથેના દુર્વ્યવહારને યોગ્ય ઠેરવી રહી છે.' લોકો કહે છે કે, જનપ્રતિનિધિ બનવાની તેમની ઇચ્છામાં, તેમણે નૈતિકતા અને દેશના બંધારણનો અનાદર કર્યો છે. કેટલાક યુઝર્સે તેને જાતિવાદી માનસિકતાનું ઉદાહરણ આપીને તેને શરમજનક ગણાવ્યું છે.

About The Author

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.