- National
- કર્ણાટકમાં DGP રેંકના અધિકારી સસ્પેન્ડ, વીડિયો થયો હતો વાયરલ
કર્ણાટકમાં DGP રેંકના અધિકારી સસ્પેન્ડ, વીડિયો થયો હતો વાયરલ
કર્ણાટક સરકારે DGP રેન્કના IPS અધિકારી રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરી દીધા છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતાની ઓફિસમાં મહિલાઓ સાથે અંગત પળો વિતાવતા જોવા મળે છે. આ વીડિયોને લઈને થયેલા વિવાદ અને હોબાળા બાદ, રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
ધ હિન્દુના અહેવાલ અનુસાર, 19 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે જાહેર કરાયેલા એક આદેશમાં સરકારે જણાવ્યું હતું કે, ‘શ્રી રાવે અભદ્ર વ્યવહાર કર્યો, જે એક સરકારી કર્મચારી માટે અયોગ્ય છે અને સરકારે શરમ અનુભવી છે. અહેવાલ અનુસાર, આ આદેશમાં ઓલ ઈન્ડિયા સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, 1968ના નિયમ 3ના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે રામચંદ્ર રાવને આ મામલાની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ, રાવ પર પરવાનગી વિના મુખ્યાલય છોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. કથિત વીડિયોમાં રામચંદ્ર રાવ તેમની ઓફિસમાં કેટલીક મહિલાઓ સાથે નજરે પડી રહ્યા છે. વાયરલ વીડિયોમાં અલગ-અલગ સમયે અલગ-અલગ મહિલાઓ દેખાય રહી છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે આ વિઝ્યૂઅલ ગુપ્ત રીતે DGP ઓફિસની અંદર રેકોર્ડ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.
જોકે અધિકારી પર કોઈ ઉત્પીડનનો આરોપ લાગ્યો નથી, પરંતુ કથિત રીતે ફરજ દરમિયાન કરવામાં આવેલા આ હરકતોની ટીકા થઈ રહી છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, DGP સાથે જોડાયેલો આ વિવાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સુધી પણ પહોંચ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ તેમણે સંબંધિત વિભાગ સાથે બ્રીફિંગ પણ કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે ફૂટેજ જોયા બાદ મુખ્યમંત્રી ગુસ્સે થયા હતા અને પોલીસ વિભાગમાં આવી ઘટના કેવી રીતે બની શકે તેની માહિતી માંગી હતી.
રામચંદ્ર રાવે પણ સમગ્ર મામલે સ્પષ્ટતા જાહેર કરી હતી. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, તેમણે વીડિયોને નકલી અને બનાવટી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, ‘હું 8 વર્ષ અગાઉ બેલાગવીમાં હતો; તે ઘણા સમય પહેલાની વાત છે. અમે આ અંગે અમારા વકીલ સાથે વાત કરી છે અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ અમારા માટે ચોંકાવનારું છે. તે બનાવટી અને ખોટો છે. તે વીડિયો એકદમ ખોટો છે. મને ખબર નથી કે કંઈ થયું છે કે નહીં. તપાસ વિના આ સામે નહીં આવે. તેની તપાસ થવી જોઈએ.
નોંધનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે IPS રામચંદ્ર રાવ વિવાદમાં ફસાયા હોય. આ અગાઉ તેમની પુત્રી રાણ્યા રાવનું નામ સોનાની તસ્કરીના કેસમાં આવી ચૂક્યું છે. રાણ્યાને તેમાં આરોપી બનાવવામાં આવી છે. જોકે, આ વિવાદ વચ્ચે રામચંદ્ર રાવે અ મામલે ચર્ચા કરવા માટે ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી.

