PM મોદીની સામે વિપક્ષનો PM કોણ? જાણો પાર્ટીઓના શંભુમેળાની રણનીતિ

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વિપક્ષને એકજૂથ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા નીતિશ કુમારે પોતે તેની કમાન પોતાના હાથોમાં લઈ લીધી છે. આ જ કારણ છે કે તેઓ સતત વિપક્ષના બધા મોટા નેતાઓ સાથે મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે. જો કે, સોમવારે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ માત્ર વિપક્ષી પાર્ટીઓને એકજૂથ લગવામાં લાગ્યા છે.

તેઓ વડાપ્રધાન ફેસ નહીં બને. નીતિશ કુમારનું કહેવું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરી દેવામાં માગું છું કે મારે ચહેરો (વિપક્ષી વડાપ્રધાન ફેસ) નથી બનવું. માત્ર મળીને કામ કરીશું. સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે કોલકાતા પહોંચ્યા હતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. ત્યારબાદ બંને નેતા લખનૌ પહોંચ્યા અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાતચીત કરી હતી.

આ વાતચીત બાદ નીતિશ અને અખિલેશ યાદવે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં નીતિશ કુમારે વિપક્ષી એકતા પર વાત કરી. નીતિશ કુમારે કહ્યું કે, દેશને આગળ વધારવા માટે બધા લોકો વધારેમાં વધારે પાર્ટીઓના વિચાર એક થઈ જાય, એ જ કામમાં લાગ્યા છીએ. જે પ્રકારે શાસન થઈ રહ્યું છે તેમાં કોઈ કામ થઈ રહ્યું નથી. માત્ર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં વધુમાં વધુ પાર્ટીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

એ સિલસિલામાં આજે અમે લોકોએ બેસીને વાત કરી છે. અમે લોકોએ નક્કી કર્યું છે કે વધુમાં વધુ પાર્ટીઓને દેશમાં એકજૂથ કરીએ. મળીને કામ કરીશું જેથી આ દેશ આગળ વધે અને દેશને ભાજપથી મુક્તિ મળે. લોકો (ભાજપ) દેશના ઇતિહાસને બદલવાના ચક્કરમાં છે એટલે બધાએ જાણવું જોઈએ. ખાલી પ્રચાર થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, ચૂંટણીમાં જો એક સાથે મળીને લડીશું તો ખૂબ ફાયદો થશે અને દેશહિતમાં હશે. અત્યારે એ વાત થઈ ગઈ છે કે મળીને કામ કરીશું. નીતિશ કુમારે ઉત્તર પ્રદેશ અને બિહારના સંબંધ જોડ્યા.

તેમણે કહ્યું કે, સમાજવાદીઓ સાથે જૂનો સંબંધ છે. આખા દેશના અન્ય જગ્યાઓના હિતમાં પણ એકજૂથ થઈશું. આજે સારી વાત થઈ છે. નેતા નક્કી થવાના સવાલ પર કહ્યું કે, એકજૂથ થઈ જશે તો નેતા બનીશું અને કામ કરીશું. પોતાને વિપક્ષ તરફથી વડાપ્રધાન ફેસ બનવાના સવાલ પર નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે, એક વસ્તુ અમે પોતાની બાબતે બતાવી દઈએ છીએ કે અમારે નેતા બનવું નથી. એ સારી રીતે જાણી લો. અમે માત્ર બધાને એકજૂથ કરવામાં લાગ્યા છીએ. પોતાના માટે અમને કશું જ જોઈતું નથી અમે માત્ર દેશહિતનું કામ કરીશું. બાકી બધા લોકો હશે અને બેસીને નક્કી કરીશું.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.