એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા પછી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિગતવાર સ્પષ્ટતા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જેફરી એપ્સટિનને ત્રણ-ચાર વખત મળ્યા હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ કહ્યું હતું કે તે મુલાકાતો સંપૂર્ણપણે વ્યાવસાયિક હતી. પુરીએ એપ્સટિનના ફોજદારી કેસ સાથે કોઈપણ જોડાણના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

લોકસભામાં કેન્દ્રીય મંત્રી પર આરોપ લગાવ્યા પછી, રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં કહ્યું છે કે હું દાવો સાબિત કરીશ... US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પાસે એપ્સટિન કેસ સંબંધિત ફાઇલો છે, જેમાં હરદીપ પુરી અને અનિલ અંબાણીનો ઉલ્લેખ છે.'

રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપવા માટે, હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસ પાર્ટીના 'મત ચોરી' અભિયાનને યાદ કર્યું, જ્યાં યુવા નેતાએ ખોટી માહિતીના આધારે દાવો કર્યો હતો કે, બ્રાઝિલિયન મોડેલે હરિયાણામાં ઘણી વખત મતદાન કર્યું હતું, પરંતુ પાછળથી શરમના કારણે ચૂપ થઇ જવું પડ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકેના તેમના આઠ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા, હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, એપ્સટિન ફાઇલ્સ સંબંધિત આશરે 30 લાખ E-mail પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા છે, અને તેમનું નામ ફક્ત થોડા જ E-mailમાં ઉલ્લેખિત છે.

Hardeep-Puri2
livingindianews.co.in

ગયા વર્ષના બંધારણ દિવસની ઉજવણી દરમિયાન બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા, પુરીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ 'આંખ મારી' અને કહ્યું કે તેમનું નામ 'રસપ્રદ સ્થળોએ' છે. પુરીએ કહ્યું કે તેમણે આ ઘટના વિશે રાહુલ ગાંધીને પહેલેથી જ એક નોંધ મોકલી છે. દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને બદનામ કરવાની ઝુંબેશ ગણાવી છે કે, હરદીપ સિંહ પુરીનું નામ એપ્સટિન ફાઇલ્સમાં દેખાય છે. પુરીના મતે, આરોપોની આ કવાયત બકવાસ સિવાય કંઈ નથી.

હરદીપ સિંહ પુરી કહે છે કે, જ્યારે તેમના નામના બે E-mail જાહેરમાં આવ્યા, ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓએ પૂછ્યું કે તેમને એપ્સટિન સાથે કોણે પરિચય કરાવ્યો. હરદીપ સિંહના જણાવ્યા મુજબ, મને 2009માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી 2017માં કેન્દ્રીય મંત્રી બન્યા ત્યાં સુધી, તેઓ આઠ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા.

હરદીપ સિંહ પુરી કહે છે કે આઠ વર્ષ દરમિયાન, આદાનપ્રદાનમાં એક E-mail અને લિંક્ડઇનના સ્થાપક રીડ હોફમેનના પરિચયનો ઉલ્લેખ હતો. તેઓ કહે છે કે, આખા આઠ વર્ષમાં બે કે ત્રણ બેઠકો થઈ હતી.

Hardeep-Puri4
m.rediff.com

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, 'તે નોંધમાં, મેં તેમને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે નિવૃત્ત થયાના થોડા મહિના પછી, મને આંતરરાષ્ટ્રીય શાંતિ સંસ્થામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાની સ્થાપના ઘણા વર્ષો પહેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ નિર્માણના હેતુથી કરવામાં આવી હતી, પરંતુ હું IPIનો ભાગ નહોતો, હું બહુપક્ષીયવાદ પર સ્વતંત્ર કમિશનનો મહાસચિવ હતો.'

કેન્દ્રીય મંત્રી કહે છે, 'ICMની રચના IPI હેઠળ એક પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી, જેથી તે મૂલ્યાંકન કરી શકાય કે સંયુક્ત રાષ્ટ્ર તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે તેના મિશનને પૂર્ણ કરી રહ્યું છે કે નહીં. આ કમિશનની અધ્યક્ષતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ PM દ્વારા કરવામાં આવી હતી. IPI ખાતે મારા બોસ, ટેર્જે રોડ લાર્સન, કુખ્યાત વ્યક્તિ એપ્સટિનને જાણતા હતા, અને હું તેમને IPI અથવા ICM પ્રતિનિધિમંડળના ભાગ રૂપે, થોડા પ્રસંગોએ, વધુમાં વધુ ત્રણ કે ચાર વખત મળ્યો હતો.'

હરદીપ સિંહ પુરી સ્વીકારે છે કે, એપ્સટિન ફાઇલો 'ખોટા અને ગુનાહિત કૃત્યો' સાથે સંબંધિત હતી. પુરી કહે છે કે, આમાં એક ટાપુના આરોપો શામેલ હતા જ્યાં તે લોકોને તેમની જાતીય કલ્પનાઓમાં વ્યસ્ત કરવા માટે લઈ જતો હતો, જેમાં પીડોફિલિયા અને તેના પીડિતોનો સમાવેશ થાય છે.

Hardeep-Puri
tv9hindi.com

હરદીપ સિંહ પુરી વધુમાં જણાવે છે કે, 'પીડિતોએ આરોપીઓ સામે મુકદ્દમા દાખલ કર્યા છે,' અને ઉમેરે છે, 'મારી સંડોવણીનો તેની સાથે કોઈ સંબંધ નથી.'

હરદીપ સિંહ પુરી કહે છે, 'તે એક વ્યાવસાયિક બાબત હતી. હું તે સમયે સરકારનો ભાગ પણ નહોતો. નવેમ્બર 2014માં, હું એક ખાનગી નાગરિક હતો... કોઈએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ ભારતમાં કામની તકો શોધવા માંગે છે. અમે લિંક્ડઇનના સ્થાપક રીડ હોફમેનને મળ્યા અને તેમને ભારત આવવા અને ત્યાં થઈ રહેલા ફેરફારો જોવાનું સૂચન કર્યું.

લાર્સન અને એપ્સ્ટિન વચ્ચેના E-mail વિનિમયનો ઉલ્લેખ કરતા, જેમાં તેમને 'બે ચહેરાવાળો' તરીકે વર્ણવવામાં આવ્યા હતા, હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, તેમને તેઓ જે કામ કરી રહ્યા હતા તેમાં કોઈ રસ ન હતો, અને ન તો તેમણે તેનો ખુલાસો પણ કર્યો.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દેવા છતાં, વિપક્ષ દ્વારા પુરીને અલગ અલગ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ પુરીને અલગ અલગ સવાલો પૂછ્યા છે.

Hardeep-Puri1
abcnews.media

મહુઆ મોઇત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં પુરીની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો. હરદીપ સિંહ પુરી કહે છે કે તેઓ પ્રતિનિધિમંડળના ભાગ રૂપે 'અમુક જ પ્રસંગોએ' એપ્સ્ટિનને મળ્યા હતા, અને તેમની સાથે ફક્ત એક જ E-mailની આપ-લે કરી હતી.

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા સાઇટ X પર PM નરેન્દ્ર મોદીને ટેગ કરીને કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી ખોટું બોલી રહ્યા છે. કેટલાક E-mailના સ્ક્રીનશોટ શેર કરતા મોઇત્રાએ પણ સવાલો ઉઠાવ્યા છે.

એક E-mailના આધારે, મહુઆ મોઇત્રા પૂછે છે, '24 ડિસેમ્બર, 2014ના રોજ, હરદીપ પુરીએ એપ્સટિનને કહ્યું હતું કે તેઓ 'વાટાઘાટો માટે આવવા માંગે છે', શું આ કોઈ પ્રતિનિધિમંડળ જેવું લાગે છે?'

15 મે, 2017ના રોજનો E-mail બતાવતા, મહુઆ મોઇત્રા કહે છે, '19 મેના રોજ એક બેઠકની પુષ્ટિ થઈ છે... ફક્ત એપ્સટિન અને પુરી, બીજું કોઈ પ્રતિનિધિમંડળ નહીં.'

અને, 25 ડિસેમ્બર, 2015ના રોજ, પુરીએ એપ્સટિનને પૂછ્યું કે, શું તે શહેરમાં છે અને કોફી માટે આવી શકશો, શું આ કોઈ એક પ્રતિનિધિમંડળ જેવું લાગે છે?

About The Author

Top News

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી...
Entertainment 
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ 142નો ઉપયોગ...
National 
SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.