- National
- 'ભારત શું છે' સમજાવતો ખાન સરનો વીડિયો વાયરલ, રવીના ટંડને ટ્વીટ કરીને કહ્યું...
'ભારત શું છે' સમજાવતો ખાન સરનો વીડિયો વાયરલ, રવીના ટંડને ટ્વીટ કરીને કહ્યું...

પોતાના ટીચિંગ સ્ટાઈલના કારણે પ્રસિદ્ધ થયેલા પટનાના ‘ખાન સર’નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે, વીડિયોમાં ખાન સર ભારતના નકશા પર દેશની નદીઓ અને ભૌગોલિક સીમાઓને સમજાવતા જોવા મળી રહ્યો છે.
આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 50 હજાર લાઈક્સ અને હજારો રીટ્વીટ મળ્યા છે, સાથે જ તમામ યૂઝર્સએ રિએક્ટ પણ કર્યું છે.
શું ખાસ વાત છે ‘ખાન સર’ના વીડિયોમાં?
અભિનેત્રી રવીના ટંડને પટનાના ‘ખાન સર’નો એક ટ્વીટર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુરુ’. રવીના દ્વારા #Guru કેપ્શનની સાથે પોસ્ટને શેર કરવામાં આવી છે. જે યૂઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
#guru pic.twitter.com/NYFOqSA0rs
— Raveena Tandon (@TandonRaveena) March 4, 2022
વીડિયોમાં ખાન સર ભારતના નકશાની સામે ઉભા રહીને દેશની ભૌગોલિક સીમા અને નદીઓની ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતે ખાન સર રાષ્ટ્રગાનના ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ’ના માધ્યમથી અખંડ ભારતને બતાવી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા મળે છે.
ખાન સર બિહારના પાટનગર પટનામાં રહે છે. ખાન સર ઓનલાઈન ક્લાસેસ આપે છે, વીડિયોને તેના યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે, તે પોતાના ભણાવવાના અલગ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ RRB-NTPC Result મામલામાં પણ તે ચર્ચામાં આવ્યો હતો.
થોડા સમય પહેલા ખાન સરે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કહ્યું હતું તે અમિત સિંહ છે. ખાન સરના આ વીડિયોના ક્લિપ્સ જોઇને લોકોમાં ચર્ચા થઇ રહી હતી કે, ‘ખાન સર’ હિન્દુ છે કે મુસ્લિમ? આ તમામ વિવાદ અને પ્રશ્નોનો જવાબ આપવા માટે અંતે ખાન સરે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તમામ વાતોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.