ખાન સરે ચૂપચાપ કરી લીધા લગ્ન, જણાવ્યું કોણે નાખ્યો દબાવ

ફેમસ યુટ્યુબર ખાન સરે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. તેણે પોતાની જિંદગીની આ નવી ઇનિંગની શરૂઆત ખૂબ જ ગુપ્ત રીતે શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 2 જૂને પટનામાં તેનું રિસેપ્શન પણ આયોજિત કરવામાં આવશે. ખાન સરે પોતાના લગ્ન બાબતે જાણકારી સાર્વજનિક ન કરવા અને ગુપ્ત રીતે લગ્ન કરવા બાબતે વિદ્યાર્થીઓને માહિતી પણ આપી છે. ખાન સર એક વીડિયોમાં એમ કહેતા જોવા મળી રહ્યા છે કે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો. એવામાં મેં વિચાર્યું કે દેશ સૌથી ઉપર છે, એટલે તણાવની સ્થિતિમાં મેં લગ્નમાં કોઈને આમંત્રિત ન કર્યા.

khan-sir1
indiatv.in

 

તેમણે કહ્યું કે, મેં સૌથી પહેલા આ વાત પોતાના વિદ્યાર્થીઓને આ કહેવાનું વિચાર્યું કારણ કે તેમણે જ ખાન સરને બનાવ્યા છે. 6 જૂનના રોજ ખાન સરે બધા વિદ્યાર્થીઓને લગ્નની મિજબાની આપવાનો પણ વાયદો કર્યો છે. તેણે આ બધી વાતો ક્લાસ દરમિયાન કહી છે. તેમની આ વાતો બાદ, વિદ્યાર્થીઓ જોરથી બૂમો પાડવા લાગ્યા કે સર મેડમનો ફોટો બતાવો. ખાન સર સાથે રહેતા લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ખાન સરે પોતાના લગ્ન બાબતે વધુ જાણકારી આપતા એમ પણ કહ્યું કે મારા નાના ભાઈ લોકો મારા લગ્ન માટે વધુ ઉત્સુક હતા. મારી માતાને કહીને મારા લગ્ન કરાવી દીધા. ઘરમાં બધા જાણે છે કે હું મારી માતાની વાતને અવગણી શકતો નથી.

લોકોના મોઢા પર હંમેશાં એ સવાલ રહેતો હતો કે ખાન સર ક્યારે લગ્ન કરશે. જેનો જવાબ ખાન સરે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને આપી દીધો. વાયરલ વીડિયો દ્વારા આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. લગ્નનું કાર્ડ પણ સામે આવી ચૂક્યું છે. જેમાં તેની દુલ્હનનું નામ એ.એસ. ખાન લખેલું છે.

 

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.