ફેમસ શિક્ષક ખાન સરને કરિયાવરમાં મળી આ 5 વસ્તુઓ

ભારતના ફેમસ શિક્ષક ખાન સરે લગ્ન કરી લીધા છે અને તે પણ ખૂબ જ ચૂપચાપ રીતે. જેની કોઈને ભનક પણ ન લાગી. તેમણે પોતાના લગ્નની જાણકારી પોતે જ આપી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે તેમણે કરિયાવરમાં શું-શું લીધું. કોઈ વિદ્યાર્થીએ પૂછી લીધું- સર, કરિયાવરમાં શું મળ્યું? તો ખાન સરે તેનો જવાબ અનોખા અંદાજમાં આપ્યો. તો, એક વિદ્યાર્થીએ હસતા પૂછ્યું, સર, લવ મેરેજ કે અરેન્જ મેરેજ?' ખાન સરે જવાબ આપ્યો, 'હું તમને લવ મેરેજ કરનારો લાગૂ છું? જે કોઈ મારો ચહેરો જોશે, તે સીધું મારી માતા સાથે વાત કરશે! અને પછી ક્લાસમાં હાસ્ય ગુંજી ઉઠ્યું.

khan-sir2
newsx.com

 

ખાન સરે ક્લાસમાં વિદ્યાર્થીઓને જણાવ્યું તેમણે કરિયાવરમાં 5 વસ્તુઓ લીધી છે. તેમણે માટીની સુરાહી, માટીનો ઘડો, દેહાતીવાળો લાકડાનો પંખો, કુરાન શરીફ અને પ્રાર્થના માટે સાદડી લીધી. કરિયાવરમાં આટલું જ લીધું. પ્રાચીન સમયમાં આ પરંપરા હતી અને આ જ લીધું. તેમણે કહ્યું કે અમે કરિયાવરની વિરુદ્ધ રહીએ છીએ. જો કોઈ મારી સામે કરિયાવરની કરી દે તો હું પોતે તેનો વિરોધ કરું છું.

બિહારના ખાન સરે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. સૌથી પહેલા પોતાના વિદ્યાર્થીઓને ખુશખબર આપી. ત્યારબાદ, લોકો ખાન સરને અભિનંદન આપી રહ્યા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જણાવ્યું કે, ‘આ યુદ્ધ દરમિયાન, અમે પણ લગ્ન પણ કરી લીધા. હવે તમારા લોકો માટે અમે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.’

khan-sir
indiatoday.in

 

ખાન સરે વિદ્યાર્થીઓને કહ્યું કે, આ વાત સૌથી પહેલા અમે તમને બતાવી છે કેમ કે અમારું વજૂદ તમારા લોકોના કારણે છે. તેમણે કહ્યું કે તેઓ 6 જૂનની આસપાસ ભોજન કરાવશે. આ સાથે, ખાન સરની રિસેપ્શન પાર્ટીનું એક કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં તેમની પત્નીનું નામ એ. એસ. ખાન લખેલું છે. આ મુજબ, પટનાના દાનાપુરના એક બેન્ક્વેટ હોલમાં 2 જૂને એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું છે.

About The Author

Top News

બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણી એક ઘરમાંથી બે-બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષની ટિકિટ લઇને...
Gujarat 
બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના કરાડમાં દિલને હલાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. એક પિતાએ...
National 
'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે, વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે. બંગાળની 294 બેઠકો માટે મતદાન...
Politics 
બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

કોહલીએ જર્મન મોડેલનો ફોટો Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની એક લાઈકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અવનીત કૌર બાદ વિરાટે જર્મન ઇન્ફ્લૂએન્સર અને મોડેલ...
Entertainment 
કોહલીએ જર્મન મોડેલનો ફોટો  Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન
Copyright (c) Khabarchhe All Rights Reserved.