મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા નકલી PMO ઓફિસર અને બંદૂકધારી ઝડપાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026'ના પ્રસ્તાવિત ઉદ્ઘાટન પહેલાં, મુંબઈ પોલીસે વડાપ્રધાન કાર્યાલય (PMO)નું નકલી ઓળખપત્ર બનાવીને કાર્યક્રમ સ્થળે પ્રવેશવાનો પ્રયાસ કરનાર એક શખ્સની અટકાયત કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ રોહન પારેખ તરીકે થઈ છે, જેણે 7 સપ્ટેમ્બરે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે આવેલા આ સ્થળ પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓને તેની હિલચાલ પર શંકા જતાં તેમણે તેનું આઈડી કાર્ડ ચેક કર્યું હતું, જે તપાસમાં નકલી હોવાનું બહાર આવ્યું હતું.

01

આ ઉપરાંત, પારેખના કહેવાતા 'બોડીગાર્ડ' પાસેથી એક બંદૂક પણ કબજે કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ BKC પોલીસ સ્ટેશનમાં પારેખ અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. તેઓ આ નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કાર્યક્રમ સ્થળ પર શા માટે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ઘટનાનો વડાપ્રધાનના તે વિસ્તારના પ્રવાસ સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, PM મોદી જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ'ની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવાના છે અને ત્યાં ઉપસ્થિત સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 11 સપ્ટેમ્બર સુધી ચાલશે.

આ પરિષદમાં નીતિ નિર્માતાઓ, નિયમનકારો (રેગ્યુલેટર્સ), નાણાકીય સંસ્થાઓ, ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારો એકઠા થશે, જ્યાં મુખ્યત્વે એજન્ટિક AI, ટોકનાઇઝેશન અને ક્વોન્ટમ ટેક્નોલોજી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

02

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુંબઈના જે સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, ત્યાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આમાંથી એક વ્યક્તિ પાસેથી બંદૂક મળી આવી હતી. મુંબઈ પોલીસે BKC સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતેથી એક શખ્સની અટકાયત કરી હતી, જે વડાપ્રધાન કાર્યાલય (PMO)ના અધિકારી હોવાનો દાવો કરી રહ્યો હતો. અટકાયત કરાયેલ વ્યક્તિ 24 વર્ષનો હોવાનું કહેવાય છે. તેની સાથે એક બોડીગાર્ડ હતો જેની પાસે બંદૂક હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ત્રણ પુરુષોએ શંકાસ્પદ સરકારી આઈડી કાર્ડનો ઉપયોગ કરીને અને હથિયાર સાથે મૉલના સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને BKC સ્થિત જિયો વર્લ્ડ પ્લાઝામાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. આ અંગે જાહેર સેવકનું બોગસ રૂપ ધારણ કરવા અને હથિયાર સાથે ગેરકાયદેસર પ્રવેશ કરવા સહિત BNSની વિવિધ કલમો હેઠળ BKC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ ચલાવી રહી છે. આ હથિયાર લાયસન્સવાળું હોવાનું બહાર આવ્યું છે અને આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના ગઈકાલે બની હતી.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.