માત્ર 25 રૂપિયાના ટોલ માટે હાઇવોલ્ટેજ ડ્રામા; મહિલાઓએ ટોલકર્મીને દોડાવ્યો

જયપુરના ચોમૂ-ચંદવાજી રાષ્ટ્રીય રાજમાર્ગ-48 પર આવેલા કુશલપુરા-બાંસા ટોલ પ્લાઝા પર શનિવારની સાંજે ભારે હંગામો જોવા મળ્યો હતો. માત્ર 25 રૂપિયાના ટોલ ટેક્સ મુદ્દે કાર સવાર મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો, જે જોતજોતામાં હાઇવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગયો હતો.

04

શનિવારે સાંજે અંદાજે 5 વાગ્યાની આસપાસ હરિયાણા પાસિંગની એક કાર ટોલ પ્લાઝા પર આવી હતી. કાર ચલાવી રહેલા યુવકે પોતાની ઓળખ સેનાના જવાન તરીકે આપી ટોલ ટેક્સમાં મુક્તિની માંગ કરી હતી. નિયમ મુજબ, ટોલ કર્મચારીઓએ તેની પાસે ઓળખપત્ર માંગ્યું હતું. જ્યારે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે મામલો ગરમાયો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RAJASTHAN UNCUT (@rajasthanuncut)

ટોલ પ્લાઝાના મેનેજર કર્મવીર શર્માના જણાવ્યા અનુસાર, કાર ચાલકે 'ડિપેન્ડન્ટ કાર્ડ' (આશ્રિત કાર્ડ) બતાવ્યું હતું. નિયમ મુજબ, આશ્રિત કાર્ડ પર ટોલ ટેક્સમાં છૂટ મળતી નથી. આ વાત સાંભળતા જ કારમાં સવાર મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ટોલ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી અને ટોલકર્મીની પાછળ પડી ગઈ હતી. ટોલકર્મી પણ મહિલાથી બચીને ભાગતો જોવા મળ્યો હતો.

મહિલાઓના આ ગુસ્સાને કારણે ટોલ પ્લાઝા પર વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. મહિલાઓએ ટોલકર્મીઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હંગામાને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

03

જોકે, મેનેજરે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વિપરીત કોઈ મારપીટની ઘટના બની નથી. અન્ય લોકોના મધ્યસ્થી અને સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો હતો. અત્યાર સુધી આ મામલે કોઈ પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

 

About The Author

Related Posts

Top News

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમવાની છે....
Sports 
પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

કાનપુર શહેરના પંકી સેક્ટર-2માં આવેલી HDFC બેંક શાખા એ સમયે અખાડો બની ગઈ, જ્યારે એક મહિલા કર્મચારીએ...
National 
‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.