- National
- અભિનેત્રી ત્રિશા વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના ભૂતપૂર્વ DyCM ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરાઈ
અભિનેત્રી ત્રિશા વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના ભૂતપૂર્વ DyCM ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરાઈ
કાવેરી જળ વિવાદ અંગે એક વિરોધ રેલીમાં આપેલા નિવેદન અંગે ફરિયાદ પછી તમિલનાડુમાં પોલીસે ભૂતપૂર્વ DyCM અને વર્તમાન વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે, તેમણે અભિનેત્રી ત્રિશા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ બેવડા અર્થવાળી ટિપ્પણી પછી, TVK અને BJPના નેતાઓએ આ ટિપ્પણીઓની નિંદા કરી, તેને હલકી કક્ષાની ગણાવી અને સ્ટાલિનની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા.
કાવેરી જળ વિવાદ અંગે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉદયનિધિ સ્ટાલિન ભીડને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે CM વિજય જોસેફ પર નિશાન સાધ્યું, અને તેમની ટિપ્પણીની તાત્કાલિક દ્વિઅર્થી ટિપ્પણી માનીને તેની ટીકા કરવામાં આવી.

તમિલનાડુ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉદયનિધિ વિરુદ્ધ 6 કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. DMK સમર્થકોનો દાવો છે કે પોલીસે સરકારના દબાણમાં આ કાર્યવાહી કરી છે અને તેમના નેતાના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ ઉદયનિધિને તેમના ઘરેથી કસ્ટડીમાં લઈ જઈ રહી હતી, ત્યારે તેમણે દાવો કર્યો કે, પોલીસની કાર્યવાહી બદલાની કાર્યવાહી હતી.
ચેન્નાઈ પોલીસે ઉદયનિધિને લઈ જતી વખતે હોબાળો મચાવનારા DMK કાર્યકરોની પણ અટકાયત કરી હતી. વધારાના પોલીસ કમિશનર નરેન્દ્રન નાયરે પુષ્ટિ આપી હતી કે ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ CM વિજય જોસેફ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઉદયનિધિને પૂછપરછ માટે લઈ જઈ રહ્યા છે.

ચેન્નાઈથી મળેલા મીડિયા અહેવાલો અનુસાર, ઉદયનિધિ સ્ટાલિનએ આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જામીન મામલે મંગળવારે બપોરે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થશે.
https://twitter.com/ANI/status/2084516009277591959
કાવેરી જળ વિવાદ પર ભાષણ આપતી વખતે, સ્ટાલિન CM વિજયને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે 'ત્રિશા, ત્રિશા'ના નારા લગાવવામાં આવ્યા, ત્યારે તેમણે પહેલા સ્મિત કર્યું, પછી મોં ખોલ્યું, અને તેમણે જે કહ્યું તેનો અર્થ ત્રિશાના સીધા સંદર્ભ તરીકે કરવામાં આવ્યો. અહીં તમને બતાવી દઈએ કે, ત્રિશા વિજયની સહ-અભિનેત્રી અને નજીકની મિત્ર છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો બંને વચ્ચેના પ્રેમ સંબંધ વિશે વાત કરે છે.

TVK નેતા અર્જુને ઉદયનિધિને અશ્લીલ અને મહિલાઓનું અપમાન કરનાર નેતા કહ્યા. ઉદયનિધિના ભાષણને અશ્લીલ અને બેવડા અર્થવાળું ગણાવતા અર્જુને કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિન તેમની અશ્લીલ ભાષા અને બેવડા અર્થવાળા ભાષણોથી અન્નાદુરાઈના આંદોલન અને તેમની પ્રતિષ્ઠા બંનેને નષ્ટ કરવા માટે તૈયાર છે.
BJPના નેતાઓએ પણ આ મામલે ઉદયનિધિ સ્ટાલિનની આકરી ટીકા કરી. તેમણે સર્વાનુમતે માંગ કરી કે ઉદયનિધિને જેલમાં મોકલવામાં આવે. એક નેતાએ પૂછ્યું કે શું તેમના ઘરે માતા, બહેન-બેટી નથી.

વિનોજ P. સેલ્વને પણ DMK નેતાની તેમની ટિપ્પણી માટે ટીકા કરી. તેમણે કહ્યું, 'જો તેઓ આ રીતે વાત ન કરાટે અને પોતાને સતત એક કલાકારના પૌત્ર તરીકે ઓળખાવ તે તો, તે આશ્ચર્યજનક હોતે. પોતે ભૂતપૂર્વ અભિનેતા હોવા છતાં, સાથી કલાકારો પ્રત્યે આવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો અત્યંત આઘાતજનક છે.'
તમિલનાડુ BJPના પ્રવક્તા N. તિરુપતિએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ઉદયનિધિમાં શિષ્ટાચારનો અભાવ છે અને તેમને તાત્કાલિક જેલમાં મોકલવા જોઈએ. ઉદયનિધિ સ્ટાલિનનું CM વિજય અને ત્રિશા વિશેનું બેવડા અર્થવાળું ભાષણ ઘૃણાસ્પદ, અશ્લીલ, અભદ્ર અને શરમજનક છે. એક લુચ્ચો અને બદમાશ પણ જેની પાસે માતા, પત્ની અને પુત્રી હોય તે પણ આવી અભદ્ર અને ઘૃણાસ્પદ ભાષામાં વાત ન કરે. એ શરમજનક વાત છે કે, MK સ્ટાલિન તેમના પુત્ર અને પાર્ટીના નેતાઓની આવી હલકી હરકતો પર ધ્યાન નથી આપી રહ્યા, જ્યારે આ દુષ્ટ લોકો, જેઓ પોતાને દ્રવિડિયન મોડેલ કહે છે, જાહેરમાં આવા નિવેદનો આપી રહ્યા છે.

