- National
- મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર
કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા માટે લોકસભાના સભ્યોમાં એક બિલ લોકસભાના સભ્યો વચ્ચે વહેંચવામાં આવ્યું છે. આ નવા કાયદાનું નામ 'વિકસિત ભારત- ગેરન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ 2025' હશે. આ બિલનો ઉદ્દેશ્ય એક ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવાનો છે જે વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય નજરિયા મુજબ હશે.
આ બિલનો ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન રોજગારની બંધારણીય ગેરન્ટી પ્રદાન કરવાનો ટારગેટ રાખે છે. આ ગેરન્ટી ગ્રામીણ એ પરિવારોને મળશે, જેમાં યુવા સભ્ય અકુશળ શારીરિક કામ કરવા માટે સ્વેચ્છાએ તૈયાર થાય છે. હાલના સમયમાં, મનરેગા અધિનિયમ 2005 હેઠળ 100 દિવસના રોજગારની ગેરન્ટી આપવામાં આવે છે.
આ બિલનો હેતુ ‘એક સમૃદ્ધ અને લચીલા ગ્રામીણ ભારત માટે સશક્તિકરણ, વિકાસ, અને સંતૃપ્તિને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ નવા કાયદો ગ્રામીણ વિકાસ માળખાને ‘વિકસિત ભારત 2047’ના રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે તાલમેળ બેસાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. બિલની એક નકલ લોકસભાના સભ્યોમાં વહેંચવામાં આવી છે. આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ, 2005ને રદ કરવા માટે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ પગલાથી ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષાના ક્ષેત્રમાં મોટો નીતિગત બદલાવ આવશે.
મનરેગા સ્કીમ શું છે?
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા), એક ઇન્ડિયન લેબલ લૉ અને સામાજિક સુરક્ષા માપદંડ છે જેનો ઉદ્દેશ્ય 'કામ કરવાનો અધિકાર' સુનિશ્ચિત કરવાનો છે. તેને શરૂઆતમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ 2005 કહેવામાં આવતું હતું. આ યોજના એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે, જેનો હેતુ ગ્રામીણ પરિવારોની આજીવિકા સુરક્ષા સુધારવાનો છે. તે દરેક પરિવારને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની ગેરન્ટીકૃત રોજગારી પૂરી પાડે છે જેના મોટા સભ્યો પોતાની મરજીથી અનસ્કીલ્ડ મેન્યુઅલ મજૂરી કરે છે.
મનરેગા દુનિયાના સૌથી મોટા વર્ક ગેરન્ટી પ્રોગ્રામમાંથી એક છે, જેને 2005માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. 2022-23 સુધીમાં મનરેગા હેઠળ 15.4 કરોડ સક્રિય કામદારો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અધિકારો પર આધારિત માળખા દ્વારા જૂની ગરીબીના કારણોને દૂર કરવાનો છે. ઓછામાં ઓછા એક તૃતીયાંશ લાભાર્થીઓ મહિલાઓ હોવી જોઈએ.
મનરેગાની ડિઝાઇનનો સૌથી જરૂરી હિસ્સો એ છે કે તે કોઈપણ ગ્રામીણ મોટા વ્યક્તિને કામ માંગ્યાના 15 દિવસની અંદર કામ અપાવવાની કાયદાકીય ગેરન્ટી આપે છે, અને આમ ન કરવા પર બેરોજગારી ભથ્થું આપવું જોઇએ. આ કામોનું આયોજન અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs)ને મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપીને વિકેન્દ્રીકરણની પ્રક્રિયાને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાયદો ગ્રામ સભાઓને આપવામાં આવતા કામોની ભલામણ કરવાનો અધિકાર આપે છે અને ઓછામાં ઓછું 50% કામ તેમણે જ કરવાનું રહેશે.

