‘દેશ દબાણમાં નથી...’, મોહન ભાગવતે આડકતરી રીતે ટ્રમ્પને આપી દીધી સલાહ, બોલ્યા- ‘ભારતે રસ્તો પસંદ કરી લીધો છે’

RSS ચીફ મોહન ભાગવતે ફરી એકવાર એક મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બોલતા તેમણે કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યું છે, પરંતુ કોઈપણ દેશના દબાણમાં નથી. ભલે કોઈ દેશ ટેરિફ લગાવે અથવા દબાણ બનાવે, ભારતે આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કરી લીધો છે અને તેના પર જ ચાલવું જોઈએ. ચાલો જાણીએ કે આ ઉપરાંત તેમણે બીજું શું કહ્યું.

આ ઉપરાંત ભાગવતે વધુમાં કહ્યું કે જો ભારત સાથે કંઈ સારું કે ખરાબ થાય છે, તો હિન્દુઓને સવાલ કરવામાં આવશે. ભારત માત્ર એક ભૌગોલિક ક્ષેત્ર નથી, પરંતુ વિચાર, સંસ્કૃતિ અને ચારિત્ર્યનું નામ છે. તેમણે એમ પણ કહ્યું કે, વિદેશમાં અભ્યાસ કરવામાં કશું જ ખોટું નથી, પરંતુ સાચો હેતુ તે જ્ઞાનનો ઉપયોગ ભારત માટે કરવાનો હોવો જોઈએ. આજના યુવાનો સ્વાભાવિક રીતે દેશભક્ત છે અને રાષ્ટ્રવાદની ઊંડી ભાવના સમાજ અને દેશની વધુ સેવામાં બદલશે.

Mohan-Bhagwat1
ndtv.com

યુવાનોને સક્રિયપણે ભાગ લેવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, 100 વર્ષો સુધી, ઘણા લોકોએ સંઘ સાથે મળીને પાક્કું કર્યું કે જ્ઞાન અને સ્કિલ્સનો ઉપયોગ દેશના હિત માટે થાય. સંઘ કોઈની વિરુદ્ધ નથી; તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એક મજબૂત અને એકજૂથ સમાજનું નિર્માણ કરવાનો છે.

ગઈકાલે ભાગવતે કહ્યું હતું કે, ‘આપણે માત્ર સુપર પાવર જ નહીં, પરંતુ વિશ્વ ગુરુ પણ બનવાનું છે. એટલે ભાગવતે હિન્દુઓને અપીલ કરી ભારતને વિશ્વના કલ્યાણ માટે વિશ્વ ગુરુ બનાવવાની દિશામાં કામ કરે. તેમણે વધુમાં કહ્યું કે, સનાતન ધર્મને ઉપર ઉઠાવવાનો સમય આવી ગયો છે. જે પ્રક્રિયા 100 વર્ષ અગાઉ શરૂ થઇ હતી, તેને હવે વધુ તેજીથી આગળ વધારવાની આપણા બધાની જવાબદારી છે.

Mohan-Bhagwat
thehindu.com

તેમણે યુવાનોને આ સામૂહિક પ્રયાસમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી. યુવા સંમેલનનું આયોજન MIT કોલેજ ખાતે થયું હતું, જ્યાં RSSના ચીફે સહભાગીઓ સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

About The Author

Top News

મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાનું બોરસર ગામ આ વખતે કોઈ ઉત્સવ માટે નહીં, પરંતુ સંસ્કારોની સુનામી માટે ચર્ચામાં છે! મધ્ય...
National 
મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધતાં સોનાના ભાવ ઘટી ગયા, ચાંદીએ ચમક ગુમાવી... ભાવ ક્યાં સુધી જશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ શરૂ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં ફરીથી દબાણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં...
Business 
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધતાં સોનાના ભાવ ઘટી ગયા, ચાંદીએ ચમક ગુમાવી... ભાવ ક્યાં સુધી જશે?

ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે? અમિત શાહે જણાવી બે વિશેષતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખૈરાસોલમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, જો ભાજપ...
Politics 
ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે? અમિત શાહે જણાવી બે વિશેષતા

મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂના વેચાણ સાથે સંકળાયેલા તમામ સરકારી ઉપક્રમોના છેલ્લા 5 વર્ષના નાણાકીય રેકોર્ડનું કડક ક્રોસ-વેરિફિકેશન કરવાના નિર્દેશો...
Politics 
મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.