ICICI બેંકમાં સોનું ગીરવે લઈને 23 કરોડની લોન આપી દેવાઈ, 2 વર્ષ પછી ખબર પડી સોનું તો નકલી છે

મહારાષ્ટ્રના નાગપુરમાં 23 કરોડ રૂપિયાનું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે. હેરાનીની વાત એ છે કે, ICICI બેંકની વિવિધ શાખાઓમાં નકલી સોનાના દાગીનાને અસલી બતાવીને ગીરવે મૂકવામાં આવ્યા હતા અને બેન્કમાંથી લગભગ 23 કરોડની લોન લેવામાં આવી હતી. આ બાબતે બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ધંતોલી પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર છેતરપિંડીનો અંજામ જાન્યુઆરી 2023 થી ઓક્ટોબર 2025 વચ્ચે આપવામાં આવ્યો હતો. બેંકે જ્યારે તેના 'ગોલ્ડ લોન' પોર્ટફોલિયોનું આંતરિક ઓડિટ કરાવ્યું ત્યારે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ઓડિટ દરમિયાન, જાણવા મળ્યું કે 9 અલગ-અલગ બેંક શાખાઓમાં ગીરવે મૂકવામાં આવેલા દાગીના હકીકતમાં સોનાના નથી, પરંતુ નકલી છે. અહેવાલો અનુસાર, કુલ 195 ખાતાધારકોએ છેતરપિંડી કરીને આ લોન લીધી છે.

icici1
newsbytesapp.com

બેંકની સત્તાવાર ફરિયાદ બાદ ધંતોલી પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે શું કોઈ બેંકની અંદરના કર્મચારીઓ અથવા અધિકારીઓ આ સિન્ડિકેટનો ભાગ હતા, કારણ કે સોનાની શુદ્ધતા ચકાસવા માટે જવાબદાર વેલ્યુઅર્સની મંજૂરી વિના આટલી મોટી લોન મેળવવી અશક્ય છે. હાલમાં, પોલીસ એ તમામ 195 શંકાસ્પદ ખાતાધારકો અને સંકળાયેલ વેલ્યુઅર્સની યાદી તૈયાર કરી રહી છે, જેથી તપાસ આગળ વધી શકે.

નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, ICICI બેંકના ઝોનલ ઓફિસના કર્મચારી ધનંજય રમેશ થીટેની ફરિયાદના આધારે ધંતોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બેંક દ્વારા કરાવવામાં આવેલા ગોલ્ડ લોન ઓડિટમાં બહાર આવ્યું છે કે મણિભવન શાખા સહિત કુલ 9 અલગ-અલગ શાખાઓમાં ગીરવે મૂકવામાં આવેલું સોનું નકલી છે.

icici
hindustantimes.com

એવો આરોપ છે કે જાન્યુઆરી 2023 થી ઓક્ટોબર 2025 દરમિયાન, 159 ખાતાધારકોએ બેંકના વેલ્યુઅર્સ અને ઓડિટર્સ સાથે મળીને આ ષડયંત્રને અંજામ આપ્યું. નકલી દાગીનાને અસલી ગણાવીને, બેંકમાંથી આશરે ₹23,19,64,751 ની લોન મેળવવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે કલમ 406, 409, 420, 468, 120(B), અને 34 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

About The Author

Top News

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે...
Politics 
જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.