જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાય! આ નિવેદન સાથે તેમની વાતનો સાર છે કે જેઓ પોતાનું ઘર સાચવી શકતા નથી તેઓ ગુજરાત કબજે કરવાના સપના જુએ છે. ગુજરાતની જનતાએ આવા ‘બહુરૂપિયા’ નેતાઓને ઓળખી લીધા છે. માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા આ નેતાઓને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. 02

આ વાત આવનારી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં વધુ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં ભાજપનું અડીખમ વર્ચસ્વ છે. વિરોધ પક્ષો ચૂંટણી પહેલાં જ સક્રિય થાય છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે. જગદીશ વિશ્વકર્માએ આને ‘ચોમાસાના દેડકા’ ની સરખામણી આપીને વિરોધ પક્ષની અસ્થિરતા દર્શાવી છે. તેમની વાતનો સાર એ છે કે વિરોધ પક્ષો પોતાના આંતરિક વિવાદો અને આંતરિક વિખવાદોના કારણે ગુજરાતના વિકાસમાં કોઈ યોગદાન આપી શકતા નથી.

 ગુજરાતની જનતા વર્ષોથી ભાજપની સ્થિર સરકારનો અનુભવ કરી રહી છે. વિકાસના કાર્યો સતત ચાલુ રહે છે અને આની સામે વિરોધ પક્ષોના રાજકીય સમીકરણો માત્ર વોટ બેંક પર આધારિત જણાય છે. ચૂંટણી પછી તેઓ જનતાના પ્રશ્નોને સમજવા ઉકેલવા આવતા પણ નથી. આવી કાર્યશૈલીથી મતદારોમાં અસંતોષ વધ્યો અને સ્વીકૃતિ ઘટી છે. જગદીશ વિશ્વકર્મા જેવા અનુભવી સંગઠન લક્ષી નેતાઓનું માનવું છે કે જનતા હવે આવા વોટની રાજનીતિના લોકોને નકારી રહી છે. 

BJP-Congress
timesofindia.indiatimes.com

અહીં એક વાત ચોકસ કહેવી રહી કે વિરોધ પક્ષોના નેતાઓએ આ ટીકાઓનો જવાબ આપવાને બદલે પોતાના પક્ષની આંતરિક તકલીફો પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાતમાં વિકાસની ગતિને કોઈ અટકાવી શકે નહીં. જનતા વિકાસ જુએ છે વિવાદ, નિંદા અને વચનો નહીં.

About The Author

Top News

સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર...
Gujarat 
સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?

જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે...
Politics 
જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.