બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારે કહ્યું- 'હું વિમાનમાંથી કૂદયો નહોતો, સીટ સાથે...'

ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે, વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી ગયું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસો વચ્ચે બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે PM નરેન્દ્ર મોદી રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી, જેઓ વિમાનમાં મુસાફરી કરતી વખતે ચમત્કારિક રીતે બચી ગયા હતા.

Person, Escaped Death
republicbharat.com

હોસ્પિટલના પલંગ પર પડેલા વિશ્વાસ કુમારે એક સમાચાર ચેનલને પોતાની વાર્તા કહી, તેમણે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડવા લાગ્યું કે તરત જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું હતું. પછી એકદમ શાંતિ, ત્યાર પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે, પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી શક્તિ લગાવી દીધી હતી. બસ, પછી શું... તે ઝડપભેર સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં ઘૂસી ગયું.

Person, Escaped Death
jagran.com

વિશ્વાસે કહ્યું કે મારી સીટ વિમાનના જે ભાગમાં હતી, તે ભાગ બિલ્ડિંગના નીચેના ભાગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે જ નીચે પડી ગયો હતો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ, તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી, કદાચ કોઈ ત્યાંથી બહાર નીકળી શક્યું નહીં. રમેશ વિશ્વાસે કહ્યું કે, બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને તેની નજર સામે ઘણું બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...

Person, Escaped Death
navbharattimes.indiatimes.com

એક મીડિયા TV ચેનલે લંડનમાં રમેશના પરિવાર સાથે વાત કરી. UKના લેસ્ટરના રહેવાસી રમેશ વિશ્વાસ અને અજય બે ભાઈઓ હતા. બંને સાથે મુસાફરી કરી રહ્યા હતા. વિશ્વાસના બીજા એક ભાઈ નયને કહ્યું, અમે વિશ્વાસ સાથે વાત કરી, તે હોસ્પિટલમાં છે અને હાલમાં ઠીક છે. પરંતુ બીજા ભાઈ અજય વિશે કંઈ જાણી શકાયું નથી. અમે સતત માહિતી મળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, અમે આગામી ફ્લાઇટમાં ભારત જવા રવાના થઈ રહ્યા છીએ. બસ, અમને એ આશા છે કે જેમ વિશ્વાસ સુરક્ષિત છે, તેમ અમને અજય વિશે પણ કોઈ સારા સમાચાર મળે.

https://twitter.com/aajtak/status/1933391346620117301

વિશ્વાસે અકસ્માત વિશે શું કહ્યું તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, તેમને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે, મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે, પરંતુ અજય વિશે કંઈ ખબર ન હોવાથી પરેશાની છે. તેના પિતા અને માતાની સાથે, વિશ્વાસની પત્ની પણ ઊંડા આઘાતમાં છે. આખા મોહલ્લામાં શોકનું વાતાવરણ છે. પરિવારના બધા સભ્યો, પડોશીઓ અને મિત્રો આ ઘટનાથી ખૂબ જ નારાજ છે.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.