- National
- ‘મને 10 રૂપિયા બોનસ..’, ડિલિવરી બોયે ગ્રાહકને મોકલ્યો મેસેજ; થઈ ગયો વાયરલ
‘મને 10 રૂપિયા બોનસ..’, ડિલિવરી બોયે ગ્રાહકને મોકલ્યો મેસેજ; થઈ ગયો વાયરલ
ઓનલાઈન સામાનની ડિલિવરીએ આપણું જીવન ભલે સરળ બનાવી દીધું હોય, પરંતુ તેણે ડિલિવરી એક્ઝિક્યૂટિવ્સ પર બિનજરૂરી દબાણ પણ નાખ્યું છે. 10 મિનિટ, 30 મિનિટ જેવી શરતો સાથે તેમનું કામ વધુ મુશ્કેલ કરી દેવામાં આવે છે. આવા જ એક ડિલિવરી એક્ઝિક્યૂટિવ દ્વારા એક ગ્રાહકને મોકલવામાં આવેલો એક સંદેશ ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે માત્ર એક રૂપિયા માટે કેવી મુશ્કેલીનો સામનો કરે છે.
ફર્ન્સ એન પેટલ્સના એક ગ્રાહકે ડિલિવરી પાર્ટનરના ટેક્સ્ટ મેસેજનો સ્ક્રીનશોટ 'X' પર શેર કર્યો છે, જેમાં માત્ર 10 રૂપિયાના બોનસ માટે 10/10 રેટિંગની વિનંતી કરવામાં આવી હતી. વરુણ અગ્રવાલ નામના એક યુઝરે ડિલિવરી બોયના મેસેજનો સ્ક્રીનશોટ X પર શેર કર્યો છે, જેમાં લખ્યું હતું કે, ‘નમસ્તે સર/મેડમ. હું ફર્ન્સ અને પેટલ્સનો ડિલિવરી બોય છું. તમારો ઓર્ડર સમયસર ડિલિવરી થઇ ગયો હતો. તમને મેસેજમાં એક ફીડબેક લિંક મળશે. કૃપયા મને તેના માટે 10 રેટિંગ આપો અને સ્ક્રીનશોટ મારી સાથે શેર કરો. મને કંપની તરફથી 10 રૂપિયાનું બોનસ મળશે. આભાર, અને કૃપયા ફોર્મ ભરો; તેનાથી મને થોડી મદદ મળશે.’
https://twitter.com/varun067/status/1978483766185402437
વરુણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરતા જ તે વાયરલ થઈ ગઈ. યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. પોસ્ટને ઘણા ભાવનાત્મક પ્રતિભાવો પણ મળી રહ્યા છે, જેમાં યુઝર્સ ડિલિવરી એક્ઝિક્યૂટિવને મદદ કરવાની રીતો પૂછી રહ્યા હતા. એક યુઝરે લખ્યું કે, ‘શું તમે તેને તેનો QR કોડ પૂછીને અહીં પોસ્ટ કરી શકો છો? ચાલો તેને કેટલીક નાની-નાની ભેટો આપીને સરપ્રાઈઝ આપીએ.’
અન્ય એક લખ્યું કે, ‘કેટલાક લોકો જીવનમાં જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તે ખરેખર હૃદયદ્રાવક છે.’ બીજા એક યુઝરે કહ્યું, ‘હું હંમેશાં તેમનો આભાર માનું છું. જો બહાર ગરમી હોય છે, તો હું તેમને મારા લિવિંગ રૂમમાં બેસવાનું કહું છું (જે સામાન્ય લોકો કરે છે) અથવા તેમને પાણી પીવાડું છું. બદલામાં તેઓ ખૂબ જ વિનમ્ર અને મદદગાર હોય છે.’

