'મને માફ કરજો મમ્મી-પપ્પા, હું એન્જિનિયર નહીં બની શકું, હું ઘણા દબાણમાં છું'

હરિયાણાના સમલખા, પાણીપતની પાઈટ કોલેજમાં B.Tec કોમ્પ્યુટર સાયન્સની એક છાત્રાએ શંકાસ્પદ સંજોગોમાં કોલેજના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. તેના એક ખૂણા પર અંગ્રેજીમાં 'I Quit' લખેલું છે અને બીજી બાજુ I am sorry mummy-papa, I can't become an engineer. કોલેજ મેનેજમેન્ટે છાત્રાને ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. સમાલખા પોલીસે લાશને મોર્ચરીમાં મુકાવી દીધી હતી.

આ ઘટના ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. BTec કોમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષની વિદ્યાર્થિની જ્હાન્વી (21)એ શંકાસ્પદ સંજોગોમાં કોલેજના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. કંઈક પડવાનો અવાજ સાંભળીને કોલેજનો સિક્યુરિટી ગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયો. તેણે આ અંગે કોલેજ મેનેજમેન્ટને જાણ કરી હતી. આ પછી કોલેજમાં હોબાળો મચી ગયો હતો. કોલેજ મેનેજમેન્ટના લોકો વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં વિદ્યાર્થીનું મોત થયું હતું. માહિતી મળતાં જ સમાલખા પોલીસ સ્ટેશન અને હલ્દાણા આઉટપોસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વિદ્યાર્થીની સેક્ટર-18 પાણીપતની રહેવાસી હતી. તેના પિતા બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. સંબંધીઓએ જણાવ્યું કે તેઓ બે બહેન અને એક ભાઈ છે. મોટાભાઈ આવતા મહિને કેનેડા જવાનો હતો. સંબંધીઓએ જણાવ્યું કે, તેણે પોતાની મરજીથી એન્જિનિયરિંગની લાઇન પસંદ કરી હતી. તે છેલ્લા ઘણા દિવસોથી તેના અભ્યાસને લઈને પરેશાન રહેતી હતી.

પોલીસ તપાસમાં વિદ્યાર્થીની પાસેથી એક પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. ભણવામાં સક્ષમ ન હોવાના કારણે આ પગલું ભરવા અંગે લખાયેલું છે. પેજના એક ખૂણા પર અંગ્રેજીમાં 'I Quit' લખેલું છે. અને બીજા ખૂણા પર 'આઈ લવ યુ મમ્મી અને પપ્પા' લખેલું છે. જેમાં લખ્યું છે કે, 'મને માફ કરજો મમ્મી-પપ્પા, હું એન્જિનિયર નહીં બની શકું. હું ભણવા સક્ષમ નથી. હું ઘણા દબાણમાં છું. એટલા માટે હું આત્મહત્યા કરી રહી છું.

સમાલખા પોલીસ ચોકીના પ્રભારી સુનીલ કુમારે જણાવ્યું કે, પોલીસને પાઈટ કોલેજની અગાસી પરથી પડી જવાથી એક વિદ્યાર્થીનીના મોતની માહિતી મળી હતી. પોલીસે મૃતદેહને મોર્ચરીમાં મુકાવી દીધો છે. સંબંધીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પરિજનોએ એમ પણ કહ્યું છે કે, તેનું મોત અગાસી પરથી પડી જવાથી થયું છે. શુક્રવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.