27 વર્ષથી કાશ્મીરમાં પોલીસની નોકરી કરતા ઈફ્તિકારને ભારત છોડવા કહી દેવાતા બોલ્યો- હું...

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સલવાહ નામનું એક ગામ છે. અહીં રહેતા 45 વર્ષીય કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. 26 એપ્રિલના રોજ, તેમને રાજ્યના એક વરિષ્ઠ અધિકારીનો ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે તેમને અને તેમના આઠ ભાઈ-બહેનોને ભારત છોડવું પડશે.

શા માટે? કારણ કે તેને પાકિસ્તાનનો નાગરિક માનવામાં આવી રહ્યો છે. તે સમયે ઇફ્તિખાર અલીને લાગ્યું કે જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. ઇફ્તિખાર 27 વર્ષથી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં સેવા આપી રહ્યા છે. સલવાહ ગામ સિવાય, તેમની પાસે બીજું કોઈ ઘર નથી.

India-Pakistan-Border
navjivanindia.com

આવી સ્થિતિમાં, તે ચોંકી ગયો અને તેણે પોતાના વરિષ્ઠ અધિકારીને કહ્યું કે, સરહદ પાર કરવાને બદલે, તે 'આત્મહત્યા' કરશે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા ઈફ્તિખારે કહ્યું, 'તમારી જેમ મેં પણ પાકિસ્તાન વિશે ફક્ત સાંભળ્યું હતું. મારી પાસે અહીં બધું જ છે, મારી પત્ની, બાળકો, સંબંધીઓ, મિત્રો અને સાથીદારો. પાકિસ્તાનમાં કંઈ નથી.'

ઇફ્તિખાર અલીના ત્રણ ભાઈઓ અને પાંચ બહેનોને પણ આવી જ નોટિસ મળી હતી. પછી તેમને પાકિસ્તાન મોકલવા માટે પંજાબની અટારી બોર્ડર પર મોકલવાની તૈયારી કરવામાં આવી. આ દરમિયાન, તેમના પરિવારે 29 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે માંગ કરી કે, આવી કાર્યવાહી બંધ કરવામાં આવે. ઇફ્તિખારે આગળ કહ્યું, 'જ્યારે મેં સાંભળ્યું કે મને પાકિસ્તાની નાગરિક તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે, ત્યારે હું ચોંકી ગયો. મેં તેને કહ્યું કે નોટિસ પર સહી કરવા કરતાં હું મરવાનું વધુ પસંદ કરીશ. પણ છતાં મને સહી કરવાની સલાહ આપવામાં આવી. આખરે, મેં હાઇકોર્ટનો સંપર્ક કર્યો.'

India-Pakistan-Border1
aajtak.in

કોર્ટે કેસની સુનાવણી કરી અને નોટિસ પર સ્ટે મૂક્યો. કહ્યું કે, અરજદારોને જમ્મુ-કાશ્મીર છોડવા માટે ન તો કહેવામાં આવે કે ન તો તેમને દબાણ કરવામાં આવે. ન્યાયાધીશ રાહુલ ભારતીએ પૂંચના ડેપ્યુટી કમિશનરને અરજદારોની મિલકતની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

પરિણામ એ આવ્યું કે ઇફ્તિખાર અલી અને તેના આઠ ભાઈ-બહેનો હવે ગામમાં પાછા ફર્યા છે. કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલીને નોટિસ મળી હતી. પરંતુ તેમની પત્ની કે તેમના ત્રણ સગીર પુત્રોને નોટિસ મળી નહીં. કારણ કે તે બધા ભારતમાં જન્મ્યા હતા.

India-Pakistan-Border2
financialexpress.com

નવ બાળકોમાં આઠમો ઇફ્તિખાર અલી બે વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા, ફકરુદ્દીન અને ફાતિમા બેગમ, તેને તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં લાવ્યા. તેમની અરજીમાં, ઇફ્તિખાર અને તેના ભાઈ-બહેનોએ જણાવ્યું હતું કે, તેઓ સલવાહ ગામમાં લગભગ 17 એકર જમીન અને એક ઘર ધરાવે છે.

ઇફ્તિખાર 90ના દાયકાના અંતમાં રાજ્ય પોલીસમાં જોડાયા. જ્યારે આતંકવાદ ચરમસીમાએ હતો. તે જણાવે છે કે, તેમની પહેલી પોસ્ટિંગ 1998માં રિયાસી જિલ્લાના ગુલાબગઢ વિસ્તારમાં દેવલ પોલીસ ચોકીમાં થઈ હતી.

હવે ઇફ્તિખાર અલીએ આ મુશ્કેલ સમયમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દળ તરફથી મળેલી મદદની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તેમના પાછા ફર્યા પછી તેમના ઘરે મુલાકાતીઓનો સતત પ્રવાહ આવી રહ્યો છે. દરેક વ્યક્તિ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related Posts

Top News

ભારતના અધિકારીઓ ગૌતમ અદાણીને સમન્સ મોકલતા જ નથી, USની એજન્સીનો આરોપ

ગૌતમ અદાણીની મુસીબત વધે તેવા સમાચાર સામે આવ્યા છે.અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ કમિશન (SEC)એ ન્યુયોર્ક કોર્ટને કહ્યું છે...
Business 
ભારતના અધિકારીઓ ગૌતમ અદાણીને સમન્સ મોકલતા જ નથી, USની એજન્સીનો આરોપ

યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
Tech and Auto 
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.