- National
- બિહાર મતદાનઃ RJDનો આરોપ- 'લાઈટ ગઈ તો મતદાન પણ ધીમું થઇ ગયું?' પંચે કહ્યું- 'ખોટી માહિતી આપવાનું બંધ
બિહાર મતદાનઃ RJDનો આરોપ- 'લાઈટ ગઈ તો મતદાન પણ ધીમું થઇ ગયું?' પંચે કહ્યું- 'ખોટી માહિતી આપવાનું બંધ કરો!'
રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાર્ટીએ બિહાર ચૂંટણીમાં મતદાન જાણી જોઈને ધીમું કરાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે, તેમના મજબૂત બૂથ પર જાણી જોઈને વીજળી કાપવામાં આવી રહી છે. તેના જવાબમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આવું કંઈ થઈ રહ્યું નથી. તેમણે આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે.

બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે, ગુરુવાર, 6 નવેમ્બરના રોજ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન, RJDએ X પર પોસ્ટ કરીને ધીમા મતદાનનો આરોપ લગાવ્યો. પાર્ટીએ લખ્યું, 'પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મહાગઠબંધનના મજબૂત બૂથ પર મતદાન ધીમું કરાવવાના ઇરાદાથી વચ્ચે વચ્ચે વીજળી કાપવામાં આવી રહી છે. જાણી જોઈને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું છે. કૃપા કરીને, ચૂંટણી પંચ, વિલંબ કર્યા વિના આવી ગરબડી, ખરાબ નિયત અને દુષ્ટ ઇરાદાની નોંધ લે અને તાત્કાલિક કાર્યવાહી કરે.'
https://twitter.com/RJDforIndia/status/1986301228826157317

આના પર ચૂંટણી પંચે પણ થોડા સમય પછી જવાબ આપ્યો. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ RJDની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો અને ભ્રામક છે. બિહારના તમામ મતદાન મથકો પર મતદાન સરળતાથી ચાલી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ નિષ્પક્ષ, પારદર્શક અને સરળ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તમામ માનક પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. આવા ભ્રામક પ્રચારનો કોઈ આધાર નથી.'
https://twitter.com/CEOBihar/status/1986307406381654481

અહીં તમને બતાવી દઈએ કે, બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં CM નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને સમ્રાટ ચૌધરી સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ દ્વારા જીતેલી બેઠકોનો સમાવેશ થાય છે. મતદાનના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધીમાં 27.65 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં બેગુસરાયમાં સૌથી વધુ 30.37 ટકા મતદાન થયું હતું. રાજધાની પટનામાં સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન 23.71 ટકા થયું હતું. બિહારના ભૂતપૂર્વ CM લાલુ પ્રસાદ યાદવે પણ તેમના પરિવાર સાથે મતદાન કર્યું. તેમની સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રીઓ રોહિણી આચાર્ય અને મીસા ભારતી અને પુત્રવધૂ રાજશ્રી યાદવ પણ હતા.

