ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બનાવવાની વાત ક્યાંથી આવી?

મેરઠના ભાજપ સાંસદ તેમજ રામાયણ ધારાવાહિકમાં ભગવાન રામના પાત્ર માટે જાણીતા અરુણ ગોવિલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “ભારત હિંદુ રાષ્ટ્ર જ છે, બનાવવાની વાત ક્યાંથી આવી?” તેમણે દલીલ કરી કે મુગલ આક્રમણ પહેલાં અહીં બીજો કોઈ ધર્મ પ્રચલિત નહોતો ભારતને ‘દેવભૂમિ’ અને ‘ભારત માતા’ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી હિંદુ રાષ્ટ્રની વાત પહેલેથી જ સ્થાપિત છે.

અહીં ફરી એક વાર ભારતની રાષ્ટ્રીય ઓળખના મૂળભૂત પ્રશ્નને ઉભો થાય છે. બંધારણની પ્રસ્તાવનામાં ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ ‘ધર્મનિરપેક્ષતા’ (Secularism) શબ્દ 1976માં 42મા સુધારા દ્વારા ઉમેરાયો હતો પરંતુ તેનો આધાર સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ રહ્યો છે જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિત તમામ સમુદાયોએ સાથે મળીને લડત આપી હતી.

1715327117ARUN-GOVIL

એક તરફ જે લોકો માને છે કે ભારતની સાંસ્કૃતિક ધારા મુખ્યત્વે હિંદુ છે અને તેના પર આધારિત રાષ્ટ્રીય ઓળખ સ્વાભાવિક છે તો બીજી તરફ ઘણા લોકો માને છે કે ધર્મનિરપેક્ષ બંધારણ જ દેશની વિવિધતાને એકતામાં બાંધી રાખવાનું સૌથી મજબૂત સાધન છે. જો રાજ્ય કોઈ એક ધર્મને અધિકૃત રીતે પ્રાધાન્ય આપે તો લઘુમતી સમુદાયોમાં અસુરક્ષાની ભાવના વધી શકે છે જે રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક બની શકે.

અરુણ ગોવિલનું નિવેદન કદાચ ભાવનાત્મક અને સાંસ્કૃતિક સ્તરે સાચું લાગે પરંતુ કાયદાકીય અને બંધારણીય સ્તરે ભારત હજુ પણ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ ચર્ચા ફક્ત નિવેદનોની નથી પરંતુ દેશના ભવિષ્યની દિશા અને સમાજની સમાનતાની છે. બન્નેવ મતના પક્ષોએ સંવાદ દ્વારા નહીં કે ધ્રુવીકરણ દ્વારા એક થઈને આ મુદ્દાનો ઉકેલ શોધવો જોઈશે જેથી દેશના દરેક નાગરિકને પોતાના દેશમાં સમાન ગૌરવ અને સુરક્ષા અનુભવાય.

About The Author

Related Posts

Top News

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ રમવાની છે....
Sports 
પાકિસ્તાનની નવી ડિમાન્ડ પોલિટિક્સ! ભારત સાથે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે 3 શરતો મૂકી, શું ICC સહમત થશે?

‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

કાનપુર શહેરના પંકી સેક્ટર-2માં આવેલી HDFC બેંક શાખા એ સમયે અખાડો બની ગઈ, જ્યારે એક મહિલા કર્મચારીએ...
National 
‘તારા પતિને સમજાવ, હું ઠાકુર છું...’ HDFC બેંકમાં મહિલા કર્મચારીનો હાઈવોલ્ટેજ ડ્રામા, ગ્રાહકને ગાળો ભાંડી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.