ભારતનું 'સાઇલેન્ટ વિલેજ', જ્યાં અડધાથી વધુ રહેવાસીઓ બોલી કે સાંભળી શકતા નથી

ભારતમાં ઘણા એવા ગામડાઓ છે જે તેમની અનોખી પરંપરાઓ અને રહસ્યમય ઓળખને કારણે ચર્ચામાં રહે છે. આવું જ એક સ્થળ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલું ધડકાઈ (અથવા દધકાઈ) ગામ છે, જે દેશભરમાં 'સાઇલેન્ટ વિલેજ' તરીકે ઓળખાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે મોટી સંખ્યામાં રહેવાસીઓ સાંભળી કે બોલી શકતા નથી; ગામમાં રહેનારા ઘણા પરિવારોમાં ઓછામાં ઓછો એક સભ્ય મૂક-બધિર છે. આ જ કારણ છે કે, અહીં સામાન્ય ગામોની જેમ બાળકોના અવાજો, વાતચીત કરવાના અને સામાન્ય ગામડાઓમાં જોવા મળતા સામાન્ય ધમાલના અવાજો અહીં ઓછા સંભળાય છે. લોકો સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને એક-બીજા સાથે વાતચીત કરે છે.

પરિસ્થિતિ શું છે?

એવું કહેવામાં આવે છે કે ગામમાં મૂક-બધિર બાળકનો પહેલો કેસ 1901માં નોંધાયો હતો. ત્યારબાગ સમય જતા આવા કેસોની સંખ્યામાં વધારો થયો, અને આજે ગામના ઘણા પરિવારો આ સમસ્યાથી પ્રભાવિત છે. આ કોઈ શ્રાપનું નહીં, પરંતુ આનુવંશિક પરિબળોનું પરિણામ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લાંબા સમય સુધી બંધ સમુદાયમાં લગ્નો થવાને કારણે આ આનુવંશિક લક્ષણ પેઢી દર પેઢી આગળ વધતું ગયું. જો કે, ગામના કેટલાક વડીલો હજુ પણ આ સ્થિતિને પ્રાચીન અભિશાપ તરીકે જોડીને જુએ છે.

silent-village-of-india2
globalhealthnow.org

આ ગામમાં રહેનારા લોકો તેમનું સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે છે. ખેતી, પશુપાલન અને નાના પાયે નોકરીઓ તેમની આવકના પ્રાથમિક સ્ત્રોત છે. જે લોકો સાંભળી કે બોલી શકતા નથી તેઓ સાંકેતિક ભાષા દ્વારા તેમના પરિવારો અને સાથી ગ્રામજનો સાથે સરળતાથી વાતચીત કરે છે. શૈક્ષણિક અને આરોગ્યસંભાળ સુવિધાઓનો અભાવ અહીં એક મહત્ત્વપૂર્ણ પડકાર છે. 

silent-village-of-india
reuters.com

સ્થાનિક લોકોનું કહેવું છે કે વિશેષ શિક્ષણ અને સારી તબીબી સંભાળ મળવાથી મૂક-બધિર બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય વધુ સુરક્ષિત બનાવી શકાય છે. તાજેતરના વર્ષોમાં આ ગામની કહાની દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની છે. ઘણાં સંશોધકો અને ડૉક્ટરો અહીં પહોંચીને અભ્યાસ કરી ચૂક્યા છે. તેમનો હેતુ આ દુર્લભ આનુવંશિક સ્થિતિને સમજવા અને ભવિષ્ય માટે ઉકેલ શોધવા માટે કામ કરવાનો છે.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.