મહેંદી, હલ્દી પછી જયમાલા... MBA પાસ છોકરીએ 'ભગવાન શંકર' સાથે લગ્ન કર્યા!

મધ્યપ્રદેશના દતિયામાં એક છોકરીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. MBA પાસ યુવતીના લગ્ન બ્રહ્માકુમારી આશ્રમમાં થયા. નિકિતા નામની છોકરીના લગ્ન કોઈ મનુષ્ય સાથે નહિ પરંતુ ભગવાન શંકર સાથે થયા હતા. બ્રહ્માકુમારી આશ્રમમાં લગ્નની વિધિઓ બાદ લગ્નની વાડીમાં રાત્રે વરમાળા પહેરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જોરદાર નાચવાનો અને ગાવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વાસ્તવમાં, MBA પાસ નિકિતા ચૌરસિયાએ દુલ્હનના વેશમાં સજ્જ થઈને કોઈ મનુષ્ય સાથે નહીં પરંતુ  ભગવાન શંકર સાથે લગ્ન કર્યા છે. બ્રહ્માકુમારી આશ્રમમાં હળદર-મહેંદીની વિધિ થઈ હતી. મંગળ ગીતો ગાવામાં આવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ બાદ નિકિતાએ લગ્નની વાડીમાં ભગવાન શંકરને વારમાળા પહેરાવી, અને સાત ફેરા લઈને ભગવાન શંકરને પોતાના પતિ માની લીધા હતા.

નિકિતા કહે છે કે, આજ કાલ દુનિયાનો દરેક મનુષ્ય દુઃખી છે, એટલા માટે અમે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને ભગવાન શિવને પોતાના પતિ માનીને હું મારું જીવન તેમના માટે અર્પિત કરી રહી છું. નિકિતાએ કહ્યું કે, જ્યારે અમે ભગવાન શિવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમારા પરિવાર અને મિત્રોએ પણ અમારા આ નિર્ણયને યોગ્ય ઠેરવીને અમને ટેકો આપ્યો હતો.

નિકિતાના સંબંધીઓનું કહેવું છે કે, આપણે હંમેશા ભગવાનની પૂજા આરતી કરીએ છીએ, પરંતુ એ વ્યક્તિ કે જે હંમેશને માટે ભગવાનના થઇ જાય છે, તે કંઈ અનોખા જ હોય છે, નિકિતા તેમાંની એક છે કે જેણે આવી હિમ્મત કરી છે. નિકિતાના ભગવાન શંકર સાથે લગ્ન કરવા પર સમાજના લોકોની પ્રતિક્રિયા યોગ્ય નથી, પરંતુ જે લોકો સારા કામ કરે છે તેમનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. પરંતુ અમે નિકિતાના આ સાહસી પગલાંની સરાહના કરીએ છીએ. નિકિતાના લગ્ન કરાવનાર બ્રહ્માકુમારી આશ્રમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ભગવાન સાથે એક થવાનો એક રસ્તો છે, અમને આનાથી ખૂબ જ ખુશી થઇ રહી છે.

સાંસારિક જીવનનો ત્યાગ કરવો એ બહુ અઘરું કામ છે અને પરંપરાના પ્રવાહની વિરુદ્ધ જઈને અને સમાજની પરવા ન કરીને મીરાબાઈની જેમ ભગવાનને પોતાના પતિ તરીકે સ્વીકારવા એ પણ સૌથી વધુ અઘરું છે, પરંતુ નિકિતાએ MBAનું શિક્ષણ મેળવ્યા પછી પણ આ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.

Top News

દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

દર મહિને 427 કરોડ રૂપિયાની કમાણી કરતો અને દુનિયાનો નંબર વન યુટ્યુબર ગણાતો મિસ્ટર બિસ્ટ મંદિરના એક વીડિયોમાં ફસાયો છે....
World 
દર મહિને 427 કરોડની કમાણી કરતો આ યૂટ્યૂબર મંદિરના વીડિયોમાં ફસાયો

Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા

અંગ્રેજીમાં એક શબ્દ છે: inevitable. મતલબ કે, આ થવાનું જ હતું. આ તો પહેલેથી જ નક્કી હતું. ભારતના ઈ-કોમર્સ, ઓટીટી...
National 
Zomatoવાળા તો જબરા છે, પાછું ખાવાનું મંગાવવું મોંઘુ કરી દીધું, હવે આના માટે પણ આપો પૈસા

ભારતીય શેરબજાર ઓવરપ્રાઈઝ્ડ, દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફેબરે કહ્યું- 1 વર્ષમાં...

વિશ્વભરના બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે, ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અને 'ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ'ના એડિટર માર્ક ફેબર માને છે...
Business 
ભારતીય શેરબજાર ઓવરપ્રાઈઝ્ડ, દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફેબરે કહ્યું- 1 વર્ષમાં...

મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે

મહારાષ્ટ્ર સરકારે કાર ખરીદનારાઓ માટે મોટો  નિર્ણય લીધો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકે જાહેરાત કરી કે, હવેથી કોઇ...
National 
મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.