હાઇ કોર્ટનો મોટો નિર્ણય, બહેનો નથી હોતી પરિવારનો હિસ્સો, ભાઈની જગ્યાએ સંપત્તિ...

કર્ણાટક હાઇ કોર્ટે હાલમાં જ કહ્યું કે, બહેનો પરિવારની સભ્ય હોતી નથી. હાઇ કોર્ટે એક સરકારી કર્મચારીના મોત બાદ તેની બહેનના નોકરી પર દાવાને ફગાવતા આ વાત કહી. નિયમો અનુસાર, જો કોઈ સરકારી કર્મચારીનું મોત નોકરી પર રહે થઈ જાય છે તો તેના પરિવારના કોઈ સભ્યને તેની જગ્યા પર નોકરી આપવાનું પ્રાવધાન છે. આ જ નિયમો હેઠળ બહેને ભાઈના મોત બાદ કંપની પાસે નોકરીની માગ કરી હતી.

મહિલાએ પોતાની અરજીમાં ભાઈની જગ્યાએ નોકરીની માગ કરી હતી, પરંતુ હાઇ કોર્ટે મહિલાની અરજીને એમ કહેતા ફગાવી દીધી કે બહેન પરિવારની પરિભાષામાં આવતી નથી. ચીફ જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે અને જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતની બેન્ચે એમ કહ્યું કે, એક બહેન પોતાના ભાઈના પરિવારની પરિભાષામાં સામેલ નથી. બહેનો પરિવારનો હિસ્સો હોતી નથી. કંપની એક્ટ 1956 અને કંપનીઝ એક્ટ 2013નો સંદર્ભ આપતા કંપનીએ બહેનને એ જ કાયદા હેઠળ નોકરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ કેસ કર્ણાટકના તુમકારુનો બતાવવામાં આવી રહ્યો છે. અહી બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ કંપની લિમિટેડમાં એક કર્મચારી પદ પર ફરજ બજાવવા દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેની બહેને ભાઈની જગ્યાએ કંપની પાસે નોકરીની માગ કરી હતી, પરંતુ કંપનીએ એ માગને નકારી દીધી, ત્યારબાદ તે સેશન કોર્ટ પહોંચી, જ્યાં એકલ જજે અરજી ફગાવી દીધી.ત્યારબાદ તેણે હાઇ કોર્ટનો દરવાજોન ખખડાવ્યો, જ્યાં બે જજો ચીફ જસ્ટિસ પ્રસન્ના બી. વરાલે અને જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતની બેન્ચે કહ્યું કે, એક બહેન પોતાના ભાઈના પરિવારની પરિભાષામાં સામેલ નથી.

માત્ર એટલે કે તે બહેન છે, તેને મૃતકના પરિવારનો હિસ્સો નહીં માની શકાય. ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે, કોર્ટ પરિવારની પરિભાષાની રૂપરેખાનો વિસ્તાર નહીં કરી શકે, જ્યાં નિયમ બનાવનારાઓએ પહેલાથી અલગ-અલગ શબ્દોમાં વ્યક્તિઓને પરિવારના સભ્યના રૂપમાં પરિભાષિત કરી રાખી છે. આ હાલતમાં પરિભાષામાં એકને જોડી કે હટાવી નહીં શકે. બેન્ચે કહ્યું કે, જો બહેન દ્વારા આપવામાં આવેલા તર્કને સ્વીકાર પણ કરવામાં આવે છે તો તે નિયમોને ફરીથી લખવા જેવુ હશે, એટલે તર્કને સ્વીકાર નહીં કરી શકાય.

કર્મચારીની બહેન પલ્લવીએ સંદર્ભ આપતા કહ્યું કે, તે પોતાના ભાઈ પર નિર્ભર હતી અને તે મારા પરિવારનો સભ્ય હતો અને તે પરિવારમાં સભ્ય હોવાના સંબંધે મને નોકરી મળવી જોઈએ. તો કંપની તરફથી તેની વિરુદ્ધ જવાબ આપતા કહેવામાં આવ્યું કે, કોઈ પણ વ્યક્તિને વળતરના આધાર પર નોકરી આપવું સામાનતાના નિયમ વિરુદ્ધ છે. કેમ કે જો નિયમને સારી રીતે માનવામાં આવે તો બહેન પોતાના ભાઈના મોત બાદ કોઈ પણ નોકરીની હકદાર નથી હોતી. નિયમ અનુસાર જો કોઈ સરકારી કર્મચારીનું મોત ડ્યૂટી દરમિયાન થઈ જાય છે તો તેની નોકરી પરિવારના કોઈ સભ્યને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.  

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.