રોલ્સ રોય્સમાં હતા બિઝનેસમેન વિકાસ માલૂ, 200ની સ્પીડથી ટેન્કરને મારેલી ટક્કર

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નૂહ પાસે જે ડીઝલ ટેન્કર અને રોલ્સ રોય્સ ફેન્ટમ કારનો અકસ્માત થયો છે, એ કારમાં પ્રસિદ્ધ બિઝનેસમેન વિકાસ માલૂ સવાર હતા. વિકાસ માલૂ કુબેર ગ્રુપના માલિક છે. આ અકસ્માતમાં વિકાસ પણ ઇજાગ્રસ્ત થયા છે. તેમની સારવાર ગુરુગ્રામની હૉસ્પિટલમાં ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સોમવારે વિકાસનું ઓપરેશન કરવામાં આવશે. અકસ્માત સમયે કારની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. વિકાસ માલૂના વકીલ આર.કે. ઠાકુરે આ ઘટનાને લઈને વાતચીત કરી. વકીલનું કહવું છે કે રોલ્સ રોય્સ ફેન્ટમ કાર કોઈ બીજું ચલાવી રહ્યું હતું. વિકાસ કારમાં બેઠા હતા.

વિકાસ માલૂ સારી રીતે ચાલી શકતા નહોતા તો તે કાર કેવી રીતે ચલાવતા. આ અકસ્માતમાં વિકાસના હિપ્સમાં ઇજા થઈ છે. તેમને ગુરુગ્રામની મેદાન્તા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. સોમવારે વિકાસનું ઓપરેશન કરવામાં આવશે. વકીલનું કહેવું છે કે, કાર ચલાવનાર ડ્રાઈવરનું નિવેદન પોલીસે લઈ લીધું છે. 9 માર્ચ 2023ના રોજ બૉલિવુડના પ્રસિદ્ધ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકનું મોત વિકાસ માલૂના ફાર્મ હાઉસમાં થઈ ગયું હતું. સતીશ હોળીના દિવસે (8 માર્ચના રોજ) મુંબઈથી આવેલા એક્ટર સતીશ કૌશિક વિકાસ માલૂના દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ પર બપોરે આયોજિત પાર્ટીમાં સામેલ થયા હતા.

આ પાર્ટીમાં ગુટખા કિંગ વિકાસ માલૂ સહિત ઘણા મોટા બિલ્ડર પણ હતા. સતીશ અને વિકાસ વચ્ચે છેલ્લા 30 વર્ષથી ગાઢ મિત્રતા હતી. બંને મિત્ર એક-બીજાના નાના-મોટા પ્રોગ્રામમાં સામેલ થતા હતા. રિપોર્ટ્સ મુજબ, એક્ટર સતીશ કૌશિક પોતાના મિત્ર વિકાસ માલૂના ઘર A-5 પુષ્પાંજલિમાં રોકાયા હતા. પાર્ટીવાળી રાતે એક્ટરના છાતીમાં દુઃખાવો થયો અને તેને ફોર્ટિસ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળવા અગાઉ જ તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે એક્ટરનું મોત થયું હતું.

બિઝનેસ જગતમાં વિકાસ માલૂનું મોટું નામ છે. દેશ-દુનિયામાં તેનો મોટો બિઝનેસ છે. કુબેર ગ્રુપ બાબતે દરેક જાણે છે. આ ગ્રુપના માલિક વિકાસ માલૂ છે. કુબેર ગ્રુપે તંબાકુ સાથે બિઝનેસની શરૂઆત કરી હતી, પરંતુ આજે ગ્રુપ કુલ 45 પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલું છે. કુબેર ગ્રૂપના બિઝનેસ 50 દેશોમાં ફેલાયેલો છે. વિકાસ માલૂને એક શાનદાર બિઝનેસ રણનીતિકાર માનવામાં આવે છે. સૌથી પહેલા તેમને કુબેર એક્વા મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વિકાસ માલૂ ગ્રુપની 12 કંપનીઓમાં ડિરેક્ટર હતા. હાલમાં તેમને વર્ધમાન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે.

કુબેર ગ્રુપનો પાયો વર્ષ 1985માં વિકાસ માલૂના પિતા મૂળચંદ માલૂએ રાખ્યો હતો. સૌથી પહેલા તેમણે તંબાકુનો બિઝનેસ શરૂ કર્યો હતો. કુબેર તંબાકુની શરૂઆત વર્ષ 1989માં થઈ હતી. આજની તારીખમાં તંબાકુ સેગમેન્ટમાં આ એક મોટી બ્રાન્ડ છે. કુબેર તંબાકુનો માત્ર ભારતમાં જ 2 મિલિયન ડૉલરથી વધારાનો બિઝનેસ છે. કંપની મુજબ દેશમાં કુલ 14 લાખ વેન્ડર છે, એ સિવાય ઘણા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કુબેર ગ્રુપ તમામ પ્રકારના પાન મસાલા, માઉથ ફ્રેશનર, સુગંધિત (અગરબત્તી અને ધૂપ)નો પણ બિઝનેસ કરે છે.

વર્ષ 1993માં વિકાસ માલૂને કુબેર ગ્રુપના ડિરેકટર બનાવવામાં આવ્યા હતા. તેમણે પિતાના પદ ચિહ્નો પર ચાલતા બિઝનેસનો એક મોટો અધ્યાય આપ્યો. કુબેર ગ્રુપની FMCG સેક્ટરમાં પણ ખૂબ મજબૂત પકડ છે. બધા પ્રકારના મસાલા ચા, હિંગ, દાળો, ચોખા, નાસ્તા અનાજ, અથાણું, પાપડ, કેશ તેલ, ધૂપ-અગરબત્તી, સુપારી અને માઉથ ફ્રેશનરનો બિઝનેસ છે. એ સિવાય પેકેજિંગ, લેમિનેશન, મેટલાઇઝિંગ, હેલોગ્રાફિક, પોલી ફિલ્મ્સ, ડિસ્પોઝલ આઈટમ, રિયલ એસ્ટેટ, વિમાનન અને હૉટલ ઉદ્યોગ સાથે પણ કુબેર ગ્રુપ જોડાયેલું છે.

કુબેર માર્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને આસમાન સુધી પહોંચાડવાનો શ્રેય વિકાસ માલૂને જાય છે. છેલ્લા 36 વર્ષના ઇતિહાસમાં મુંબઈ સ્થિત કુબેર ગ્રુપે પોતાની જાતને બજારને અનુકૂળ બનાવવા માટે આર્થિક રીતે વિકસિત કર્યું. ગ્રુપે એન.વી. લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડને લક્ઝરી ગૂડ્સ સેગમેન્ટમાં મોટો ખેલાડી બનાવ્યું. ડેવિડ ઓફ સિગાર કુબેર ગ્રુપના પોર્ટફોલિયોમાં લક્ઝરી બ્રાન્ડ્સમાંથી એક છે.

About The Author

Related Posts

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.