- National
- 150 કરોડના ખર્ચે બનેલા RSSના હેડક્વાર્ટર કેશવકુંજ વિશે જાણો તમામ માહિતી
150 કરોડના ખર્ચે બનેલા RSSના હેડક્વાર્ટર કેશવકુંજ વિશે જાણો તમામ માહિતી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના દિલ્હીમાં બનેલા નવા હેડક્વાર્ટર કેશવ કુંજનું મોહન ભાગવતે બુધવારે ઉદઘાટન કર્યું ત્યારે અમિત શાહ, રાજનાથ સિંહ, જે પી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ નવા હેડક્વાર્ટર વિશે તમને તમામ માહિતી આપીશું.
દિલ્હીમાં દેશબંધુ ગુપ્તા રોડ પર RSSનું નવું હેડક્વાર્ટર બન્યું છે. જે 150 કરોડ રૂપિયામાં તૈયાર થયું છે. 75,000 લોકો પાસેથી મેળવેલી દાનની રકમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 12 માળના 3 ટાવર તૈયાર કરવામાં આવ્યા છે, જેને સાધના, પ્રેરણા અને અર્ચના નામ આપવામાં આવ્યા છે.
#नई #दिल्ली में #RSS ने किया नए मुख्यालय ‘केशव कुंज’ का उद्घाटन#KeshavKunj #केशवकुंज pic.twitter.com/K76hZrFpcs
— Nikhil Kumar Rastogi (@NikhilkRastogi) February 19, 2025
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત માટે 11મા માળે ઘર બનાવવામાં આવ્યું છે. 27 સપ્ટેમ્બર 1925ના દિવસે કેશવરામ બલિરામ હેડગેવારે નાગપુરમાં RSSની સ્થાપના કરેલી એટલે દિલ્હીના હેડક્વાર્ટરને કેશવ કુંજ નામ આપવામાં આવ્યું છે.