દારૂ નીતિ એક બહાનું છે, અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનું છેઃ CM કેજરીવાલ

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પીએમ આ સમયે ઈન્દિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી હજારો લોકો સાથે વાત થઈ, જનતામાં ભારે રોષ છે. જનતા કહી રહી છે કે ભાજપના લોકો શું કરી રહ્યા છે. તેઓ જેને ઈચ્છે છે, તેમને જેલમાં ધકેલી દે છે. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે, જ્યારથી તેઓ પંજાબ જીતી ગયા છે, તેઓ તેને સહન કરી શકતા નથી, આમ આદમી પાર્ટી તોફાન છે. આ હવે અટકવાનું નથી, આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે. અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશું. એક સમયે ઈન્દિરાએ અતિ કરી હતી, હવે વડાપ્રધાન કરી રહ્યા છે. ઉપરવાળો પોતાનું ઝાડું ચલાવશે.

ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દારૂની નીતિ એક બહાનું છે, તેમનો અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનો છે. તેમણે કહ્યું કે જો મનીષ સિસોદિયા આજે ભાજપમાં જોડાય જાય તો આવતીકાલે તેમને મુક્ત કરી દેવામાં આવશે. કેજરીવાલે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને મહાન દેશભક્ત ગણાવ્યા.

કેજરીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કહે છે કે દેશને આ બે મંત્રીઓ પર ગર્વ છે. આ બંને મંત્રીઓએ દેશનું નામ રોશન કર્યું છે. સત્યેન્દ્ર જૈને વિશ્વને સ્વાસ્થ્યનું નવું મોડેલ આપ્યું. મનીષ સિસોદિયાએ સરકારી શાળાઓનો કાયાકલ્પ કરીને સૌને ચોંકાવી દીધા. સમગ્ર વિશ્વને શિક્ષણનું મોડેલ આપ્યું, જેણે નામના અપાવી, વડાપ્રધાને બંનેને જેલમાં ધકેલી દીધા. દારૂ પોલિસી માત્ર એક બહાનું છે, બધું જ નકલી છે. પીએમ ઈચ્છે છે કે સારું કામ રોકવામાં આવે, અમે જે કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી. જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ એક પણ શાળા સુધારી શક્યા નથી. હોસ્પિટલ ઠીક કરી નથી, તેથી જ તેઓ કેજરીવાલને રોકવાનું કામ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.