કૃષિ વિભાગના અધિકારી પુષ્પાના ઘરે દરોડા, સોનાના દાગીનાનો ભંડાર મળ્યો

કર્ણાટક લોકાયુક્તે બુધવારે રાજ્યભરમાં એક સાથે દરોડા પાડ્યા, 10 સરકારી અધિકારીઓના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ બધા અધિકારીઓ પર તેમની આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.

લોકાયુક્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુ શહેર, બેંગલુરુ દક્ષિણ, રાયચુર, ચિત્રદુર્ગ, તુમકુરુ, શિવમોગા અને કલબુર્ગીમાં આ અધિકારીઓના ઘરો અને ઓફિસોની તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન, કૃષિ વિભાગના AEO પુષ્પાના ઘરેથી મોટી માત્રામાં સોનાના દાગીના અને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, અને તેમની કિંમતનું મૂલ્યાંકન કરવા માટે એક સોનીને બોલાવવામાં આવ્યો છે.

Lokayukta Raids Karnataka
aajtak.in

પુષ્પાના ઘરેથી જપ્ત કરાયેલા દાગીના અને રોકડની ગણતરી અને મૂલ્યાંકન ચાલુ છે, ત્યાર પછી સમગ્ર કેસનું ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જશે.

લોકાયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા 10 અધિકારીઓમાં કૃષ્ણ ભાગ્ય જલ નિગમ લિમિટેડ, રાયચુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બસનગૌડ પાટિલ, ચિત્રદુર્ગની કૃષિ ઇજનેરી (બાગાયતી) યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર શંકર M, અને ચિત્રદુર્ગના વોટરશેડ ડેવલપમેન્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દુગ્ગપ્પા B. H.નો સમાવેશ થાય છે

આ ઉપરાંત, બેંગલુરુ PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નરેન્દ્ર કુમાર, KRIDL બેંગલુરુ રેન્જ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર પ્રવીણ B શ્રી હરિ, અને બેંગલુરુ APMCના ડેપ્યુટી ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) પુષ્પા DR પણ દરોડામાં સામેલ હતા.

10

દરોડામાં તુમકુરૂમાં લઘુ સિંચાઈ વિભાગના સહાયક ઇજનેર મધુસુદન N, બેંગલુરુ દક્ષિણના કુંબલગોડુ પંચાયતના PDO થિમ્મે ગૌડા, શિવમોગા વન સંશોધન વિભાગના સહાયક સંરક્ષક કિરણ અંગડી, અને કલબુર્ગીના GESCOM ખાતે સહાયક કાર્યકારી ઇજનેર (ઇલેક્ટ્રિકલ) અમૃત રાવનો પણ આ કાર્યવાહીમાં સમાવેશ થાય છે.

લોકાયુક્ત ટીમ આ બધા અધિકારીઓની મિલકતની તપાસ કરી રહી છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમની પાસે રહેલી મિલકત તેમના પગાર અને આવક સાથે મેળ ખાય છે કે નહીં.

About The Author

Related Posts

Top News

'દરેક ગલી-મોહલ્લામાં બતાવીશું ખાલડાની કહાની, શીખ સંગઠનની જાહેરાત

દિલજીત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'ને ZEE5 પરથી દૂર કરવા અંગેનો વિવાદ વધતો જ રહ્યો છે. હવે, દિલ્હી...
Entertainment 
'દરેક ગલી-મોહલ્લામાં બતાવીશું ખાલડાની કહાની, શીખ સંગઠનની જાહેરાત

શેરબજારમાં અચાનક 1,600 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ ધોવાયા, કારણ છે ટ્રમ્પ

શેરબજારમાં અચાનક ઉથલપાથલ (ક્રેશ) જોવા મળી છે. અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે ખુલ્યા બાદ, ટ્રેડિંગના અંતિમ કલાક...
Business 
શેરબજારમાં અચાનક 1,600 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ ધોવાયા, કારણ છે ટ્રમ્પ

UPના યુવકે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિની નજીકનો હોવાનો દાવો કરીને રૂ. 440 કરોડનો ખેલ કરી નાખ્યો

લખનૌમાં જન્મેલા ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ ગૌરવ શ્રીવાસ્તવ ચર્ચામાં છે. તેના પર આરોપ છે કે, પોતાને CIA સાથે જોડાયેલા અધિકારી તરીકે પોતાને...
Business 
UPના યુવકે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિની નજીકનો હોવાનો દાવો કરીને રૂ. 440 કરોડનો ખેલ કરી નાખ્યો

નિવૃત્ત અધિકારીના ઘરે મળ્યો ખજાનો, 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને 1.62 કરોડ રોકડા અને...

ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ વિભાગના નિવૃત્ત સહાયક વિભાગીય પરિવહન અધિકારી લલિત કુમાર આધુનિક યુગના કુબેર હોવાનું બહાર આવ્યું. બે વર્ષ પહેલાં...
National 
નિવૃત્ત અધિકારીના ઘરે મળ્યો ખજાનો, 13 કિલો સોનું, 9 કિલો ચાંદી અને 1.62 કરોડ રોકડા અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.