પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ, લગ્નના ચક્કરમાં બન્યો ISI એજન્ટ; થઇ આટલી સજા

ઝારખંડનો એક વ્યક્તિ ઇન્ટરનેટ પર જ પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડ્યો. આ પછી તેને ખબર પણ ન પડી કે તેણે ક્યારે ISI માટે કામ કરવાનું શરૂ કર્યું. તેનું ધર્મ પરિવર્તન કરાવી નાંખવામાં આવ્યું હતું. વર્ષ 2007માં પુણે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી તેને સાત વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. ઘટનાને 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ પુણે પોલીસ હજુ પણ ISI એજન્ટ સલાહુદ્દીન શાહ અને તેની પુત્રી ફાતિમા વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પોલીસે વિદેશ મંત્રાલયની મદદ માંગી છે.

2005ની વાત છે. ઝારખંડનો રહેવાસી વિશાલ પુણે ભણવા આવ્યો હતો. અહીં તેને ઈન્ટરનેટ પર જ એક પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે હાદાપસાર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. યાહૂ મેસેન્જર દ્વારા તે યુવતી સાથે કલાકો સુધી ચેટ કરતો હતો. યુવતીએ જણાવ્યું કે, તે કરાચીની રહેવાસી છે. બંનેએ એકબીજાના પરિવારની માહિતી પણ શેર કરી હતી. પોલીસ રેકોર્ડ મુજબ ફાતિમા પાકિસ્તાનના ISI એજન્ટની પુત્રી હતી. વિશાલ તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે ફાતિમાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પહેલા ફાતિમાના પિતાએ ના પાડી હતી પરંતુ ત્યાર પછી તેઓ એ શરતે રાજી થયા હતા કે, વિશાલે ધર્મ પરિવર્તન કરવું પડશે.

ફાતિમાએ પોતાનો સેલ ફોન નંબર વિશાલને આપ્યો હતો. આ પછી વિશાલે STD બૂથ પરથી કલાકો સુધી વાત કરવાનું શરૂ કર્યું. સ્થિતિ એવી હતી કે તેણે STD બૂથ પરથી દોઢ લાખ રૂપિયાનો કોલ કર્યો હતો. બૂથના માલિકે પોલીસને જણાવ્યું કે વિશાલે તેને 40,000 રૂપિયા જ આપ્યા હતા. વિશાલ ફાતિમાના પરિવાર સાથે પણ ફોન પર વાત કરતો હતો. પોલીસ રેકોર્ડ મુજબ ફાતિમા અને તેના પિતાએ વિશાલને પાકિસ્તાન બોલાવ્યો હતો. તેણે એવી લાલચ આપી કે, વિશાલના લગ્ન ફાતિમા સાથે કરી આપવામાં આવશે અને પછી તેઓને લંડનમાં સેટલ કરી દેવામાં આવશે.

વિશાલે વિઝા માટે એપ્લાય કર્યું પણ રિજેક્ટ થયું. ત્યારબાદ ફાતિમાના પિતાએ તેને દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારી સૈયદ S. હુસૈન તિરમીજીનો નંબર આપ્યો અને કહ્યું કે, તે તેને મદદ કરશે. આ કેસમાં તિરમીજીનું નામ પણ સામે આવ્યું હતું. આ પછી વિશાલે તિરમીજીનો સંપર્ક કર્યો. તે દિલ્હી આવીને પહાડગંજ વિસ્તારમાં રહેવા લાગ્યો. આ દરમિયાન ફાતિમાના પિતાએ તેને ઘણી વખત પૈસા પણ મોકલ્યા હતા. તિરમીજીએ વિશાલ માટે વિઝાની વ્યવસ્થા કરાવી આપી. તેણે 2006 અને 2007માં એમ બે વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

પુણેના એક પૂર્વ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિશાલ જ્યારે પાકિસ્તાનથી પરત ફર્યો ત્યારે તેની પાસે કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ હતા. તેણે પુણેની આસપાસના લશ્કરી થાણા અને અન્ય સ્થળો વિશે માહિતી એકઠી કરી. તે પાકિસ્તાની એજન્ટને માહિતી આપવાનો હતો. આ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. જાસૂસીના આરોપમાં 8 એપ્રિલ 2007ના રોજ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી અનેક શંકાસ્પદ ફોટોગ્રાફ મળી આવ્યા હતા. તેઓ પુણેમાં NDAમાં પણ ગયો હતો. તેની પાસે ઘણી સંવેદનશીલ જગ્યાઓના ફોટોગ્રાફ્સ હતા. આ સિવાય સેનાના અધિકારીઓના ફોન નંબર પણ હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.