મહારાષ્ટ્રમાં 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા, જાણો શું છે આખો મામલો?

મહારાષ્ટ્રના વાશિમએક જિલ્લા કોર્ટે કસ્ટડીમાં જીવ ગુમાવવાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના લગભગ 15 વર્ષ પહેલા 10 મેના રોજ રિસોડ પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે પારધી સમુદાયના બેગ્યા પવારને સવારે 3:00 વાગ્યે તેના ઘરેથી ઉપાડી લીધો હતો.

પોલીસનું કહેવું હતું કે તેઓ તેને ફક્ત પૂછપરછ માટે લઈ જઈ રહ્યા હતા. જોકે, તેને સ્ટેશન પર લાવ્યા પછી અધિકારીઓએ બેગ્યા પવારને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેનો કસ્ટડીમાં જીવ જતો રહ્યો હતો. મૃતક બેગ્યા પવારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. ઘટના બન્યાના એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. પુત્રનો જીવ ગયા બાદ, તેના વૃદ્ધ માતા-પિતાએ ન્યાય મેળવવા માટે રિસોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેમણે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરિયાદમાં જે પોલીસ અધિકારીનું નામ સામેલ હતું, તેણે કેસ નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

2

યુવાન પારધી સમુદાયનો હતો અને તેના વિરોધમાં ભારે પ્રદર્શન અને માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારબાદ મૃતકની તબીબી તપાસ થઇ તો રિપોર્ટમાં તેના શરીરના અનેક હાડકાં તૂટી ગયા હોવાની વાત સામે આવી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ CID અધિકારી અનવર શેખને સોંપવામાં આવી હતી.

શેખે કેસના દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી. આ ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, બેગ્યા પવાર સાથે પોલીસ સ્ટેશનમાં ક્રૂરતાથી મારામારી કરવામાં આવી હતી. 15 વર્ષ સુધી કોર્ટમાં કાનૂની લડાઈ ચાલી.

Bhegya Pawar  case
deccanherald.com

 

અંતે વાશિમ જિલ્લા સત્ર કોર્ટના ન્યાયાધીશ ઝાપટેએ ચૂકાદો આપતા રિસોડ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ અધિકારી મહાદેવ માણિક ધાંડે અને અન્ય 8 પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. આ નવ આરોપીઓમાંથી બે પોલીસકર્મી હવે નિવૃત્ત થઈ ગયા છે. કોર્ટના ચૂકાદા બાદ બધા દોષિતોને વાશિમ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કાગળકામ પૂર્ણ થયા પછી, તેમને બીજા દિવસે અમરાવતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે.

About The Author

Related Posts

Top News

RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (...
Business 
RBIએ ક્રિપ્ટોકરન્સીને ભારત માટે ખતરો ગણાવ્યો

અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના...
Politics 
અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા

ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક...
Gujarat 
ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ

9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?

મહારાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ પડવાને કારણે રોજિંદું જનજીવનને ખોરવાઇ ગયું છે અને વરસાદે વિભાગની વ્યવસ્થા અને તૈયારીઓની પોલ ખોલી નાખી...
National 
9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.