- National
- મમતા બેનર્જીની TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર? કેમ લાગી રહ્યા છે એક તરફી પોલિટિક્સ કરવાના આરોપ
મમતા બેનર્જીની TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર? કેમ લાગી રહ્યા છે એક તરફી પોલિટિક્સ કરવાના આરોપ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ ભડકેલી હિંસા બાદ મમતા બેનર્જીની સરકાર સવાલોના ઘેરામાં છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળ યુનિટે 16 એપ્રિલના દિવસને હિન્દુ શહીદ દિવસના રૂપમાં ઉજવ્યો. તો, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇમામ સંમેલન કરીને મુર્શિદાબાદ હિંસાને સુનિયોજિત ગણાવી હતી અને ભાજપને જવાબદાર ઠેરવી હતી. તેમણે નીતિશ કુમાર અને ચંદ્રબાબૂ નાયડુનું નામ લેતા કહ્યું કે, તમે બધા તેમને મત આપો છો, પરંતુ તેઓ ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. તેઓ (નીતિશ કુમાર અને ચંદ્રબાબૂ નાયડુ) સત્તા માટે તમારી બલિ પણ ચઢાવી શકે છે. મમતા બેનર્જીએ હિંસામાં TMC સામેલ હોવાના આરોપનું ખંડન કર્યું અને કહ્યું કે, અમારા નેતાઓના ઘરો પર પણ હુમલા થયા છે. જ્યાં આવી ઘટનાઓ બની છે, તે સીટ કોંગ્રેસ પાસે છે.
ભાજપ અને TMC વચ્ચે મુર્શિદાબાદ હિંસાને લઈને છેડાયેલા વાકયુદ્ધમાં એવો આરોપ છે કે, પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી એકતરફી રાજનીતિ કરી રહી છે. બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે તો મમતા બેનર્જી પર એવો આરોપ લગાવી દીધો કે, રાજ્યને અલ-કાયદાના જમીન બનાવી દીધું છે. બંગાળ ભાજપના સહ-પ્રભારી અને IT સેલના પ્રમુખ અમિત માલવિયએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુર્શિદાબાદ હિંસા સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટનો વીડિયો પોસ્ટ કરીને મમતા બેનર્જી પર હુમલો કર્યો હતો.

અમિત માલવિયાએ એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'બદલો નહીં, બદલાવ જોઈએ'ના નારા સાથે સત્તામાં આવેલા મમતા બેનર્જી આજે કદાચ રાજ્યના હિન્દુઓ પાસે બદલો લઈ રહ્યા છે. આખરે તુષ્ટિકરણની રાજનીતિને કારણે ક્યાં સુધી પશ્ચિમ બંગાળ સળગશે? ભાજપ મમતાની પાર્ટી પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતી રહી છે. એવામાં સવાલ છે કે, TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર છે?
TMC મુસ્લિમ મતો પર કેટલી નિર્ભર?
પશ્ચિમ બંગાળની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાયની અંદાજિત ભાગીદારી 30 ટકા છે. મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું હતું કે, રાજ્યમાં 33 ટકા મુસ્લિમ છે. મુસ્લિમોના મતદાનનું પેટર્ન જોઇએ તો, આ વર્ગ વચ્ચે TMCની પકડ એક બાદ એક ચૂંટણીમાં મજબૂત થઈ છે. સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ (CSDS) મુજબ, વર્ષ 2006ની વિધાનસભાની ચૂંટણીમાં TMCને 22 ટકા મુસ્લિમ મત મળ્યા હતા. વર્ષ 2011ની ચૂંટણીમાં 35 ટકા અને વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં 40 ટકા મુસ્લિમોએ TMCને મત આપ્યા. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં 55 ટકા, વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 70 ટકા અને વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 75 ટકા મુસ્લિમોનું સમર્થન મમતા બેનર્જીની પાર્ટીને મળ્યું હતું. ગયા વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં, TMCની મુસ્લિમ વોટ બેંક પર પકડ થોડી નબળી પડી અને પાર્ટીને આ સમુદાયના 73 ટકા લોકોનું સમર્થન મળ્યું.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના મજબૂત ઉદયની અસર પશ્ચિમ બંગાળના રાજકારણ પર પણ પડી છે. આંકડાઓ પર નજર કરીએ તો, TMCની પૈઠ મુસ્લિમ સમુદાય વચ્ચે મજબૂત થઈ છે, જ્યારે તેનાથી વિરુદ્ધ, પાર્ટીને મળેલા હિન્દુ મતોમાં ઘટાડો થયો છે. ભાજપ હિન્દુ વોટ બેંકમાં મોટી સેંધ લગાવવામાં સફળ રહી છે. રાજ્યની 2 વિધાનસભા ચૂંટણીના આંકડા આ વાતની જુબાની આપે છે. વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં TMCને 43 ટકા હિન્દુ મત મળ્યા હતા અને ભાજપને 12 ટકા. ગત વિધાનસભા ચૂંટણીમાં તસવીર બદલાઈ ગઈ. વર્ષ 2021ની ચૂંટણીમાં, ભાજપને 50 ટકા હિન્દુ મતદારોનું સમર્થન મળ્યું, તો TMCનું સમર્થન 43 ટકાથી ઘટીને 39 ટકા થઈ ગયું.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર, બીરભૂમ, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લામાં મુસ્લિમ વસ્તી પ્રભાવી ભૂમિકા ભજવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, મુર્શિદાબાદમાં 66.3 ટકા, માલદામાં 51.3 ટકા, ઉત્તર દિનાજપુરમાં 49.9 ટકા, બીરભૂમમાં 37 ટકા, દક્ષિણ 24 પરગણામાં 35.6 ટકા, ઉત્તર 24 પરગણામાં 25.8 ટકા અને નાદિયામાં 26.8 ટકા વસ્તી મુસ્લિમ સમાજની છે. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં, TMCને મુર્શિદાબાદમાં 22માંથી 20 સીટો, માલદામાં 12માંથી 8 અને ઉત્તર દિનાજપુરમાં 9માંથી 7 સીટો જીતી હતી.

બાકી જિલ્લાઓના પરિણામોની વાત કરીએ તો, દક્ષિણ 24 પરગણા જિલ્લાની ભાંગર સીટ છોડીને TMCએ બધી વિધાનસભા સીટો જીતી લીધી હતી. અહીં ફુરફુરા શરીફના ધર્મગુરુ પીરઝાદા અબ્બાસ સીદ્દિકીના ઇન્ડિયન સેક્યૂલર ફ્રન્ટ (ISF)ના નૌશાદ સીદ્દિકી જીત્યા હતા. મમતા બેનર્જી ગયા મહિને જ (માર્ચમાં) ફુરફુરા શરીફ ગયા હતા. 9 વર્ષ બાદ ફુરફુરા શરીફ પહોંચેલા મમતા બેનર્જીએ મુસ્લિમ ધાર્મગુરુઓ સાથે મીટિંગ કરી હતી અને ઇફ્તારમાં પણ ભાગ લીધો. પીરઝાદા અબ્બાસ સીદ્દિકી અને તેમની પાર્ટીના ધારાસભ્ય નૌશાદ સીદ્દિકીએ મુખ્યમંત્રીના કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા, પરંતુ તેમના આ પ્રવાસને મુસ્લિમ મતોને એકીકૃત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યો હતો.
Related Posts
Top News
GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?
Opinion
