રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

પર્સનલ ફાઇનાન્સનું પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વાંચ્યું જ હશે. વાંચ્યું નહીં હોય, તો નામ તો સાંભળ્યું જ હશે. આ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, અમેરિકા મંદી તરફ જઈ રહ્યું છે. સાથે જ તેમણે લોકોને અમીર બનવાનો ફોર્મ્યૂલા પણ બતાવ્યો છે. કિયોસાકીએ કહ્યું કે, અમેરિકા આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

robert-kiyosaki
medium.com

રોબર્ટ કિયોસાકીએ X પર લખ્યું કે, ‘2025માં ક્રેડિટ કાર્ડનું દેવું ખૂબ વધી ગયું છે. અમેરિકાનું દેવું પહેલા કરતા ખૂબ વધી ગયું છે. બેરોજગારી ઓછી થઈ રહી નથી. અમેરિકનોના રિટાયરામેન્ટ સેવિંગ એકાઉન્ટમાં પૈસા ઘટી રહ્યા છે. પેન્શનની ચોરી થઈ રહી છે. એવું કહી શકાય કે અમેરિકા એક મોટી મંદી તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ પોસ્ટમાં કિયોસાકીએ લોકોને અમીર બનવાનો ફોર્મ્યૂલા પણ બતાવ્યો. તેમણે કહ્યું કે, આ મંદી બાદ ઘણા લોકો 'નવા અમીર' બની શકે છે. તેમણે લોકોનેને સૂચન આપ્યું કે, તેઓ સોનું, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરે કેમ કે, તેમની કિંમતો ખૂબ વધશે.

https://twitter.com/theRealKiyosaki/status/1913366747010531408

કિયોસાકીના જણાવ્યા અનુસાર, વર્ષ 2035 સુધી, એક બિટકોઈનની કિંમત 10 લાખ ડોલરથી વધુ થઈ જશે. આ સમયે એક બિટકોઈન 85,000 ડોલરનો મળી રહ્યો છે. સોના બાબતે, તેમણે અનુમાન લગાવ્યું કે તેની કિંમત 30,000 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી જશે. હાલમાં તે 3300 ડોલર પ્રતિ ઔંસની નજીક છે. કિયોસાકીએ ચાંદીની કિંમત બાબતે પણ અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 10 વર્ષમાં ચાંદીની કિંમત 3,000 ડોલર પ્રતિ સિક્કા સુધી સુધી પહોંચી જશે, જે અત્યારે 32 ડોલરની છે. તેમણે આગામી 10 વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બતાવ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.