- National
- વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે
વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો રંગ, નામ છે ઓલો, જાણો કેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ એક નવો રંગ શોધવાનો દાવો કર્યો છે. આ રંગનું નામ છે ઓલો. રસપ્રદ વાત એ છે કે, આ રંગને અત્યાર સુધી માત્ર 5 લોકો જ જોઈ શક્યા છે. તે દેખાવમાં થોડા અંશે વાદળી-લીલા રંગ જેવો છે, પરંતુ તેની ચમક અને ચેજ એટલી બધી છે કે તેને નરી આંખે જોઈ શકાતો નથી. ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિકોએ તેને જોવા માટે એક ખાસ ટેક્નિક વિકસાવી છે. તેને ‘ઓઝ વિઝન સિસ્ટમ’ કહેવામાં આવે છે.

એક્સપરિમેન્ટમાં અમેરિકાના સંશોધકોની આંખોમાં લેસર પલ્સ નાખવામાં આવ્યા હતા. આ લેઝર પલ્સ આંખોની રેટિનામાં વ્યક્તિગત કોશિકાઓ (સેલ્સ)ને ઉત્તેજિત કર્યા અને જોવાની ક્ષમતાની પ્રાકૃતિક સીમાઓથી વિરુદ્ધ ધકેલી દીધા. તેમને એક નવો રંગ નજરે પડ્યો. જ્યારે લેઝરને ખૂબ જ સામાન્ય ઝટકો આપવામાં આવ્યો, ત્યારે લોકોએ આ નવા રંગની ઝલક જોઈ. તેમણે તેને મેઘધનુષ્યથી વિરુદ્ધ બતાવ્યો, એટલે કે, એવો રંગ જે આપણી સામાન્ય રંગોની ઓળખથી ખૂબ જ અલગ છે.

આ રંગ કેવો દેખાય છે?
બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના, એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રેન એનજી, આ પ્રયોગમાં ભાગ લેનારા 5 લોકોમાંથી એક હતા. તેમણે જણાવ્યું કે, વાદળી અને લીલા જેવો છે, પરંતુ તેનાથી ખૂબ વધારે કરતા ચમકદાર અને ઊંડો છે. તેઓ કહે છે કે, જેમ કોઈએ જિંદગીમાં બસ હલકા ગુલાબી રંગ જોયા હોય અને પછી અચાનક એક એવો ગુલાબી રંગ જુએ જે સૌથી અલગ હોય, બરાબર એવો જ છે ઓલો. બીજી તરફ, કેટલાક વિશેષજ્ઞ શોધથી પૂરી રીતે સહમત નથી. તેમનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી, પરંતુ માત્ર એક ચમકદાર લીલો રંગ છે. લંડન યુનિવર્સિટીના વિઝન સાયન્ટિસ્ટ રોન બાર્બરનું કહેવું છે કે આ કોઈ નવો રંગ નથી. આ રિસર્ચ ખૂબ જ સીમિત હતું. આ એક વધુ ચમકદાર લીલો રંગ છે.
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
