- Entertainment
- 'ભૂલ ચૂક માફ'ના પ્રોડ્યૂસરો સામે PVR-Inoxએ 60 કરોડનો કેસ કેમ દાખલ કર્યો?
'ભૂલ ચૂક માફ'ના પ્રોડ્યૂસરો સામે PVR-Inoxએ 60 કરોડનો કેસ કેમ દાખલ કર્યો?

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મ ભૂલ ચૂક માફ 9 મેના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ ઓપરેશન સિંદૂર અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે, મેડોક ફિલ્મ્સે ફિલ્મની થિયેટરમાં રિલીઝ રદ કરી દીધી હતી. નિર્માતાઓએ નિર્ણય લીધો કે આ ફિલ્મ હવે 16 મેના રોજ સીધા OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ સંદર્ભમાં, PVR-Inoxએ મેડોક ફિલ્મ્સ સામે 60 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, PVR-Inoxએ 9 મે, શુક્રવારે સવારે મેડોક ફિલ્મ્સને કાનૂની નોટિસ મોકલી હતી. તેમણે કહ્યું કે 'ભૂલ ચૂક માફ'ની રિલીઝ અચાનક રદ થવાથી તેમને મોટું નુકસાન થયું છે. PVR-Inoxએ પોતાની ફરિયાદમાં એમ પણ લખ્યું છે કે, 'ભૂલ ચૂક માફ'ના નિર્માતાઓએ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરી નથી કારણ કે તેના એડવાન્સ બુકિંગના આંકડા ખૂબ ઓછા હતા.

મીડિયા સૂત્રોએ આંતરિક સૂત્રોના રિપોર્ટથી આ સમાચાર આપ્યા હતા. મેડોક ફિલ્મ્સની નજીકના એક સૂત્ર કહે છે, 'તેઓ (મેડોક ફિલ્મ્સ) કોઈને જવાબ આપવા માટે જવાબદાર નથી. જોધપુર અને પંજાબમાં સિનેમા હોલ બંધ છે. જ્યારે દિલ્હી જેવા શહેરોમાં સિનેમા હોલના નાઇટ શો ચાલી રહ્યા નથી. આ કારણે નિર્માતાઓએ 'ભૂલ ચૂક માફ'ની રિલીઝ અટકાવી દીધી છે. જો મેડોકે એક મહિના માટે રિલીઝ મુલતવી રાખી હોત તો પણ ફિલ્મ લીક થવાની શક્યતા વધી ગઈ હોત. મેડોકે 'ભૂલ ચૂક માફ'માં પૈસા રોક્યા છે તેથી અંતિમ નિર્ણય તેમનો રહેશે. આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં PVR-Inoxની કોઈ ભૂમિકા નથી.'

PVR-Inox કહે છે કે, ફિલ્મની રિલીઝ માટે હજારો સ્ક્રીન પર પ્રાઇમ પ્રોગ્રામિંગ સ્લોટ અનામત રાખવામાં આવ્યા હતા. ટ્રેલર પ્લેસમેન્ટ થઇ ગયું હતું. થિયેટરોમાં પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા. જ્યાં પણ ભારે ભીડ થવાની હતી, ત્યાં ફિલ્મના કટઆઉટ અથવા સ્ટેન્ડી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણો પ્રચાર થયો. જેના કારણે તેમને 60 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
https://twitter.com/KomalNahta/status/1921097006485041485
જો કે, મુંબઈની એક અદાલતે આ કેસની સુનાવણી કરી. હવે કોર્ટ સોમવાર એટલે કે 12 મેના રોજ પોતાનો નિર્ણય આપશે. કોઈ પણ ફિલ્મના પ્રમોશન પર 60 કરોડ રૂપિયા ખર્ચવા એ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ પ્રમોશન માટે નિર્માતાઓ વધુમાં વધુ 30-40 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. પણ 'ભૂલ ચૂક માફ' એક નાના બજેટની ફિલ્મ છે. તો તેના માર્કેટિંગ પર 60 કરોડ રૂપિયા ખર્ચવા એ એક મોટો પ્રશ્ન છે.
હવે જોવાનું એ છે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે. 'ભૂલ ચૂક માફ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મનું દિગ્દર્શન કરણ શર્માએ કર્યું છે. હવે તે 16 મેથી એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાશે.
Related Posts
Top News
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Opinion
