- National
- બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે તે બિલકુલ વાજબી નથી. પર્યાવરણ અને પ્રાણીઓના રક્ષણ પર ભાર મૂકતા તેમણે લખ્યું કે, આ પૃથ્વી પર વૃક્ષો, છોડ અને પ્રાણીઓનો એટલો જ અધિકાર છે જેટલો માનવોનો છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભોપાલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેનારા નિયાઝ ખાને પોતાની પોસ્ટમાં કહ્યું, 'આ પૃથ્વી ફક્ત માણસો માટે નથી. વૃક્ષો, છોડ, પ્રાણીઓ, આ બધાનો પણ તેના પર અધિકાર છે. તે બધાનું રક્ષણ થવું જોઈએ.'

11 અંગ્રેજી નવલકથાઓ લખી ચૂકેલા અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા આ IAS અધિકારીએ બીજી પોસ્ટમાં હવામાન પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી.
જાહેર બાંધકામ વિભાગ (PWD)ના નાયબ સચિવ નિયાઝ ખાને થોડા સમય પહેલા કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, 'આખી દુનિયામાં જળવાયું પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવામાન વારંવાર બદલાઈ રહ્યું છે અને તાપમાન ઝડપથી વધી રહ્યું છે. દુનિયા ભૌતિકવાદમાં ડૂબી ગઈ છે અને તેને જળવાયું આપત્તિની બહુ ચિંતા નથી. આ ગંભીર સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે? આ ગ્રહને બચાવવાની દરેક પૃથ્વીવાસીની ફરજ છે.'

પર્યાવરણ અને જીવંત પ્રાણીઓની ચિંતા કરતા IAS ખાને આ વર્ષે 27 માર્ચે 'X' પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભૌતિકવાદ સમગ્ર દુનિયામાં પર્યાવરણને મારી રહ્યો છે. જંગલો, વૃક્ષો અને છોડ ઉખેડી નાખવામાં આવી રહ્યા છે. પૃથ્વી પર કોંક્રિટ અને સિમેન્ટની જાળ વિસ્તારવામાં આવી રહી છે. માનવોએ આની કિંમત ચૂકવવાનું શરૂ કરી દીધું છે. પર્યાવરણીયનો વિનાશ માનવ વિનાશનું કારણ બનશે.' જ્યારે 25 માર્ચે તેમણે લખ્યું હતું કે, 'આજુબાજુ જુઓ, આ પૃથ્વી અન્યાય પર આધારિત છે. ન્યાય શબ્દ એક ભ્રમ છે. શક્તિશાળી ગમે તે કરે, તેને માટે બધું માફ છે.'
હાલમાં, નિયાઝ ખાનના આ ટ્વીટથી બકરી ઈદ પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે, જ્યાં કેટલાક લોકો પર્યાવરણ સંરક્ષણના તેમના વિચારોને સમર્થન આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ધાર્મિક લાગણીઓ સાથે જોડી રહ્યા છે.

બીજી તરફ, મધ્યપ્રદેશમાં બકરી ઈદ પર ખુલ્લી જગ્યામાં કુર્બાની આપવાના વિવાદ વચ્ચે, MP વક્ફ બોર્ડે કુર્બાની માટે એક સુચનાપત્ર બહાર પાડયું છે. સાત મુદ્દાઓ પર આધારિત આ સુચનાપત્રમાં, બોર્ડે સ્વચ્છતા, સરકારી નિયમોનું પાલન અને સોશિયલ મીડિયા પર કુર્બાના વીડિયો પોસ્ટ ન કરવાની અપીલ કરી છે.
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)