- National
- સુપ્રીમ કોર્ટમાં પહેલા બની કાચની દીવાલ અને પછી તોડી પણ પડાઈ, બનાવવા-તોડવાનું બિલ બન્યું આટલા કરોડ
સુપ્રીમ કોર્ટમાં પહેલા બની કાચની દીવાલ અને પછી તોડી પણ પડાઈ, બનાવવા-તોડવાનું બિલ બન્યું આટલા કરોડ
સુપ્રીમ કોર્ટમાં બદલાવનું એક ઉદાહરણ એક વર્ષ પણ ન ટકી શક્યું. તત્કાલીન CJI, DY ચંદ્રચૂડે ઈમારતમાં જે કાચની દિવાલ બનાવડાવી હતી, તેને એક વર્ષમાં જ હટાવી દેવામાં આવી છે. આ આખા ખેલમાં દેશના ટેક્સપેયર્સના 2.68 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને ભલે ‘સમાનોમાં પ્રથમ’ માનવામાં આવે છે, પરંતુ તેમના પ્રશાસનિક નિર્ણય ઘણી વખત ન્યાયિક નિર્ણયો કરતા વધુ અસર છોડે છે. દરેક નવા CJI સાથે સુપ્રીમ કોર્ટના પરિસર અને કામકાજમાં કંઈક ને કંઈક નવું જોડાય છે, પરંતુ જ્યારે આગામી CJI તેમના જ નિર્ણયોને ઉલટાવે છે, તો ન માત્ર સંસાધનોની બર્બાદી થાય છે, પરંતુ ન્યાયપાલિકાની સ્થિરતા પર પણ સવાલ ઉભા થાય છે.
https://twitter.com/barandbench/status/1934983368912875826
તાજેતરમાં આવો જ એક એવો મામલો સામે આવ્યો, જ્યારે સુપ્રીમ કોર્ટમાં આધુનિકતાના નામ પર લગાવવામાં આવેલા કાચની પેનલ હટાવવાના આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તે પણ માત્ર એક વર્ષની અંદર. નવેમ્બર 2022માં પોતાના કાર્યકાળની શરૂઆત કરનારા તત્કાલીન CJI, DY ચંદ્રચૂડે SC પરિસરને આધુનિક બનાવવા માટે ઘણા પગલાં ઉઠાવ્યા હતા. તેમાંથી એક હતું સુપ્રીમ કોર્ટની પહેલી 5 કોર્ટની બહાર સ્થિત ઐતિહાસિક કોરિડોરમાં કાચની દિવાલોની સ્થાપના. આ ન માત્ર એક ફિઝિકલ ચેન્જ હતું, પરંતુ સિમ્બોલિક બદલાવ પણ હતો.
CJI ચંદ્રચૂડે આ કાંચ લગાવવા પાછળ તર્ક આપ્યો હતો કે તેનાથી સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનિંગમાં મદદ મળશે અને પરિસરને વધુ આરામદાયક બનાવી શકાશે. પરંતુ વકીલોની સંસ્થા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન (SCAORA)એ તેનો વિરોધ કર્યો. બાર એસોસિએશનોનો આરોપ છે કે, કાચની દીવાલોએ કોરિડોરની પહોળાઈમાં ખૂબ ઘટાડો કર્યો છે, જેના કારણે કોર્ટથી કોર્ટ સુધી પહોંચવાનું મુશ્કેલ થઈ ગયું અને ભીડભાડની સ્થિતિ બનવા લાગી. સૌથી મોટી ફરિયાદ એ હતી કે, જે લોકો કોર્ટના દૈનિક કામકાજમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમની સાથે કોઈ પરામર્શ કર્યા વિના આ નિર્ણય થોપવામાં આવ્યો હતો.
જસ્ટિસ ચંદ્રચૂડ સેવાનિવૃત્ત થયા બાદ, બાર એસોસિએશનોએ તેમના ઉત્તરાધિકારી CJI સંજીવ ખન્ના પાસેથી ઔપચારિક રૂપે કાચ હટાવવાની માગ કરી. જો કે, ખન્નાના કાર્યકાળમાં તેના પર કોઈ નિર્ણય ન લેવાયો, પરંતુ જેવા જ દેશના 51મા CJI તરીકે જસ્ટિસ બી.આર. ગવઈએ કાર્યભાર સંભાળ્યો, તેમણે સ્પષ્ટ કરી દીધું કે સુપ્રીમ કોર્ટને તેના 'મૂળ સ્વરૂપમાં' પછી લાવવામાં આવશે.
જૂન 2025માં ફુલ કોર્ટ (સુપ્રીમ કોર્ટના બધા ન્યાયાધીશોની સામૂહિક બેઠક)એ સર્વાનુમતે નિર્ણય લીધો કે કાચની પેનલ હટાવી દેવામાં આવે. થોડા જ દિવસોમાં આ કાચની દિવાલો હટાવીને કોરિડોરને પહેલા ખુલ્લા અને ઐતિહાસિક બનાવટમાં પરત લાવવામાં આવ્યું. આજતકના અશોક કુમાર ઉપાધ્યાયની RTIમાં ખુલાસો થયો કે સુપ્રીમ કોર્ટ પરિસરમાં આ કાંચ લગાવવા માટે કુલ 2,59,79,230 રૂપિયા (લગભગ 2.6 કરોડ રૂપિયા) ખર્ચ થયા હતા. આ કામ M/s બીએમ ગુપ્તા એન્ડ સન્સને આપવામાં આવ્યું હતું, જેને CPWDની ઈ-ટેન્ડર પ્રણાલી દ્વારા પસંદ કરવામાં આવી હતી.
આ સિવાય, જ્યારે આ કાંચ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેનો ખર્ચ 8,63,700 રૂપિયા થયો. આ પ્રકારે, કુલ 2.68 કરોડ રૂપિયા માત્ર એક વર્ષની અંદર ખર્ચ થઈ ગયા. સુપ્રીમ કોર્ટ પ્રશાસને આ નિર્ણયને 'ફુલ કોર્ટ'નો સામૂહિક નિર્ણય ગણાવ્યો છે. કાચની દીવાલો હટાવવાનો જ એકમાત્ર બદલાવ નહોતો, જેને પલટવામાં આવ્યો. CJI ગવઈએ સુપ્રીમ કોર્ટના લોગોને પણ તેના જૂના સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરી દીધો, જેમાં ભારતનું રાજચિહ્ન કેન્દ્રમાં હોય છે. આ લોગો સપ્ટેમ્બર 2024માં CJI ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન બદલવામાં આવ્યો હતો.

