- National
- પોતાના ચોથા લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો PI, ત્રીજી પત્નીએ રહસ્ય ખોલી નાખ્યું
પોતાના ચોથા લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો PI, ત્રીજી પત્નીએ રહસ્ય ખોલી નાખ્યું

પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના ચોથા લગ્ન માટે છોકરી શોધવામાં ખૂબ જ વ્યસ્ત હતો. આરોપી ઇન્સ્પેક્ટરે સંબંધ માટે પોતાનો બાયોડેટા અને ફોટોગ્રાફ્સ ઘણી જગ્યાએ મોકલ્યા હતા. પરંતુ, તે દરમિયાન તેની ત્રીજી પત્નીએ આરોપી ઇન્સ્પેક્ટરની બધી યોજનાઓ બગાડી નાખી. ત્રીજી પત્નીની ફરિયાદ પર પોલીસ પણ એક્શનમાં આવી. આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ તપાસ માટે કેસ નોંધવામાં આવ્યો છે.
ઉધમ સિંહ નગર જિલ્લાના રુદ્રપુરની રહેવાસી એક મહિલાએ તેના પોલીસ ઇન્સ્પેક્ટર પતિ પર ત્રણ લગ્ન કરવાનો અને હવે ચોથા લગ્નની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ મુખ્યમંત્રીને મોકલેલા પત્ર બાદ, પંતનગર પોલીસે આરોપી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ દહેજ ઉત્પીડન સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ઓમેક્સ રિવેરાના રહેવાસી વૈજયંતી ચંદે જણાવ્યું કે, વર્ષ 2019માં, તેમના લગ્ન મથુરામાં હિન્દુ રીતરિવાજ અનુસાર રૂરકી હરિદ્વારના રહેવાસી પોલીસ ઇન્સ્પેક્ટર આશુતોષ સિંહ સાથે થયા હતા. હાલમાં તે પિથોરાગઢમાં પોસ્ટેડ છે. લગ્ન સમયે, આશુતોષે પોતાને છૂટાછેડા લીધેલ જાહેર કર્યા હતા, પરંતુ પાછળથી ખબર પડી કે તેણે તેની બીજી પત્ની પૂનમ રાનીથી છૂટાછેડા લીધા નથી અને તેને એક પુત્રી પણ છે.

તેણે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. એવો આરોપ હતો કે, આશુતોષે તેને છૂટાછેડા આપ્યા વિના ત્રીજી વાર લગ્ન કર્યા હતા અને હવે તે ચોથી વાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. તેણે જણાવ્યું કે, લગ્ન પછી તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો, ત્યારપછી તેની સાસુ શકુંતલા દેવીએ તેને પુત્ર ન હોવા બદલ ટોણા મારવાનું શરૂ કર્યું. તેના પતિએ તેને દહેરાદૂનના ફ્લેટમાં એકલી રહેવા માટે છોડી દીધી અને ક્યારેય તેને મળવા આવ્યો નહીં.
આ દરમિયાન, તેને ખબર પડી કે તેના પતિને પિથોરાગઢમાં પોસ્ટ કરાયેલી એક મહિલા કોન્સ્ટેબલ સાથે અફેર છે. તેણે મહિલાના પતિ સાથે પણ વાત કરી, જેણે કહ્યું કે તે તેની પત્નીના વર્તનથી નારાજ છે. આરોપ છે કે જ્યારે તેણે તેના પતિ સમક્ષ આનો વિરોધ કર્યો ત્યારે તેણે તેને માર મારવાનું શરૂ કરી દીધું અને પૈસા આપવાનું બંધ કરી દીધું. એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે, સાસુએ લગ્ન સંબંધિત તમામ દસ્તાવેજો, ઘરેણાં અને ફોટોગ્રાફ્સ કબજે કર્યા હતા અને દેહરાદૂનનો ફ્લેટ ભાડે આપી દીધો હતો.
એટલું જ નહીં, પતિએ તેને આવકવેરા વિભાગના નામે ખાલી અને લેખિત દસ્તાવેજો પર સહી કરાવી અને ત્યાર પછી એવું બહાર આવ્યું કે તેને તેના લિવ-ઇન પાર્ટનર તરીકે દર્શાવતા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ દહેજ ઉત્પીડન, છેતરપિંડી, ધમકી વગેરે કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

બીજી તરફ, પોલીસ ઇન્સ્પેક્ટર આશુતોષ સિંહની માતા શકુંતલા દેવીએ પુત્રવધૂ વૈજયંતી ચંદ અને તેના પિતા હર્ષ બહાદુર ચંદ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વૈજયંતી છેલ્લા દોઢ વર્ષથી ઓમેક્સ રિવેરા રુદ્રપુર ખાતેના તેમના ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં રહે છે અને તેમને ગોળી મારીને એસિડથી સળગાવી દેવાની ધમકી આપે છે.
નવેમ્બર 2023માં દિવાળી પહેલા વૈજયંતી અને તેના પિતાએ તેના પર દુર્વ્યવહાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે વૈજયંતી ચંદ અને તેના પિતા હર્ષ બહાદુર ચંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પંતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુંદરમ શર્માએ બંને પક્ષો સામે કેસ દાખલ કર્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Opinion
