પિતા એન્જિનિયર, માતા સાયન્ટિસ્ટ, પોતે વકીલ...કેટલી સંપત્તિના માલકિન છે અમેરિકન ઉપરાષ્ટ્રપતિના પત્ની ઉષા વેન્સ?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે તેમની પત્ની ઉષા અને 3 બાળકો- ઇવાન, વિવેક અને પુત્રી મીરાબેલ સાથે ભારતની પહેલી મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેડી વેન્સ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. આ યાત્રા પર, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અને તેમનું પ્રતિનિધિમંડળ જયપુર અને આગ્રા પણ જશે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની ઉષાના સીધા સંબંધ ભારતના આંધ્ર પ્રદેશ સાથે છે. ઉષાનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય, પરંતુ તેમના મૂળ આજે પણ ભારત સાથે જોડાયેલા છે. હવે જ્યારે તેઓ અમેરિકાના સેકન્ડ લેડી બનીને ભારતના પ્રવાસે આવ્યા છે, તો સ્વાભાવિક છે તેમની ચર્ચા તેજ થઈ ગઈ છે. આવો જાણીએ કોણ છે ઉષા વેન્સ અને કેટલી છે તેમની કુલ સંપત્તિ.

Usha-Vance2
hindustantimes.com

 

ઉષા વેન્સના પૂર્વજ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના વડલુરુ ગામ સાથે સંબંધ ધરાવે છે. ઉષાના પિતા મિકેનિકલ એન્જિનિયર છે જ્યારે તેમના માતા મોલેક્યૂલર સાયન્ટિસ્ટ છે. તેમના દાદા અને પિતા બંને કોઈક ને કોઈ રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સાથે જોડાયેલા રહ્યા છે. જોકે, તેમના માતા-પિતા અમેરિકામાં વસી ગયા હતા. નવી દિલ્હી પહોંચવા પર તેમના બાળકોએ પરંપરાગત ભારતીય કપડાં પહેર્યા હતા, જેનો વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે. ઉષાએ એક વખત કહ્યું હતું કે, તેમના માતા-પિતા હિન્દુ ધર્મને માને છે અને તેમના મૂળ ભારતમાં છે. ઉષાએ યેલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં સ્નાતકની પદવી મેળવી છે. આ ઉપરાંત, તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 'અર્લી મોડર્ન હિસ્ટ્રી'માં MPhil કર્યું. તે ગેટ્સ સ્કોલર પણ રહ્યા છે. યેલમાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ, તેમણે 2014માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બ્રેટ કેવનૌધ માટે ક્લાર્કના રૂપમાં કામ કર્યું. ઉષા વેન્સ અત્યારે પણ DC બારના સભ્ય છે.

ઉષા વેન્સ કેટલી સંપત્તિના માલકિન છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જોકે, તેઓ અને તેમના પતિ પાસે 2 ઘર છે. લગ્નના થોડા સમય બાદ, વર્ષ 2014માં, બંનેએ વોશિંગ્ટન DCમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું હતું. આ ઘર કેપિટોલ બિલ્ડિંગની પૂર્વી હિસ્સામાં છે.

Usha-Vance
hindustantimes.com

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ, આ ઘરની કિંમત 5.9 લાખ ડોલર હતી અને આ માટે તેમને 6 લાખ ડોલરથી થોડા વધુની રકમ ઉધાર લીધી હતી. હવે, આ ઘરની અંદાજિત કિંમત 8.5 લાખ ડોલર છે. અત્યારે પણ લગભગ 4.8 લાખ ડૉલરની ચૂકવણી બાકી છે. તેમણે 2018માં બીજું ઘર ખરીદ્યું હતું. આ ઘર સિનસિનાટીના ઈસ્ટ વોલનટ હિલ્સ વિસ્તારમાં સ્થિત છે અને તેની કિંમત લગભગ 14 લાખ અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે.  ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ઉષા વેન્સના પતિ જેડી વેન્સની કુલ સંપત્તિ લગભગ 1 કરોડ ડોલર (10 મિલિયન USD) છે. તેમની મોટાભાગની કમાણી તેમની વેન્ચર કંપની Naryaમાંથી થાય છે. તેની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી.

Related Posts

Top News

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
Opinion 
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
Tech and Auto 
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

જ્યારથી આમિર ખાને 'સિતારે જમીન પર' ફિલ્મ સાથે પાછા ફરવાની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકો રાહ જોઈ રહ્યા છે...
Entertainment 
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.