હિન્દીને લઈને બે રાજ્યોના CM સામસામે, CM ફડણવીસની CM સ્ટાલિનને શિખામણ!

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે તેમના તમિલનાડુના સમકક્ષ CM MK સ્ટાલિન પર વળતો પ્રહાર કરતા તેમને પૂછ્યું કે તેઓ 'બહુભાષીવાદ માટે ખુલ્લા મનના કેમ નથી' અને જો કોઈ હિન્દીમાં અભ્યાસ કરવા માંગે છે તો તેમને સમસ્યા શું છે. CM ફડણવીસે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) કોઈપણ ભાષાની પસંદગી માટે દબાણ કરતી નથી કે ફરજ પાડતી નથી અને તે અંગ્રેજી સિવાય ફક્ત કોઈપણ બે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવાનું કહે છે. તેમણે CM સ્ટાલિનને કહ્યું કે, તેમણે પહેલા જાણવું જોઈએ કે NEP ખરેખર શું છે.

CM Fadnavis
satyahindi.com

CM ફડણવીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે CM સ્ટાલિને એક દિવસ પહેલા પૂછ્યું હતું કે, શું કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસના એવા વલણને સમર્થન આપે છે કે, NEP હેઠળ રાજ્યમાં મરાઠી સિવાય અન્ય કોઈ ભાષા ત્રીજી ભાષા તરીકે ફરજિયાત નથી. 16 એપ્રિલના રોજ, મહારાષ્ટ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો સરકારી ઠરાવ (GR) બહાર પાડ્યો હતો. જોકે, મંગળવારે સરકારે વિવિધ વર્તુળો તરફથી આ પગલાના વિરોધને ધ્યાનમાં રાખીને આ આદેશ પર રોક લગાવી દીધી હતી.

CM સ્ટાલિને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાદવા પર ભારે ટીકાનો સામનો કર્યા પછી, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે હવે દાવો કર્યો છે કે રાજ્યમાં ફક્ત મરાઠી ભાષા ફરજિયાત છે.' CM સ્ટાલિને કહ્યું કે, આ સ્પષ્ટપણે બિન-હિન્દી ભાષી રાજ્યો પર હિન્દી લાદવા સામે વ્યાપક નિંદા પછી તેમની ગભરાટ દર્શાવે છે.

CM MK Stalin, CM Fadnavis
tv9hindi.com

CM સ્ટાલિને કહ્યું કે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કરવું જોઈએ કે, શું કેન્દ્ર સરકાર CM ફડણવીસના એવા વલણને સત્તાવાર રીતે સમર્થન આપે છે કે NEP હેઠળ મહારાષ્ટ્રમાં મરાઠી સિવાય અન્ય કોઈ ભાષા ત્રીજી ભાષા તરીકે ફરજિયાત નથી. તેમણે પ્રશ્ન કર્યો, 'જો આવું હોય, તો શું કેન્દ્ર સરકાર બધા રાજ્યોને સ્પષ્ટ સૂચનાઓ બહાર પાડશે કે, NEPમાં ત્રીજી ભાષા ફરજિયાતપણે શીખવવાની કોઈ જરૂર નથી?'

CM સ્ટાલિનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા CM ફડણવીસે કહ્યું, 'CM સ્ટાલિન, PM નરેન્દ્ર મોદીજી પાસેથી સ્પષ્ટતા માંગતા પહેલા, તમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઊંડી સમજ હોવી જોઈએ. પહેલા તમારે NEP ખરેખર શું છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે. તેમણે કેન્દ્ર સરકારની વેબસાઇટની લિંક પણ પોસ્ટ કરી છે જે NEP વિશે માહિતી આપે છે.

CM MK Stalin
uniindia-com.translate.goog

CM ફડણવીસે કહ્યું, 'NEPએ ક્યારેય ભાષાની પસંદગી માટે દબાણ કર્યું નથી કે ફરજ પાડી નથી, પરંતુ અંગ્રેજી સિવાય ફક્ત 3 માંથી કોઈપણ 2 ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવાનું કહ્યું છે.' મહારાષ્ટ્રના CM ફડણવીસે કહ્યું, 'જ્યાં સુધી મહારાષ્ટ્રનો સવાલ છે, અમે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, સંસ્કૃત અથવા વિદ્યાર્થીઓની પસંદગીની કોઈપણ ભાષા માટે ખુલ્લા છીએ, જેનો તેઓ ત્રીજી ભાષા તરીકે અભ્યાસ કરવા માંગે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે તમે બહુભાષીવાદ માટે ખુલ્લા મનના કેમ નથી અને જો કોઈ હિન્દીમાં અભ્યાસ કરવા માંગે છે તો તમને સમસ્યા શું છે?’

મહારાષ્ટ્ર સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના નિર્ણયનો કેટલાક વિરોધ પક્ષો સહિત વિવિધ વર્ગો તરફથી ભારે વિરોધ થયો છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.