કોણ છે સેન્ટિયાગો માર્ટિન જેણે ઇલેક્ટોરલ બોન્ડથી આપ્યુ સૌથી વધુ 1368 કરોડનું દાન

ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારાઓની લિસ્ટ જાહેર કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ SBIએ બોન્ડ ખરીદનારાઓની જાણકારી ચૂંટણી પંચને આપી દીધી હતી. ખાસ વાત છે કે આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ આપનારી કંપનીનું નામ ફ્યૂચર ગેમિંગ એન્ડ હૉટલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે. EDની તપાસ ઝીલી રહેલી કંપનીએ 1 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. આ કંપનીને સેન્ટિયાગો માર્ટિન ચલાવે છે, જેમને લોટરી કિંગના નામથી ઓળખવામાં આવે છે.

કોણ છે સેન્ટિયાગો માર્ટિન

એક અખબારે પોતાના રિપોર્ટમાં, માર્ટિન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટના સંદર્ભે જણાવ્યું કે, તેમણે મ્યાંમારના યાંગોનમાં એક મજૂર તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 1988માં તેઓ ભારત આવતા રહ્યા અને દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુમાં લોટરીનો બિઝનેસ શરૂ કર્યો. ત્યારબાદ તેમણે કર્ણાટક અને કેરળ જવાનો નિર્ણય લીધો અને પછી પૂર્વોત્તરમાં પહોંચી ગયા. પૂર્વોત્તરમાં તેમણે સરકારી લોટરી યોજનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કામને ભારતથી બહાર ભૂટાન અને નેપાળમાં પણ વધાર્યું.

લોટરી સિવાય સેન્ટિયાગોએ કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, ટેક્સ્ટાઈલ્સ અને હૉસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તાર કર્યો. રિપોર્ટ્સ મુજબ, વેબસાઇટ પર બતાવવામાં આવ્યું છે કે તેઓ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ લોટરી ટ્રેડ એન્ડ એલાયઝ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ પણ છે. આ સંગઠન ભારતમાં લોટરીના કારોબારને સારો બનાવવા અને વિશ્વસનીયતા વધારવાનું કામ કરે છે. તેની આગેવાનીમાં ફ્યૂચર ગેમિંગ સોલ્યૂશન્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, વર્લ્ડ લોટરી એસોસિએશનની સભ્ય બની ગઈ અને ઓનલાઈન ગેમિંગ અને કસીનો અને સ્પોર્ટ્સ બેટિંગમાં વિસ્તાર કરી રહી છે.

આંકડા બતાવી રહ્યા છે કે આ કંપનીએ વર્ષ 2019 અને વર્ષ 2024 વચ્ચે 1368 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વર્ષ 2019થી જ ED PMLA કાયદાના ઉલ્લંઘનના આરોપોને લઈને કંપનીની તપાસ કરી રહી છે. મે 2023માં કંપનીની કોયમ્બતુર અને ચેન્નાઈની ઓફિસો પર છાપેમારી પણ થઈ હતી. વર્ષ 1991માં શરૂ થયેલી આ કંપનીને પહેલા માર્ટિન લોટરી એજન્સીસ લિમિટેડ તરીકે ઓળખાતી હતી.

એવા સમાચાર છે કે, માર્ટીને 13 વર્ષની ઉંમરમાં જ લોટરીનો બિઝનેસ શરૂ કર્યો હતો. ખાસ વાત છે કે ફ્યૂચર ગેમિંગ ભારતની પહેલી લોટરી કંપની હતી, જે વિભિન્ન સરકારો તરફથી કરાવવામાં આવતા ડ્રોનું લાઈવ પ્રસારણ કરતી હતી. આ કંપની એશિયા પેસિફિક લોટરી એસોસિએશન (APLA)ની સભ્ય છે. વર્ષ 2001થી ફ્યૂચર ગેમિંગ વર્લ્ડ લોટરી એસોસિએશનનો પણ હિસ્સો છે.

Top News

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. ગયા અઠવાડિયે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં...
National 
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ

કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે ત્યારે જાપાનના એક ઉદ્યોગપતિએ પોતાના 15 બ્યુટી સ્ટોરનો કરોડોના બિઝનેસને અલવિદા...
World 
કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

વોટ ચોરી પર વિરોધ પ્રદર્શનમાં બેભાન થયા મોઇત્રા, અખિલેશ બેરિકેડ કૂદ્યા, રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં

ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં કથિત વોટ ચોરી વિરુદ્ધ વ્યાપક મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ...
National  Politics 
વોટ ચોરી પર વિરોધ પ્રદર્શનમાં બેભાન થયા મોઇત્રા, અખિલેશ બેરિકેડ કૂદ્યા, રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં

વોટ ચોરીના આરોપમાં શું રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ!

કર્ણાટકમાં 2 વખત મતદાનનો દાવો હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કાયદાકીય પેંચ બની ગયો છે. રાહુલ ગાંધીએ પોતાની રજૂઆતમાં...
National  Politics 
વોટ ચોરીના આરોપમાં શું રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.