- National
- વોટ ચોરી પર વિરોધ પ્રદર્શનમાં બેભાન થયા મોઇત્રા, અખિલેશ બેરિકેડ કૂદ્યા, રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં
વોટ ચોરી પર વિરોધ પ્રદર્શનમાં બેભાન થયા મોઇત્રા, અખિલેશ બેરિકેડ કૂદ્યા, રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં
ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓએ દિલ્હીમાં કથિત વોટ ચોરી વિરુદ્ધ વ્યાપક મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300 કરતા વધુ સાંસદ આ માર્ચમાં સામેલ થઈ રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ પોલીસ બેરિકેડ ચઢીને નીકળી ગયા. વિપક્ષી સાંસદ સંસદ ભવનના મેકર દ્વારથી ચૂંટણી પંચની ઓફિસ જઇ રહ્યા છે. દિલ્હી પોલીસે આ દરમિયાન ઘણી લેયરની વ્યવસ્થા કરી છે. આ દરમિયાન અખિલેશ યાદવ વિપક્ષી સાંસદોની નારેબાજી વચ્ચે બેરિકેડ ચઢીને કૂદી ગયા. બેરિકેડથી કૂદેલા અખિલેશ યાદવને ત્યાં ઉપસ્થિત બીજા નેતાઓએ સંભાળી લીધા.
અખિલેશ યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ પર ઘણી વખત પ્રશ્ન ચિહ્ન લાગ્યા છે. જો એવી કોઈ ફરિયાદ છે તો ચૂંટણી પંચે કાર્યવાહી કરવી જોઇએ. તેને ધ્યાનમાં લેવી જોઇએ. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં વોટની લૂંટ થઈ રહી છે. સંસદમાં અમે પોતાની વાત રાખવા માગીએ છીએ, પરંતુ સરકાર સાંભળવા જ માગતી નથી.
તો જ્યારે પોલીસે રાહુલ ગાંધીને આગળ વધતા રોકી દીધા તો રસ્તા પર જ અન્ય સાંસદો સાથે બેસી ગયા અને આગળ જવા દેવાની માગ કરવા લાગ્યા. થોડા સમય બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પ્રદર્શન દરમિયાન બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેઓ પોલીસ બસમાં હતા. મહુઆ મોઇત્રાને બસમાં જ રાહુલ ગાંધીએ પાણી પીવાડ્યું. પશ્ચિમ બંગાળના આરામબાગથી જ એક બીજા સાંસદ મિતાલી બાગ પ્રદર્શન દરમિયા બેહોશ થઈ ગયા. તેમને રસ્તા પર સૂવાડીને સાથી નેતાઓએ પાણી છાંટ્યું. ત્યારબાદ રાહુલ ગાંધી તેમને પકડીને લઈ ગયા.
કસ્ટડીમાં જવા અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું કે, સત્ય દેશ સામે છે. આ લડાઈ સંવિધાન બચાવવાની છે. આ લોકો વાત નહીં કરી શકે, આ સંવિધાન બચાવવાની લડાઈ છે. આ એક વ્યક્તિ, એક વોટની લડાઈ નથી એટલે અમને પ્યોર વોટર લિસ્ટ જોઇએ છે.
પ્રિયંકા ગાંધીએ કસ્ટડીમાં જવા અગાઉ કહ્યું કે, આ સરકાર કાયર છે. આ ભયભીત થયેલા છે. આ દરમિયાન ઘણા સાંસદોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. તેમાં સંજય રાઉત, સાગરિકા ઘોષ પણ સામેલ છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતને આખા દેશે નકારી દીધા છે. શું જેલના સળિયા રાહુલ ગાંધીને રોકી શકશે? શું જેલના સળિયા વિપક્ષ અને આખા દેશને રોકી શકશે. હવે એક જ નારો છે બોલી રહ્યો છે દેશ, વોટ અમારો સ્પર્શીને જુઓ.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પણ આ પ્રદર્શનમા સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી લોકોના મનમાં નિષ્પક્ષતાને લઈને શંકા છે, ત્યાં સુધી ચૂંટણી પંચની વિશ્વાસનીયતા પર નુકસાન પહોંચાડી રહ્યું છે. જો આ શંકા દૂર થઈ જાય છે તો ચૂંટણી પંચની વિશ્વાસનીયતા ફરીથી હાંસલ કરી શકાય છે. ચૂંટણી પંચનું હિત પોતાના આ સવાલોના સમાધાનમાં છે.
આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં લેવાયેલા સાંસદોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ. મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માગે છે. સરકાર વિપક્ષી સાંસદોને ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચવા દઈ રહી નથી.

