વોટ ચોરીના આરોપમાં શું રાહુલ ગાંધીને આર્ટિકલ 337માં ઘેરાયા તો થશે 7 વર્ષની જેલ!

કર્ણાટકમાં 2 વખત મતદાનનો દાવો હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કાયદાકીય પેંચ બની ગયો છે. રાહુલ ગાંધીએ પોતાની રજૂઆતમાં એક દસ્તાવેજ બતાવતા દાવો કર્યો હતો કે આ ચૂંટણી પંચનો રેકોર્ડ છે. શગૂન રાની નામની એક મહિલા પાસે 2 વૉટર ID છે. તેના પર મતદાન મથક અધિકારીનું નિશાન છે, જે સાબિત કરે છે કે શગુન રાનીએ પણ 2 વખત મતદાન કર્યું હતું. હવે આ દાવો રાહુલ ગાંધીના ગળાનો ફાંદ બની ગયો છે. કારણ કે ચૂંટણી પંચ કહી રહ્યું છે કે આખી કહાની તેનાથી વિપરીત છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનરે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરી છે અને તમે જે દાવો કર્યો છે તેના પુરાવા આપો કારણ કે અમે કરેલી તપાસ મુજબ, શગૂન રાની નામની મહિલાએ 2 વખત મતદાન કર્યું નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો રાહુલ ગાંધીનો દાવો ખોટો સાબિત થાય તો શું થશે?

rahul gandhi
https://x.com/INCRajasthan/

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની સામે આર્ટિકલ 337 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આખરે, આ આર્ટિકલ 337 શું છે? ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 337 ગંભીર ગુના માટે લાગૂ પડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સરકારી દસ્તાવેજ કે કોર્ટ રેકોર્ડ બનાવટી બનાવે છે, ત્યારે તેના પર આ કલમ લગાવી શકાય છે. જેમ કે, જો કોઈ વ્યક્તિ વોટર ID, આધાર કાર્ડ, જન્મ-મૃત્યુ કે લગ્ન રજિસ્ટર, સરકારી પ્રમાણપત્ર, કોર્ટની કાર્યવાહીનો રેકોર્ડ, પાવર ઓફ એટર્ની જેવા દસ્તાવેજો સાથે ખેલવાડ કરે છે, તો તે આ રમતમાં ફસાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ જે રીતે ચૂંટણી પંચના દસ્તાવેજને ખોટી રીતે રજૂ કર્યા છે, તેમાં છેડછાડ કરવામાં આવી, તે આ શ્રેણીમાં આવશે. જો આવું થાય, તો કડક કાર્યવાહી થઈ શકે છે.

કાયદો કહે છે કે, જો કોઈ વ્યક્તિ આવા કોઈપણ દસ્તાવેજને નકલી સાબિત કરવા માટે દોષી ઠરે છે, પછી ભલે તે દસ્તાવેજી કાગળનો હોય કે ઇલેક્ટ્રોનિક, તો તેને 7 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. એટલું જ નહીં, તેના પર અમર્યાદિત દંડ પણ ફટકારી શકાય છે. કાયદાકીય વિશેષજ્ઞોના મતે, આ ગુનો બિન-જામીનપાત્ર પણ હોઈ શકે છે, એટલે કે, જો દોષિત ઠરે છે, તો ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન લેવા પડશે.

કાયદો એમ પણ કહે છે કે જો આરોપો સાબિત થાય છે, તો દોષિત વ્યક્તિના રાજકારણ પર પણ અસર પડી શકે છે, કારણ કે 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, જો કોઈ વ્યક્તિ 2 વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તે સંસદ અથવા વિધાનસભાનું સભ્યપદ ગુમાવી શકે છે. રાહુલ ગાંધીના મામલે, જો તપાસ અને કોર્ટમાં એ સાબિત થાય કે તેણે મતદાર યાદી સંબંધિત કોઈપણ નકલી દસ્તાવેજ બનાવ્યા છે અથવા તેનો ઉપયોગ કર્યો છે, તો તેમની સામે કલમ 337 હેઠળ કેસ દાખલ કરી શકાય છે અને જો તેઓ દોષી સાબિત થાય છે, તો તેમને 7 વર્ષ સુધીની જેલ, દંડ અને સાંસદ પદ ગુમાવવાનું જોખમ પણ હોઈ શકે છે.

ચૂંટણી પંચે કોર્ટમાં નિર્ણય લેવો પડશે કે દસ્તાવેજ જાણી જોઈને નકલી બનાવવામાં આવ્યો હતો કે ભૂલથી સામેલ થયા. પુરાવાની જવાબદારી ફરિયાદી પક્ષ એટલે કે ચૂંટણી પંચની રહેશે. જો દોષી સાબિત થાય છે, તો કોર્ટ સજા અને દંડની રકમ નક્કી કરશે.

કૉંગ્રેસે કર્ણાટક ચૂંટણી પંચના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે તેમનો મોટો ખુલાસો પંચના પોતાના ડેટા એટલે કે મતદાર યાદી પર આધારિત છે. હવે, જ્યારે તેઓ રંગે હાથે પકડાયા છે, તો તમે તેમની પાસેથી દસ્તાવેજો માગી રહ્યા છો? આ એ જ ડેટા છે જે તમારી પાસે છે. રાહુલનો આરોપ છે કે પંચ ડિજિટલ, મશીન-રીડેબલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે, CCTV ફૂટેજની ઍક્સેસ અવરોધે છે અને પુરાવા મટાડે છે. તેમનું કહેવું છે કે પુરાવા સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે, છતા કમિશન વ્હિસલબ્લોઅર પર સવાલ ઉઠાવી રહ્યું છે. આ માત્ર વિડંબના નહીં, પરંતુ દોષ સ્વીકારવા જેવું છે.

09

કોંગ્રેસે 5 સીધા સવાલ પૂછ્યા છે?

ડિજિટલ મતદાર યાદી વિપક્ષને કેમ આપવામાં આવતી નથી?

CCTV અને વીડિયો પુરાવા મટાડવાનો આદેશ કોણે આપ્યો?

નકલી મતદાન અને મતદાર યાદીમાં ગરબડી કેમ થઈ?

વિપક્ષી નેતાઓને ધમકાવવાનું કારણ શું છે?

શું ચૂંટણી પંચ હવે ભાજપનું ચૂંટણી એજન્ટ બની ગયું છે?

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.