‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ ટ્રકને છોડી મૂકવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ગાયો કે તેમના ગૌવંશનેનું લઈ જવું એ UP ગૌહત્યા નિવારણ કાયદા હેઠળ કોઈ ગુનો નથી. ન્યાયાધીશ વિવેક કુમાર સિંહે જણાવ્યું હતું કે, વાહનની અંદર કોઈ ગૌમાંસ મળી આવ્યું નથી અને રેકોર્ડ પર એવું કંઈ નથી જે દર્શાવે છે કે ગાયો કે તેમના ગૌવંશના કતલ માટે તસ્કરી કરવામાં આવી રહી હતી.

 કોર્ટે 15 એપ્રિલના રોજ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યની અંદર ફક્ત ગાયો કે તેમના ગૌવંશને લઈ જવા એ ગુનો ગણી શકાય નહીં. માર્ચ 2024માં, અરજદાર વિરુદ્ધ UP ગૌહત્યા નિવારણ અધિનિયમ, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ, ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરજદારનો ડ્રાઈવર ટ્રકમાં ગાયો લઈ જઇ રહ્યો હતો. અરજદારના નામે નોંધાયેલ વાહનને બાદમાં જપ્ત કરવામાં આવ્યું હતું. પોતાના વાહનની જપ્તીથી દુઃખી થઈને તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

અરજદારે દલીલ કરી હતી કે વાહનમાં કોઈ ગૌમાંસ મળ્યું નથી અને ન તો ગૌહત્યાનો કોઈ આરોપ હતો. કે ટ્રક લાંબા સમય સુધી જપ્ત કરવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે. તેણે એમ પણ કહ્યું હતું કે વાહનને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં રાખવાથી તેની કિંમત ઘટી શકે છે અને અંતે તે ભંગાર બની શકે છે.

allahbad-highcourt1
indianexpress.com

અરજીનો વિરોધ કરતા, એડિશનલ સરકારી વકીલ (AGA)એ અરજીની જાળવણીને પડકાર આપ્યો હતો. તેમણે વધુમાં દલીલ કરી હતી કે ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ (સુધારા) અધિનિયમ, 2020ની કલમ 5-Aની પેટા કલમ (7) હેઠળ વાહનને જપ્ત કરવાના આદેશમાં કંઈ ગેરકાયદેસર વાત નથી. કલમ 5 A(7) કહે છે કે, ‘આ કાયદાની જોગવાઈઓ અને સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરીને ગૌમાંસ અથવા ગાય અને તેમના ગૌવંશને લઈ જવામાં આવે છે તેને કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવશે. સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશનર, જેવો પણ કેસ હોય, જપ્ત કરવા અને છોડવા માટે કાર્યવાહી કરશે.

અલ્હાબાદ હાઈકોર્ટે શરૂઆતમાં કહ્યું હતું કે, અરજદારને હાઈકોર્ટ દ્વારા ધરપકડ પૂર્વે જામીન આપવામાં આવ્યા હતા. એક ઉદાહરણનો ઉલ્લેખ કરતા કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે જપ્ત કરાયેલા વાહનોને લાંબા સમય સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી અને તે ખરાબ થઈ જાય છે. કોર્ટે જણાવ્યું હતું કે, ‘મેજીસ્ટ્રેટનું કામ છે કે જો કોઈ પણ સમયે જરૂર પડે તો, યોગ્ય બોન્ડ અને ગેરંટી સાથે સાથે સુરક્ષા મેળવીને તાત્કાલિક યોગ્ય આદેશ પસાર કરે. આવા વાહનો પરત કરવા માટેની અરજી પર સુનાવણી બાકી હોય ત્યારે આવું કરી શકાય છે.

allahbad-highcourt3
youtube.com

જાળવણીના મુદ્દા પર, કોર્ટે રાજ્યના વાંધાને એમ કહેતા ફગાવી દીધો કે, કોઈ બીજો વિકલ્પ હોવાથી કલમ 226 હેઠળ હાઈકોર્ટના અધિકારક્ષેત્ર પર કોઈ રોક લાગતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે, ‘બીજી રીત બંધારણની કલમ 226/227 અથવા CrPCની કલમ 482 અથવા 528 હેઠળ સત્તાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતી નથી, એટલે, AGAનો વાંધો નિષ્ફળ થઈ જાય છે.

અન્ય ચૂકાદાઓના પર વિશ્વાસ કરતા અને એ જોતા કે વાહન છેલ્લા બે વર્ષથી પોલીસ સ્ટેશનના ખુલ્લા પરિસરમાં પાર્ક કરવામાં આવ્યું હતું અને ભંગાર બની રહ્યું હતું. કોર્ટે વાહન છોડવા માટેની અરજદારની અરજી મંજૂર કરી. એટલે, કોર્ટે નિર્દેશ આપ્યો કે અરજદાર વ્યક્તિગત બોન્ડ અને જામીન રજૂ કરે તો ટ્રક છોડવામાં આવે, સાથે જ એવી શરત પણ રાખવામાં આવે કે વાહન વેચવામાં આવશે નહીં કે બદલવામાં આવશે નહીં અને જરૂર પડ્યે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

About The Author

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.