2027ની વસ્તી ગણતરીમાં આ 33 પ્રશ્નો પૂછાશે, પ્રથમ તબક્કામાં ઘર સર્વેક્ષણનું નોટિફિકેશન જાહેર

કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરી તરફ પ્રથમ ઔપચારિક પગલું ભર્યું છે. સરકારે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દીધી છે, જેની સાથે જ દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓની શરૂ થઈ ગઈ છે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આ વર્ષે શરૂ થવાનો છે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી આ તબક્કો ચાલશે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કવાયત હાથ ધરવામાં આવશે.

census-2027
freepressjournal.in

સરકારે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે 2027ની વસ્તી ગણતરીમાં જાતિ સંબંધિત આંકડાઓને ઇલેક્ટ્રોનિક માધ્યમથી એકત્રિત કરવામાં આવશે. આ પહેલી વખત છે, જ્યારે સ્વતંત્ર ભારતમાં જાતિગત ડેટાને સત્તાવાર વસ્તી ગણતરીમાં શામેલ કરવામાં આવશે.

પૂછવામાં આવનાર 33 પ્રશ્નો કયા છે?

મકાન નંબર (શહેર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)

વસ્તી ગણતરી ઘર નંબર

ઘરના ફ્લોરમાં વપરાયાલી મુખ્ય સામગ્રી

ઘરની દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી

ઘરની છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી

વસ્તી ગણતરી ઘરનો ઉપયોગ

વસ્તી ગણતરી ઘરની સ્થિતિ

ઘર નંબર

ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા

ઘરના વડાનું નામ

ઘરના વડાનું લિંગ

ઘરના વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ

ઘરની માલિકીનો દરજ્જો

ઘરમાં રહેવા માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા

ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા

પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત

પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા

પ્રકાશનો મુખ્ય સ્ત્રોત

શૌચાલયની ઉપલબ્ધતા

શૌચાલયનો પ્રકાર

ગંદા પાણીનો નિકાલ

બાથરૂમની ઉપલબ્ધતા

રસોર અને LPG/PNG કનેક્શનની ઉપલબ્ધતા

રસોઈ માટે વપરાતું મુખ્ય બળતણ

રેડિયો/ટ્રાન્ઝિસ્ટર

ટેલિવિઝન

ઇન્ટરનેટ સુવિધા

લેપટોપ/કમ્પ્યુટર

ટેલિફોન/મોબાઇલ ફોન/સ્માર્ટફોન ફોન

સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ/મોપેડ

કાર/જીપ/વેન

પરિવાર દ્વારા વપરાતું મુખ્ય અનાજ

મોબાઇલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)

census-20272
indianexpress.com

2021માં વસ્તી ગણતરી કેમ ન થઈ શકી?

ભારતમાં 2021ની વસ્તી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે અટકી ગઈ હતી. આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું કે વસ્તી ગણતરી સમયસર ન થઈ શકી. આ અગાઉ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હોય કે ચીન-પાકિસ્તાન સામે યુદ્ધ, ભારતમાં ક્યારેય વસ્તી ગણતરી અટકી નહોતી. ભારતીય વસ્તી ગણતરી એક આવશ્યક પ્રક્રિયા છે જે દેશના વસ્તી વિષયક, સામાજિક અને આર્થિક વિકાસ માટેનો આધાર પૂરો પાડે છે.

ભારતની છેલ્લી વસ્તી ગણતરી, 2011ની વસ્તી ગણતરી, દેશની 15મી વસ્તી ગણતરી હતી અને સ્વતંત્રતા બાદ 7મી વસ્તી ગણતરી હતી. તે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2011 સુધી હાથ ધરવામાં આવી હતી. તે વસ્તી ગણતરી માટેનો નારો હતો આપણી વસ્તી ગણતરી, આપણું ભવિષ્ય’, જે આ પ્રક્રિયાના મહત્ત્વને દર્શાવે છે. નવી વસ્તી ગણતરી ભારતના વિકાસની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે, વસ્તી ગણતરી મુલતવી રાખવાથી ઘણી પ્રાદેશિક અને રાષ્ટ્રીય યોજનાઓ પર અસર પડી શકે છે.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.