પુત્રના હનીમૂન પર સાથે ગઈ માતા, વહુએ કહ્યું- વેડફાઈ ગઈ એક યાદગાર ક્ષણ

એક વ્યક્તિ તેની પત્ની સાથે હનીમૂન પર ગયો. પરંતુ આ ટ્રીપમાં તે તેની માતાને પણ સાથે લઈ ગયો હતો. તેની આ હરકતથી તેની પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું કે તેના પતિએ તેનું હનીમૂન બરબાદ કરી દીધું. આ દંપતીએ એક ટીવી શોમાં આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

ધ સન અનુસાર, અમેરિકન દંપતી એક દાયકાથી સાથે રહેતા અને બે બાળકોના જન્મ પછી ટ્રેસી અને બ્રાયન લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી, કપલે હનીમૂન ટ્રિપનું આયોજન કર્યું હતું. પરંતુ બ્રાયને તેની માતા જેનને આ સફરમાં સાથે લેવાનું નક્કી કર્યું. ટ્રેસીને લાગ્યું કે જેન ટ્રીપ દરમિયાન તેમના બાળકોનું ધ્યાન રાખશે.

TLCના I Love A Mama's Boy શોમાં બ્રાયન કહે છે - ખરેખર હું મારી માતા જેનને ખૂબ પ્રેમ કરું છું. હું તેમના માટે કંઈ પણ કરવા તૈયાર છું. Jayneના લગ્ન નથી થયા, તેમને એક સિંગલ માતા તરીકે બ્રાયનની સંભાળ લીધી હતી. આવી સ્થિતિમાં, બ્રાયન એ સુનિશ્ચિત કરવા માગતો હતો કે માતાનો પણ એક 'ખાસ દિવસ' હોય.

જો કે, બ્રાયનથી વિપરીત પત્ની ટ્રેસીએ ઘટનાની એક અલગ બાજુ શેર કરી. તેણે કહ્યું કે પતિ બ્રાયન તેની માતા જેનને અમારા હનીમૂન પર લઈ ગયો હતો. ટ્રેસી કહે છે કે બ્રાયન સાથે લગ્ન કરવાનો અર્થ જેન સાથે પણ લગ્ન કરવાનો છે. મારે જેન સાથે ઘણી બધી ક્ષણો શેર કરવી પડે છે, કારણ કે બ્રાયન તેને દરેક બાબતમાં સામેલ કરે છે. તેથી જ હું તેની ખાતરી કરવા માટે પ્રયાસો કરી રહી છું કે હું બ્રાયનની પ્રાથમિકતા છું.

ટ્રેસીએ શોમાં કહ્યું કે બધું જ બરાબર હતું, પરંતુ સફર દરમિયાન, તે ઘણી વાર જેનના વર્તનથી અનકન્ફર્ટેબલ થઈ હતી. ટ્રેસીના કહેવા પ્રમાણે, જેન બારમાં જતી, પૂલની મજા લેતી. તેઓને મારા બાળકોની પણ ખબર ન રહેતી.

એકવાર તે રૂમમાં આવી ત્યારે કપલ બાથટબમાં હતું. જેનને ત્યાં જોઈને ટ્રેસી અનકન્ફર્ટેબલ થઈ ગઈ. ટ્રેસીએ કહ્યું કે, અમે પ્રાઈવેટ મોમેન્ટ એન્જોય કરવા માટે હનીમૂન ટ્રીપ પર ગયા હતા, પરંતુ સાસુ જેનના કારણે તેનું હનીમૂન બરબાદ થઈ ગયું હતું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.