સગી માસીના પ્રેમમાં પાગલ થયો ભાણેજ, રૂમમાં કઢંગી હાલતમાં જોઈને વૃદ્ધના પણ ઊડી ગયા હોશ, પછી...

બિહારના વૈશાલીમાં કૌટુંબિક સંબંધોની પવિત્રતાને તાર-તાર કરી નાખતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવાનને તેની જ માસી સાથે પ્રેમ થઈ ગયો. જોત-જોતામાં બંને વચ્ચે આત્મીયતા વધતી ગઈ, જેના કારણે તેઓ સામાજિક ધોરણો કે કૌટુંબની ચિંતા કર્યા વિના એક-બીજાને મળવા લાગ્યા.

 કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભાણેજ તેના સગી માસી ઉર્ફ પ્રેમિકાને મળવા માટે તેના નાના-નાનીના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેમને આપત્તિજનક સ્થિતિમાં પકડ્યા. તે કોઈ બીજાએ નહીં તેના નાણાએ જ તેમને રંગે હાથે પકડ્યા હતા. આ ખુલાસાથી ઘરમાં ભારે હોબાળો મચી ગયો. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

bihar1
facebook.com/singarpankaj.pyare

આ ઘટના વૈશાલી જિલ્લાના ભગવાનપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના રોહુઆ ગામમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ગોલુ મહતો તેના પ્રેમી, મમતા કુમારીને મળવા માટે તેના ઘરે ગયો હતો. તેઓ બાળપણથી જ એક-બીજાને પસંદ કરતા હતા અને છેલ્લા બે વર્ષથી અફેર ચાલી રહ્યા હતા. તેઓ સંબંધમાં માસી-ભત્રીજા લાગે છે.

જોકે, નાનાએ જ્યારે તેમને એક આપત્તિજનક સ્થિતિમાં જોયા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. પરિવારના સભ્યોએ તેમને ખૂબ મેથીપાક ચખાડ્યો. ઘટનાના સમાચાર ઝડપથી આખા ગામમાં ફેલાઈ ગયા. જેણે પણ આ પ્રેમ-પ્રસનગ બાબતે સાંભળ્યું, બધા જ ચોંકી ગયા.

bihar
livehindustan.com

ગામલોકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા અને બંને તેમના ઇરાદા વિશે પૂછ્યું. જ્યારે બંનેએ સાથે જીવન વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના સ્થળ પર જ લગ્ન કરાવી દેવામાં આવ્યા. યુવકે તેની સગી માસીના કપાળમાં સિંદૂર ભર્યું અને તેની જીવનસાથી બનાવી લીધી. આ ક્ષણનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. હાલમાં, માસી-ભત્રીજાની પ્રેમકથા ફક્ત જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

About The Author

Top News

દોડતી ટ્રેનમાં બે કોચને જોડતું કપ્લર તૂટ્યું, ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, 1200 મુસાફરો બચી ગયા!

પંજાબના લુધિયાણા રેલ્વે સ્ટેશન પર શનિવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થતી થતી રહી ગઈ. નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ ટ્રેન...
National 
દોડતી ટ્રેનમાં બે કોચને જોડતું કપ્લર તૂટ્યું, ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, 1200 મુસાફરો બચી ગયા!

'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન બાદ તેની સામે 'દેશવિરોધી પ્રવૃત્તિઓ' બદલ FIR દાખલ

શનિવારે દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શન બાદ, યુવાઓ દ્વારા ચલાવવામાં આવતી વ્યંગાત્મક (satirical) સંસ્થા '...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન બાદ તેની સામે 'દેશવિરોધી પ્રવૃત્તિઓ' બદલ FIR દાખલ

શું મમતા બેનર્જીએ સાંસદ યુસુફ પઠાણનું રાજીનામું માંગ્યું? શું ગાંગુલી પઠાણ પાસે ગયા હતા? દાદાએ જણાવી ખરી હકીકત

ક્રિકેટના દિગ્ગજ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી હાલમાં એક મોટા રાજકીય વિવાદમાં ફસાઈ ગયા છે. એક અખબારે દાવો કર્યો...
National 
શું મમતા બેનર્જીએ સાંસદ યુસુફ પઠાણનું રાજીનામું માંગ્યું? શું ગાંગુલી પઠાણ પાસે ગયા હતા? દાદાએ જણાવી ખરી હકીકત

સગી માસીના પ્રેમમાં પાગલ થયો ભાણેજ, રૂમમાં કઢંગી હાલતમાં જોઈને વૃદ્ધના પણ ઊડી ગયા હોશ, પછી...

બિહારના વૈશાલીમાં કૌટુંબિક સંબંધોની પવિત્રતાને તાર-તાર કરી નાખતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવાનને તેની જ માસી સાથે...
National 
સગી માસીના પ્રેમમાં પાગલ થયો ભાણેજ, રૂમમાં કઢંગી હાલતમાં જોઈને વૃદ્ધના પણ ઊડી ગયા હોશ, પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.