‘બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી’, માંઝીના નિવેદને વધાર્યો રાજકીય પારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરનારા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જીતન રામ માંઝીએ કહ્યું કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો સંભવ નથી. નીતિ આયોગે શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું સંભવ નથી, પરંતુ કેન્દ્ર બિહારને વિશેષ મદદ કરવા માટે હંમેશાં તત્પર છે.

જીતન રામ માંઝીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પૂર્વોત્તરના રાજ્યોમાં રોડની જાળ બિછાવી રહી છે. આ વિસ્તારોના સમગ્ર વિકાસ માટે મોટા પ્રમાણમાં પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે જે પહેલા ક્યારેય થયા નથી. NDAની સરકાર બિહારના પણ તીવ્ર વિકાસની પક્ષધર છે અને એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. તો NDAના સહયોગી સાંસદ સહ પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાથી લઈને બિહારમાં JDU કોટાના મંત્રી શ્રવણ કુમાર સુધી એક સૂરમાં એમ કહી રહ્યા છે કે આ અમારી પાર્ટીની સૌથી મજબૂત અને મહત્ત્વની માગ છે.

અમે પોતાની આ માગ સમય સમય પર ઉઠાવતા રહ્યા છીએ. અમને આશા છે કે કેન્દ્ર સરકાર આ વખત તેના પર વિચાર જરૂર કરશે કેમ કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે તો ન માત્ર બિહારનો ચારેય તરફી વિકાસ થશે, પરંતુ બિહારમાં કાલે કારખાનાથી લઈને નવી ઉદ્યોગ નીતિ લાગૂ થશે, જેનો ફાયદો આખા બિહાર અને બિહારવાસીઓને મળશે. બિહારાથી પલાયન પણ રોકાશે.

બીજી તરફ JDUની માગનું સમર્થન બિહાર ભાજપના નેતા પણ કરે છે. ભાજપ કોટાથી નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કામ કરી રહેલા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહ પણ આ માગને લઈને હાલમાં કેન્દ્ર સરકારનો દરવાજો ખખડવીને પટના ફર્યા છે. સમ્રાટ ચૌધરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ પટના ફરેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે કે વિશેષ રાજ્ય કે વિશેષ પેકેજ મળ્યા બાદ જ બિહારની સ્થિતિમાં સુધાર આવશે. બિહાર જે વિચાર સાથે આગળ વધવા માગે છે વધી શકશે.

તો વિજય સિંહાનુ પણ કહેવું છે કે બિહારને ગતિ આપવા માટે વિશેષ સહાયતાની ખૂબ જરૂરિયાત છે. બીજી તરફ બિહારના વિશેષ રાજ્યની માગને લઈને NDA ઘટકદળ વચ્ચે અલગ અલગ થઈ રહેલી નિવેદનબાજી વચ્ચે RJDના વરિષ્ઠ નેતા અને મનેર વિધાનસભા સીટના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ મોટી વાત કહી દીધી છે. તેમણે કહ્યું કે, આ લોકો બિહારને વિશેષ રાજ્યના દરજ્જાના મામલે વર્ષોથી નાટક કરી રહ્યા છે.

અમે આ વાત એટલે કહી રહ્યા છીએ કેમ કે જેમણે આપવાનું છે અને જે માગી રહ્યા છે એ બંને જ કેન્દ્રની સરકારમાં સામેલ છે. આમ આ અમારી પાર્ટીની પણ જૂની માગ છે. તો પોતાની વાતને રાખવા દરમિયાન ભાઈ વિરેન્દ્રએ નીતિશ કુમારને એક સલાહ આપી નાખી કે મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાનું સમર્થન પાછું લઈ લેવું જોઈએ.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.