જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા અને બાળ વિકાસ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર લક્ષ્મીનારાયણ કંડવાલના ઘર, જીમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિતના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડાના પ્રથમ દિવસે જ્યાં 9.5 કરોડની સંપત્તિ હોવાનો અંદાજ હતો, ત્યાં તપાસ આગળ વધતા આ સરકારી અધિકારી અને તેમના પરિવારની કુલ અપ્રમાણસર મિલકતનો આંકડો 11 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

લોકાયુક્ત પોલીસની પૂછપરછ દરમિયાન જ્યારે 61 વર્ષના અધિકારી લક્ષ્મીનારાયણ કંડવાલને તેમની કાયદેસરની આવક અને આ અઢળક સંપત્તિ વચ્ચેના આભ-જમીનના તફાવત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અત્યંત હાસ્યાસ્પદ દલીલ કરી હતી. કંડવાલે દાવો કર્યો હતો કે તેમની પત્ની ઘરે બેસીને સિલાઈ અને ગૂંથણકામ કરે છે, અને આ કરોડો રૂપિયાની સંપત્તિ તે સિલાઈની કમાણીમાંથી જ ભેગી કરવામાં આવી છે! લોકાયુક્ત ઈન્સ્પેક્ટર આશુતોષ મિઠાસે જણાવ્યું કે આ દાવાની સત્યતા તપાસવા માટે હવે કંડવાલની પત્નીના પાછલા કેટલાક વર્ષોના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) અને બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

02

ઈન્સ્પેક્ટર આશુતોષ મિઠાસે માહિતી આપી હતી કે તેમને કંડવાલ વિરુદ્ધ એક ફરિયાદ મળી હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે તેમણે પોતાની કાયદેસરની આવક કરતા ઘણી વધારે સંપત્તિ એકઠી કરી લીધી છે. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, કંડવાલની કુલ જાણીતી કાયદેસરની આવક અંદાજે 2.8 કરોડ રૂપિયા છે, જેમાં તેમની આખી નોકરી દરમિયાન મળેલો 2.5 કરોડ રૂપિયાનો સરકારી પગાર અને 30 લાખ રૂપિયાની ખેતીની આવક સામેલ છે. તેની સામે તપાસમાં અત્યાર સુધી કંડવાલ અને તેમના પરિવારની 10.83 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ મળી આવી છે.

ક્યાંથી શું મળ્યું? લોકાયુક્તની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અધિકારીઓએ કંડવાલના વિવિધ ઠેકાણાઓ પરથી મળેલી સામગ્રીનો વિગતવાર આંકડો જાહેર કર્યો છે:

  • ઘરની વસ્તુઓ: કંડવાલના ઘરેથી મળેલી ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓની કિંમત આશરે 38.49 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
  • બેંક લોકર: લોકરમાંથી આશરે 24.76 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે.
  • ઘરમાંથી મળેલા દાગીના: આ સિવાય તેમના ઘરેથી અલગથી 4.89 લાખ રૂપિયાના દાગીના પણ જપ્ત કરાયા છે.
  • ડિપાર્ટમેન્ટલ સ્ટોર: સ્ટોરમાં રાખવામાં આવેલા સામાનની કિંમત 35.73 લાખ રૂપિયા છે.
  • જીમની સામગ્રી: જીમમાં રાખેલા ઈલેક્ટ્રિકલ ઉપકરણો અને અન્ય સાધનોની કિંમત અંદાજે 2.71 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

લોકાયુક્ત અધિકારીએ કહ્યું કેકંડવાલ અને તેના પરિવારે પોતાની 2.8 કરોડ રૂપિયાની કાયદેસરની આવકની સરખામણીએ અંદાજે 11 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ આંકડો એક સરકારી અધિકારીની કાયદેસરની આવક કરતા લગભગ ચાર ગણો વધારે છે.

પુત્રો સંભાળે છે મોલ, જીમમાંથી આવે છે મસમોટું ભાડું

પૂછપરછ દરમિયાન કંડવાલે પત્નીની સિલાઈની કમાણીનો દાવો કરવા ઉપરાંત અન્ય વિગતો પણ આપી હતી. તપાસમાં સામે આવ્યું છે કે જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર (મોલ) પર દરોડો પડ્યો છે, તેનું સંચાલન કંડવાલના બે પુત્રો કરે છે. જ્યારે જીમમાંથી તેમને દર મહિને અંદાજે 1.25 લાખ રૂપિયા ભાડા પેટે મળે છે. હાલ લોકાયુક્ત પોલીસ દ્વારા કંડવાલ અને તેમના પરિવારના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ (ટ્રાન્ઝેક્શન પર રોક) કરી દેવામાં આવ્યા છે. બેંકો પાસેથી વિગતો મળ્યા બાદ તેમની સંપત્તિનું વધુ વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવશે.

03

6 મહિના પછી નિવૃત્તિ હતી, હવે જેલના આંટા ખાવા પડશે

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, લક્ષ્મીનારાયણ કંડવાલ આગામી લગભગ છ મહિનામાં સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થવાના હતા. જોકે નિવૃત્તિ પહેલા જ તેઓ લોકાયુક્તના સકંજામાં આવી ગયા છે. હાલ તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ (સુધારો) અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.