'વંદે માતરમ' સમયે પણ ઉભું રહેવું પડશે... 'જન ગણ મન' જેવા નિયમો બનશે? સરકાર કરી રહી છે તૈયારી

કેન્દ્ર સરકાર રાષ્ટ્રગીત 'વંદે માતરમ' માટે પણ રાષ્ટ્રગાન જન ગણ મન' જેવા જ નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી, જેમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'વંદે માતરમ' લખ્યું હતું અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક મોટો નારો બનીને ઉભર્યો હતો. બંધારણ સભાએ તેને રાષ્ટ્રગીત જેટલું જ સન્માન આપવાની માંગ કરી હતી. પરંતુ, હાલમાં તેને ગાવા માટે કોઈ અનિવાર્ય મુદ્રાઓ કે નિયમો નથી.

શું હોઈ શકે છે નવા નિયમો?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી હતી કે શું રાષ્ટ્રગીત માટે પણ નિર્દેશ નક્કી કરવા જોઈએ?

રાષ્ટ્રગીત કઈ પરિસ્થિતિઓમાં ગાવું જોઈએ?

શું તેને રાષ્ટ્રગાન સાથે ગાવું ફરજિયાત કરવું જોઈએ?

શું અપમાન માટે સજા કે દંડ થવો જોઈએ?

vande-mataram
aajtak.in

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાષ્ટ્રગાનના સન્માનને લઈને બંધારણના અનુચ્છેદ 51A(a)માં નાગરિકોની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, હાલમાં રાષ્ટ્રગીત માટે આવા કોઈ કડક નિયમો નથી.

તાજેતરના વર્ષોમાં, વંદે માતરમનો મુદ્દો રાજકીય અને ઐતિહાસિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ આ મુદ્દા પર તીખી બહેસ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વંદે માતરમની ગરિમાને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિને કારણે વર્ષ 1937માં આ ગીતમાંથી મહત્ત્વના છંદ હટાવી દીધા હતા. બીજી તરફ, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરી રહી છે અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીત પર ચર્ચા કરવા માટે સમય કાઢ્યો.

vande-mataram2
news18.com

તાજેતરના વર્ષોમાં, કોર્ટોમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રગીત ગાવા માટે એક માળખું તૈયાર કરવા અને એ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે કે શું રાષ્ટ્રીય સન્માનને ઠેસ પહોંચાડવાના નિવારણ અધિનિયમ, 1971 હેઠળ દંડનું પ્રવડાં કરી શકાય છે? આ કાયદો રાષ્ટ્રીય પ્રતિકોનો અનાદર અટકાવવા માટે બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 1971ના કાયદામાં રાષ્ટ્રગાન ગાતા અટકાવવા અથવા કોઈ સભામાં આવા ગાનમાં બાધા નાખવાને એક ગુનો માને છે, પરંતુ રાષ્ટ્રગીત માટે આવી કોઈ દંડનીય જોગવાઈઓ આપવામાં આવી નથી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે 'વંદે માતરમ' ક્યારે ગાઈ શકાય અથવા વગાડી શકાય તે અંગે આજ સુધી કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી.

About The Author

Related Posts

Top News

બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા કારણે ચર્ચામાં રહી છે. આ ચૂંટણી એક ઘરમાંથી બે-બે વ્યક્તિઓ અલગ-અલગ પક્ષની ટિકિટ લઇને...
Gujarat 
બે સગા ભાઈ સામ-સામે લડશે ચૂંટણી, કોણ બાજી મારશે? એક તો અગાઉ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

મહારાષ્ટ્રના કરાડમાં દિલને હલાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સંબંધોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા. એક પિતાએ...
National 
'તારો છોકરો તારા જેવો નથી લાગતો...' મિત્રોએ મજાકમાં કહેતા પિતાએ પુત્રને નદીમાં ફેંકી દીધો

બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે, વિવિધ રાજકીય પક્ષો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે. બંગાળની 294 બેઠકો માટે મતદાન...
Politics 
બંગાળમાં ભાજપની 'મૌન રણનીતિ' શું છે? આ ચૂંટણી '5 M' પર ટકેલી છે

કોહલીએ જર્મન મોડેલનો ફોટો Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની એક લાઈકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. અવનીત કૌર બાદ વિરાટે જર્મન ઇન્ફ્લૂએન્સર અને મોડેલ...
Entertainment 
કોહલીએ જર્મન મોડેલનો ફોટો  Like કર્યા બાદ Unlike કર્યો, જર્મન બ્યૂટીનું તૂટ્યું દિલ? ટ્રોલિંગ પર તોડ્યું મૌન
Copyright (c) Khabarchhe All Rights Reserved.