‘ઓપરેશન સિંદૂર’થી PM મોદીની છબી પર કેવી થઈ અસર? સર્વેમાં સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

ઓપરેશન સિંદૂરની સફળતાનો સિંદૂરી રંગ ભારતીય લોકોના જનમાનસ પર પણ ચઢી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદી હુમલા પ્રત્યે મોદી સરકારની સૈન્ય કાર્યવાહી પ્રત્યે જનતાનું ભારે સમર્થન છે. આ હવાઈ હુમલાએ ન માત્ર વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે, પરંતુ તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય છબીને પણ ખૂબ મજબૂત કરી છે. એમ અમે કહી રહ્યા નથી, આ વાત તાજેતરના એક સર્વેમાં સામે આવી છે.

આ જનમત સર્વેક્ષણ 9-15 મે દરમિયાન વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરના 7,463 ઉત્તરદાતાઓની પસંદગી કરવામાં આવી હતી. સર્વેક્ષણના પરિણામો અનુસાર, 66 ટકા લોકોનું માનવું છે કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને પાઠ ભણાવવામાં પૂરી રીતે સફળ રહ્યું, જ્યારે 18 ટકા લોકોએ તેને આંશિક રીતે સફળ માન્યું. માત્ર 9 ટકા લોકોએ તેને નિષ્ફળ ગણાવ્યું.

modi1
zeebiz.com

 

શું પરમાણુ હથિયાર રાખવા પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરવા ઉપલબ્ધિ છે?

તેના જવાબમાં, 72 ટકા ઉત્તરદાતાઓએ પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ્યા વિના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાને સદીની સૌથી મોટી સફળતા ગણાવી હતી, જ્યારે 78 ટકા લોકોએ સહમતી વ્યક્ત કરી હતી કે ભારતે પાકિસ્તાનના પરમાણુ નિરોધક કવચને સફળતાપૂર્વક ભેદી નાખ્યું છે.

સર્વેક્ષણમાં એ પણ સામે આવ્યું છે કે આ ઓપરેશનથી ભારતની વૈશ્વિક સ્થિતિ પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. 74 ટકા લોકોએ કહ્યું કે ઓપરેશન બાદ વડાપ્રધાન મોદીની નાગરિકો વચ્ચે લોકપ્રિયતા વધી છે. 73 ટકા લોકોએ કહ્યું કે ભારતની આંતરરાષ્ટ્રીય છબી મજબૂત થઈ છે, અને 69 ટકા લોકોનું માનવું છે કે વડાપ્રધાન મોદીની વૈશ્વિક મંચ પર વ્યક્તિગત છબી પર પણ મજબૂત થઈ છે.

વિપક્ષી પાર્ટીઓએ આ ઓપરેશન પર સવાલ ઉઠાવ્યા છે. 57 ટકા ઉત્તરદાતાઓએ આ સવાલો અને ટીકાઓને પૂરી રીતે નકારી કાઢી. કહ્યું કે આ સવાલ રાજનીતિથી પ્રેરિત છે. અડધાથી વધુ સહભાગીઓ (57 ટકા)નું માનવું છે કે વિપક્ષ ઓપરેશન સિંદૂરનો ઉપયોગ રાજનીતિક લાભ માટે કરી રહ્યું છે. માત્ર 27 ટકા લોકોને જ લાગ્યું કે, ઉઠાવવામાં આવેલા સવાલ ઉચિત હતા.

modi
deccanchronicle.com

 

સંસદના વિશેષ સત્ર પર શું બોલ્યા લોકો?

રસપ્રદ વાત એ છે કે, 45 ટકા લોકોએ વિપક્ષની સંસદના વિશેષ સત્રની માગ સાથે અસહમતિ વ્યક્ત કરી, જ્યારે 33 ટકા લોકોએ તેનું સમર્થન કર્યું. આ સર્વેક્ષણમાં આતંકવાદ સામે લડવાની સરકારની ક્ષમતામાં જનતાનો મજબૂત વિશ્વાસ જોવા મળ્યો. 92 ટકા લોકોએ કહ્યું કે, વર્તમાન પ્રશાસન મજબૂતીથી આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા સક્ષમ છે. જ્યારે 84 ટકા લોકોએ કહ્યું કે આ ઓપરેશનથી સેના અને સરકારમાં તેમનો વિશ્વાસ વધ્યો છે.

નેતૃત્વની તાકતના સંદર્ભમાં તુલનાત્મક સવાલમાં, 42 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને ઇન્દિરા ગાંધી ઉપર પ્રાથમિકતા આપી, જ્યારે 29 ટકા લોકોએ પૂર્વ વડાપ્રધાનની પસંદગી કરી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કોણ સૌથી વધુ સક્ષમ છે’, ત્યારે 70 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું, જ્યારે અન્ય તમામ રાષ્ટ્રીય નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ ને સિંગલ ડિજિટમાં સમર્થન મળ્યું. 79 ટકા લોકોએ મોદી સરકારને અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ નિર્ણય લેનાર પ્રશાસન માન્યું. જ્યારે 'ઓપરેશન સિંદૂર' નામ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે, 76 ટકા લોકોએ આ નામને સમર્થન આપ્યું, જે પ્રતિકાત્મક અને રણનીતિક સ્વીકૃતિ દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.